- Advertisement -

રાજાધિરાજ કોફી ટેબલ બુકનું વિમોચન

ધનરાજ નથવાણીની પહેલ  હેઠળ તૈયાર થયેલ કોફી ટેબલ બુક  ‘રાજાધિરાજ’ નું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આજે જ્યારે માનવી ત્રસ્ત અને વ્યસ્ત છે ત્યારે રાજાધિરાજ શ્રીકૃષ્ણનાં જીવનમાંથી જીવન જીવવાની  નિરન્તર પ્રેરણા મળે છે. મુખ્યમંત્રીશ્રીએ  રિલાયન્સ ગૃપના પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીની પહેલ હેઠળ તૈયાર કરવામાં આવેલ ‘રાજાધિરાજ’ કોફી ટેબલ બુકનું વિમોચન આજે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કર્યું હતું.

Rajadhiraja Coffie Table Book Nu Vimochan 04

- Advertisement -

- Advertisement -

179

Get real time updates directly on you device, subscribe now.

  • ધનરાજ નથવાણીની પહેલ  હેઠળ તૈયાર થયેલ કોફી ટેબલ બુક  ‘રાજાધિરાજ’ નું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી
  • ભગવાન કૃષ્ણ પરનાં પીછવાઇ કલાના ચિત્રને ખુલ્લું મુક્યું
Rajadhiraja Coffie Table Book Nu Vimocana 01
Rajadhiraja Coffie Table Book Nu Vimocana 01

શ્રી વિજયભાઇ રૂપાણી

  • આજના ત્રસ્ત અને વ્યસ્ત જીવનમાં કૃષ્ણ જીવનમાંથી પ્રેરણા મળે છે
  • દ્વારકા-બેટ દ્વારકાનાં વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે
  • ઇતિહાસ જાગૃત રહે તે માટે દ્વારકા જેવા સ્થાનોનું પુનરોથ્થાન થવું જરૂરી છે

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલે છે. પાવાગઢથી માંડી ગિરનાર સુધીના તિર્થસ્થાનોનો વિકાસ થાય અને તેના પુનરોથ્થાન દ્વારા તે વિશ્વફલક પર મુકાય તે આજની નિતાંત આવશ્યકતા છે.

Related Posts
1 of 481
Rajadhiraja Coffie Table Book Nu Vimochan 02
Rajadhiraja Coffie Table Book Nu Vimochan 02

મુખ્યમંત્રીશ્રીએ કૃષ્ણની લીલાઓ અને પ્રેરણાત્મક વાતો  રાજાધીરાજ પુસ્તકમાં સમાવિષ્ટ કરી સમાજને સાચી દિશા આપવાનું આધ્યાત્મિક સાથે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે તે માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, ‘કૃષ્ણ ક્યાંય નથી, છતાં બધે જ  છે’ તેવી ફિલોસોફી એ કૃષ્ણની સાર્વત્રિકતા દર્શાવે છે. જીવનની કઠિન  ઘડીઓમાં કૃષ્ણચરિત્ર આપણને પ્રેરણાનાં પિયૂષ પૂરા પાડે છે ત્યારે ધનરાજભાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ  આ પુસ્તક  રાઇટ જોબ  એટ રાઈટ ટાઈમ છે.

Rajadhiraja Coffie Table Book Nu Vimochan 03
Rajadhiraja Coffie Table Book Nu Vimochan 03

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસિડન્ટ શ્રી ધનરાજભાઇ નથવાણીએ પુસ્તકના વિચાર અંગે જણાવ્યું કે, દ્વારકા વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે અને લોકોની શ્રધ્ધાને પોષતા વધુને વધુ દ્વારકાધીશના ભજન અને દ્વારકાધીશની પ્રિય એવી પીછવાઇ લોકો સુધી પહોંચે તેવા ખ્યાલમાંથી આ પુસ્તક સર્જનનો વિચાર આવ્યો હતો. જાણીતા ગાયકો સર્વ શ્રી પાર્થિવ ગોહિલ, મોસમ-મલકા, કિંજલ દવે, કિર્તિદાન ગઢવીએ ભક્તિ સંગીત રજૂ કર્યું  હતું. કાજલ ઓઝા વૈદ્યે કાર્યક્રમની ભૂમિકા બાંધી સમગ્ર પુસ્તકના સર્જનની વાત કરી હતી.

Rajadhiraja Coffie Table Book Nu Vimochan 04
Rajadhiraja Coffie Table Book Nu Vimochan 04

આ વિમોચન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, અન્ન, નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિલાયન્સના સિનિયર ગૃપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલભાઇ નથવાણી, ભા.જ.પા. અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ શ્રી પૂનમ માડમ, જય શાહ, દ્વારકેશલાલજી મહારાજ, અનંત અંબાણી તથા લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (જિતેન્દ્ર રામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More