- Advertisement -

રાજકોટ ખાતે અર્બન ફોરેસ્ટ આર્યુવૈદિક ઉદ્યાનનું આયોજન

"અર્બન ફોરેસ્ટ" - આજી ડેમ સાઈટ ખાતે ૪૭ એકર જગ્યામાં ૧૮ થી ૨૨ જાતના ૨૨૯૯૫થી વધુ પ્લાન્ટસ તેમજ “આર્યુવૈદિક ઉદ્યાન”નું આયોજન: ૨ લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની થઇ પરિપૂર્તિ

રાજકોટને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટસની ભેટ આપનાર રાજકોટના પનોતાપુત્ર શ્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટવાસીઓએ પણ “અર્બન ફોરેસ્ટ”ના નિર્માણના સંકલ્પ અને તેને પરિપૂર્ણ કરવાના સક્રિય આયોજનથી તા. ર ઓગસ્ટે તેમના જન્મ દિનની ગિફ્ટ અર્પણ કરી હતી.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 26

- Advertisement -

- Advertisement -

2,603

Get real time updates directly on you device, subscribe now.

રાજકોટ ખાતે અર્બન ફોરેસ્ટ આર્યુવૈદિક ઉદ્યાનનું આયોજન

રાજકોટને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટસની ભેટ આપનાર રાજકોટના પનોતાપુત્ર શ્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટવાસીઓએ પણ “અર્બન ફોરેસ્ટ”ના નિર્માણના સંકલ્પ અને તેને પરિપૂર્ણ કરવાના સક્રિય આયોજનથી તા. ર ઓગસ્ટે તેમના જન્મ દિનની ગિફ્ટ અર્પણ કરી હતી.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 17
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 17

મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી :

  • “અર્બન ફોરેસ્ટ” – આજી ડેમ સાઈટ ખાતે ૪૭ એકર જગ્યામાં ૧૮ થી ૨૨ જાતના ૨૨૯૯૫થી વધુ પ્લાન્ટસ તેમજ “આર્યુવૈદિક ઉદ્યાન”નું આયોજન: ૨ લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની થઇ પરિપૂર્તિ
  • છોડમાં રણછોડ એ ઉકિત સમગ્ર ગુજરાતમાં સાકાર થઇ રહી છે : મુખ્યમંત્રીશ્રી
  •  રાજકોટ શહેરને ગ્રીન વન થકી હરિયાળુ બનાવાશે ‘‘રાજકોટવાસીઓ તરફથી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયેલ ખાસ જન્મદિન સોગાદ’’
  • ગ્લોબલ વોર્મિગ સામેના પડકારમાં વૃક્ષો ઉપયોગી ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિની પૂજક રહી છે :- મુખ્યમંત્રીશ્રી
  • મુખ્યમંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ સાથે “અર્બન ફોરેસ્ટ”ના અમલીકરણનો પ્રારંભ
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 15
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 15

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના વરદહસ્તે વૃક્ષારોપણ દ્વારા આ નવા પ્રકલ્પનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે વનમહોત્સવ દરમ્યાન ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર થશે. છોડમાં રણછોડ એ સમગ્ર ગુજરાતમાં સાકાર થઇ રહ્યું છે. ગ્રીન વન થકી રાજકોટ શહેર પણ પ્રદૂષણમુક્ત સ્વચ્છ હવામાનયુક્ત બનશે. રાજકોટમાં પ્રકૃતિની જાળવણીનું અદકેરૂં કાર્ય થઇ રહ્યુ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 14
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 14

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, કિશાન ગૌ-શાળા સામે આવેલ  “ગ્રિનબેલ્ટ” હેતુની ૪૭ એકર પૈકીની ખુલ્લી જમીનમાં કુદરતી ભાગોને વિચલિત કર્યા વિના સ્થાનિક ભૌગોલિક સ્થિતી તેમજ પિયત વિગેરેની અનુકુળતા ધરાવતા જુદી જુદી ૧૮ થી ૨૨ જાતના અંદાજે ૨૨૯૯૫ની બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક ‘આર્યુવૈદિક ઉદ્યાન’ બનાવવામાં આવી રહ્યો છે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 13
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 13

શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનું લક્ષ્ય છે તેમાં શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારોના સહકારથી ૧.૭૭ લાખ વ્રુક્ષો વવાઈ ચૂક્યા છે અને મુખ્યમંત્રીશ્રીના જન્મદિન તા.૨ ઓગસ્ટે ૨ લાખ વૃક્ષોનો લક્ષ્યાંક પરિપૂર્ણ થયો છે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 12
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 12

આ અવસરે સૌએ ગ્રીન પ્લેસ અર્થાત શહેરમાં હરિયાળી સર્જવાના શપથ પણ લીધા હતા. આ અર્બન ફોરેસ્ટમાં ૪૭ એકરમાં કુલ ૧૮ બ્લોક રચવામાં આવશે અને વિવિધ સંસ્થાઓને તે ફાળવી તેમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ થશે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 11
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 11

