રાજયમાં ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ

રાજ્ય સરકાર ખેડુતોની પડખે ઉભી છે - મંત્રીશ્રી આર.સી. ફળદુ

જૂનાગઢ,તા.૧ ભારત સરકાર દ્વારા મગફળી સહિત અન્ય ખેતી જણસોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજયમાં કુલ ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીનો આરંભ થઈ ચૂકયો છે. આજે જૂનાગઢ સરકીટ હાઉસનાં મધ્યસ્થ ખંડમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે રાજ્યની સરકાર ખેડુતોની પડખે ઉભી છે. આ વરસે વ્યાપક માત્રામાં વરસાદ થવાથી ખેત ઉત્પાદનનાં લણણીમાં થયેલ નુકશાનીમાં ખેડુતોને સહાયરુપ બની શકાય તે રીતે કામગીરી થઇ રહી છે.

Rajayama 145 Kendro Parthi Tekana Bhave Magfali Kharidi No Arambha 01
184

Get real time updates directly on you device, subscribe now.

રાજયમાં ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ

ભારત સરકાર દ્વારા મગફળી સહિત અન્ય ખેતી જણસોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજયમાં કુલ ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીનો આરંભ થઈ ચૂકયો છે. આજે જૂનાગઢ સરકીટ હાઉસનાં મધ્યસ્થ ખંડમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે રાજ્યની સરકાર ખેડુતોની પડખે ઉભી છે. આ વરસે વ્યાપક માત્રામાં વરસાદ થવાથી ખેત ઉત્પાદનનાં લણણીમાં થયેલ નુકશાનીમાં ખેડુતોને સહાયરુપ બની શકાય તે રીતે કામગીરી થઇ રહી છે.

  • રાજ્ય સરકાર ખેડુતોની પડખે ઉભી છે – મંત્રીશ્રી આર.સી. ફળદુ
  • કૃષિમંત્રીશ્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદમાં ટેકાનાભાવે મગફળી ખરીદી અને વ્યાપક વરસાદથી ખેડુતોનાં ખેતરોમાં પાકને નુકશાની સર્વે અંગે આપી વિગતો
Related Posts
1 of 359

આ તકે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવ અન્વયે રાજય સરકાર દ્વારા ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. જેને કૃષિ વિભાગે પરવાનગી આપવામાં આવેલ છે. રાજયભરમાં આજથી નોડલ એજન્સી નાફેડના માધ્યમથી અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૧૪૫ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ થઈ ચૂકયો છે. મંત્રીશ્રી આર.સી.ફળદુએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારમાં  દરખાસ્ત મોકલવામાં આવેલ હતી.

Also You like to read
1 of 171
Rajayama 145 Kendro Parthi Tekana Bhave Magfali Kharidi No Arambha 01
Rajayama 145 Kendro Parthi Tekana Bhave Magfali Kharidi No Arambha 01

વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, નક્કી થયેલા કુલ ૧૪૫ કેન્દ્રો પરથી રાજય સરકાર નાફેડ ના પરમર્શમાં  રહી આ વખત બોરીમાં ૩૦ કિલો ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલ મગફળી ખરીદીમાં  ખેડૂતોને રજીસ્ટ્રશેનના આધારે  અગ્રતા ક્રમ મુજબ ૨૫-૨૫ ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવામાં આવેલ છે. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને મગફળી ગુણી/બોરીને મશીનથી સીલાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલમાં કમોસમી વરસાદ અને ક્રોપહાર્વેસટીંગ માટે ખેડૂતો પોતાનો ખેત ઉત્પાદીત માલ રજીસ્ટ્રેશનનાં દિવસે પાક લણણી વરસાદના કારણે તૈયાર ન થવાથી પહોંચી શકાયા હોય તેઓ માટે  અઠવાડિયાના છેલ્લા  દિવસોમાં મગફળી ખરીદી લેવાશે એમ જણાવ્યું હતુ. આ ઉપરાંત ખેડૂતો જિલ્લા કલેકટરને પણ  આ અંગે ફરિયાદ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો અને સમૃદ્ધ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો માટે અલગ અલગ સ્રોતનો ઉપયોગ કરીને તેમણે વધુ ને નધુ લાભ આપવાનું મંત્રીશ્રી જણાવ્યું હતુ.

મંત્રીશ્રીએ આ તકે જણાવ્યુ હતુ કે મગફળીનો ટેકાનો ભાવ રૂા. ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે રજીસ્ટ્રેશન થયેલ ખેડુતોએ વરસાદનાં કારણે કોઇ કારણવશ નિર્ધારીત તારીખ ચુકી જવાય તો પણ ચિંતા ના કરવા જણાવ્યુ હતુ. જે ખેડુતોને પાકમાં વરસાદથી નુકશાન થયાની બાબતો છે તેમણે ટોલફ્રી નંબર ઉપરાંત તાલુકા પંચાયતનાં વીસ્તરણ અધીકારીને લેખીત જાણ કરી શકશે. આ તકે મંત્રીશ્રી સાથે જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી ડો.સૈારભ પારઘી , ડીડીઓશ્રી પ્રવીણ ચૈાધરી, શ્રી શશીકાંતભાઈ ભીમાણી, શ્રી કીરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More