- Advertisement -

રાજકોટ ખાતે કલાઉત્સવ – ૨૦૨૦નો કલેકટર રેમ્યા મોહનના હસ્તે પ્રારંભ

રાજકોટ સ્થિત “ કલા સ્ટેશન”  ખાતે  ‘કલાઉત્સવ – ૨૦૨૦’ નો કલેકટર શ્રી રેમ્યા મોહનના હસ્તે થયેલ પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને જિલ્લા કલેક્ટર કચેરી,રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત કલેક્ટર કચેરી સ્થિત કલા સ્ટેશન ખાતે “કલા ઉત્સવ -૨૦૨૦” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ કલેક્ટર સુશ્રી રેમ્યા મોહન તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ દિપ પ્રાગટ્ય વડે કર્યો હતો.

Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 01

- Advertisement -

- Advertisement -

159

Get real time updates directly on you device, subscribe now.

Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 03
Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 03

આ તકે કલેક્ટર સુશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કલા સ્ટેશન એક અલગ જ પ્રોજેક્ટ છે કારણ કે સમગ્ર ભારતમાં એકમાત્ર કલેક્ટર કચેરીમાં જ કલા સ્ટેશન છે. જ્યા જાણીતા કલાકારો અને નવોદિત કલાકારોને પુરતી તકો મળે. તેમને પ્રોત્સાહન મળે તથા જેનો મહત્તમ લોકોને લાભ મળે.

Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 04
Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 04
Related Posts
1 of 443

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણીએ સાહિત્ય અને કલા પ્રત્યે યુવા કલાકારો ચાહના વધે તથા તેમનામાં રેલી સુષુપ્ત કલા કૌશલ્યને બહાર લાવી નીખાર આપી શકાય તે માટે આ કલા સ્ટેશન મહત્વપૂર્ણ બની રહેશે તેવી શુભેચ્છા સાથે તમામ કલાકાર વૃંદોને આવકાર આપી બીરદાવી હતી.

“કલા ઉત્સવ -૨૦૨૦” કાર્યક્રમમાં અર્જુનલાલ હિરાણી કોલેજના મીર આદીલ દ્વારા હળવું કંઠય સંગીત, ધર્મેન્દ્રસિંહજી કોલેજના ઉત્તમ મારૂ દ્વારા શાસ્ત્રીય કંઠ્ય સંગીત, અર્જુનલાલ હિરાણી કોલેજના પંડયા યશ દ્વારા શાસ્ત્રીય વાદ્ય સંગીત (તાલ વાદ્ય), મિમીક્રી અભિનય ટી.એન.રાવ કોલેજના જાની આદિત્ય, મુક અભિનય ક્રાઇસ્ટ કોલેજ, સમુહગીત, અર્જુનલાલ હિરાણી કોલેજ, પ્રાચિનરાસ એમ.એન. વિરાણી કોલેજ, શાસ્ત્રીય નૃત્ય ક્રાઇટસ કોલેજ તથા સમુહ પ્રાર્થના / વંદના અર્જુનલાલ હિરાણી કોલેજ જેવી વિવિધ કૃતીઓ રજૂ કરાઇ હતી.

Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 01
Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 01

કાર્યક્રમના અંતે કલેકટર સુશ્રી રેમ્યા મોહન, ચાન્સેલર ડો. વિજયભાઇ દેસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી પરીમલ પંડયા સહિત મહાનુભાવો હસ્તે કૃતિ રજુ કરનાર વૃંદ અને કલાકારોને ટોફ્રી અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્યશ્રી નીદત્ત બારોટ, કેળવણીકાર શ્રી મેહુલ રૂપાણી સહિત કલા સ્ટેશન સંચાલક સમીતીના સભ્યો. અને મોટી સંખ્યામાં કલાકારો અને યુવાનો ઉપસ્થિત રહયા હતા.

Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 02
Rajkot Khate Kala Utsav 2020no Collector Remya Mohan Na Haste Prarambha 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More