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી કહ્યુ કે, ગ્લોબલ વોર્મિંગ સામે પડકાર ઝીલી વૃક્ષોનુ જતન થઇ રહ્યુ છે. રાજકોટ શહેરને હરિયાળુ બનાવવા ગ્રીન વન બનાવવામાં આવી રહ્યુ છે આ ભેટ થકી મને મારો જન્મદિન યાદ રહેશે કે, રાજકોટમાં એક આદર્શ  વન પ્રજા માટે ઉભુ થવાનું છે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 08
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 08

જીવથી શિવ અને છોડમાં રણછોડ જોનારાની આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિની પૂજા કરનારી  છે.  હરિયાળા વન થકી શ્રાવણ મહિનામા આ પવિત્ર કાર્ય દ્વારા માનવ જાતના કલ્યાણ માટે કાર્ય થયુ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 04
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 04

વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનું કામ રાજકોટમા થઇ રહ્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટમાં પર્યાવરણનુ જતન કરનારા વૃક્ષોનો ઉછેર કરનારા પર્યાવરણ પ્રેમીઓનો આભાર વ્યકત કર્યો.

Related Posts
1 of 481
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 03
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 03

વનમંત્રી ગણપત વસાવાએ મુખ્યમંત્રીશ્રીને ગુજરાતની પ્રજાવતી જન્મદિનની શુભકામના પાઠવી હતી. સાથે જ પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગ સામે લડત એ આજના વિશ્વની આવશ્યક્તા છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતીમાં વૃક્ષનો મહિમા છે તેમ પણ ઉમેર્યુ હતું.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 02
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 02

આપણે આજે પણ વૃક્ષને પૂજીએ છીએ ત્યારે આજે વધુમાં વધુ વૃક્ષનું વાવેતર થાય અને તેનું જતન થાય તે  જરૂરી છે. ‘વન મહોત્સવ’ની આવતીકાલે થનારી ઉજવણી વિશે વાત કરતા તેમણે સમગ્ર ગુજરાતમાં ૧૦ કરોડ વૃક્ષોના વાવેતરના મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને વધાવ્યો હતો અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાને અર્બન ફોરેસ્ટના પ્રકલ્પ માટે અભિનંદન આપ્યા હતા.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 01
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 01

મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને જન્મદીનની શુભેચ્છા પાઠવી કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ જળ અને પર્યાવરણના જતન માટે અભિયાન શરૂ કર્યુ છે. તેમાં રાજકોટ મહાનગરપાલિકા અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાના સહકારથી વૃક્ષારોપણના કાર્યક્રમો રાજકોટમાં થઇ રહ્યા છે. રાજકોટના નવા બનેલ અટલ સરોવરમાં પણ નવા જળનું આગમન થયુ છે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 31
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 31

અત્રે એ ઉલ્લેખનીય છે કે “સ્થળ અને જળના સંગમ” અને હરવા ફરવાના સ્થળ અને રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ વિસ્તારના પ્રાક્રૃતિક ખોળે આવતા “યાયાવર” પક્ષીઓને રેસ્ટીંગ-બ્રિડીંગ સ્થળ અને ફુડ મળી રહે તે પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને તેમાં ઉમેરો થાય અને રાજકોટની ગણના પર્યાવરણીય ક્ષેત્રે વિશેષથી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 23
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 23

આ વિસ્તારની ટોપોગ્રાફી ધ્યાને રાખી આ જગ્યામાં આંતરિક રસ્તાઓ વિગેરે બનાવી નજીકના ભવિષ્યમાં આંતરિક ભાગો પણ હરવા ફરવા માટેનું માધ્યમ બની રહેશે. આમાં જગ્યાઓને અનુરૂપ નાના મોટા ૭ સ્થળોએ “જળસંચય”ની કામગીરીની અમલવારી થઇ છે. આ વિસ્તારમાં આવનારા સહેલાણી માટે બેઠક વ્યવસ્થાના રૂપમાં “ગજીબો” તેમજ વિહંગાવલોકન માટે બે “વોચ ટાવર” પણ બનવા જઇ રહ્યા છે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 28
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 28

આ જગ્યામાં વાવેતર થનાર વૃક્ષોના ઉછેર, વિકાસ અને જાળવણી માટે સ્થાનિકેથી વહી જતા  બિન પીવાલાયક પાણીનો ઉપયોગ કરવામાં આવશે. આમ આ ઉદ્યાન એ રાજકોટવાસીઓ માટે પર્યટનના નવા જ સ્થળ તરીકે નૂતન ભેટ બની રહેશે.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 22
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 22

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, શ્રીમતી અંજલિબેન રૂપાણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેષભાઇ મીરાણી, રાજુભાઇ ધુ્વ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, સી.સી.એફ સંજીવ ત્યાગી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા.

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 24
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 24

સ્વાગત પ્રવચન મ્યુ.કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ રિ સર્જન્ટ રાજકોટ પુસ્તકનું વિમોચન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણનું જતન કરનાર સમાજ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કર્યુ હતુ. (પી.આર.ઓ./જિતેન્દ્ર રામી)

Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 30
Rajkot Khate Urban Forest Ayurvedic Udhyan Nu Aayojana 30

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More