- Advertisement -

રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પુસ્તકમેળાનાં શ્રીગણેશ

૭૧મા ગણતંત્ર દિવસની રાજયકક્ષાની ઉજવણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઉત્સાહ ભર્યા માહોલમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે બહુઆયામી પુસ્તકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલ અને ઋજુ પ્રકૃતિની પ્રતીતિ કરાવતાં કહ્યું હતું કે રાજકોટ ખાતે થઇ રહેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે પુસ્તક મેળાના આયોજનથી સોનામાં સુગંધ ભળી છે. આ મેળામાં પ્રદર્શિત થનારા વિવિધ પુસ્તકોમાંથી કોઇપણ વર્ગનો વાચક પોતાની રુચિ મુજબનું કશુંક તો પામી જ શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 16

- Advertisement -

- Advertisement -

37

Get real time updates directly on you device, subscribe now.

રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પુસ્તકમેળાનાં શ્રીગણેશ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઉત્સાહ ભર્યા માહોલમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે બહુઆયામી પુસ્તકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલ અને ઋજુ પ્રકૃતિની પ્રતીતિ કરાવતાં કહ્યું હતું કે રાજકોટ ખાતે થઇ રહેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે પુસ્તક મેળાના આયોજનથી સોનામાં સુગંધ ભળી છે. આ મેળામાં પ્રદર્શિત થનારા વિવિધ પુસ્તકોમાંથી કોઇપણ વર્ગનો વાચક પોતાની રુચિ મુજબનું કશુંક તો પામી જ શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 01
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 01
  • ૭૧મા ગણતંત્ર દિવસની રાજયકક્ષાની ઉજવણી
  • રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બહુઆયામી પુસ્તકમેળાનાં શ્રીગણેશ
  • પુસ્તક મેળાના આયોજનથી સોનામાં સુગંધ ભળી : ભવિષ્યના ભારતના નિર્માણ માટે આ પુસ્તક મેળો સીમાચિહ્ન રૂપ સાબિત થવાનો મુખ્યમંત્રીશ્રીનો આશાવાદ
  • શિક્ષિત પ્રજા સમૃદ્ધ લોકશાહીની સર્જક બનવા શક્તિમાન :મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 02
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 02

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, જે લોકશાહીમાં પ્રજા શિક્ષિત હશે, તે પ્રજા જ સમૃદ્ધ લોકશાહીની સર્જક બનવા શક્તિમાન બનશે. આ માટે તેમણે પોતાના શાસક પસંદ કરવાની નાગરિકોની શક્તિના સ્રોત તરીકે પુસ્તકોના મહત્વ પર ભાર મુકયો હતો. જીવન ઘડતરમાં પુસ્તકોનું પ્રદાન અમૂલ્ય હોવાનો મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આ પુસ્તક મેળામાં સાનંદ સ્વીકાર કર્યો હતો. અને પુસ્તક વાંચનને પરિણામે પોતાના જીવનમાં થયેલા સત્વશીલ પરિવર્તનની ટૂંકીગાથા પણ આલેખી હતી.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 03
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 03

શ્રી રૂપાણીએ ભવિષ્યના ભારતના નિર્માણ માટે આ પુસ્તક મેળો સીમાચિહ્ન રૂપ સાબિત થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પુસ્તકોથી થતા અપ્રત્યક્ષ લાભો પર પ્રકાશ પાડતાં કહયું હતું કે, આજના યુવાનોને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં, ઉમદાચારિત્ર્યનું નિર્માણ કરવામાં, જ્ઞાન સંવર્ધનમાં અને શિક્ષિત-દિક્ષિત બનવામાં આ પુસ્તક મેળો મહત્વનો સાબિત થશે.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 04
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 04

પુસ્તક મેળામાં ઉપસ્થિત યુવાનોને આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, અત્રે ઉપસ્થિત યુવાનો આ મેળામાંથી પોતાના પરિવારના તમામ સભ્યો માટે એક-એક પુસ્તક ખરીદે તો ભવિષ્યનીપેઢી તેમની સદા ઋણી રહેશે. આ પુસ્તક મેળા દરમિયાન યોજાનારા વિવિધ વિષયો પરની વ્યાખ્યાન શ્રેણીસમૂહ ચર્ચા, પરિસંવાદ વગેરેનો લાભ લેવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને અનુરોધ કર્યો હતો.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 05
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 05
Related Posts
1 of 484

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતેના તેમના ભૂતકાળના સંસ્મરણો ભાવુક સ્વરે વાગોળ્યા હતા. જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ છાત્રોના જીવનમાં અભ્યાસ અને વાંચનનું મહત્વ સમજાવતાં વિવિધ પૈારાણિક દ્રષ્ટાંતો ટાંકયા હતા. વિદ્યાર્થીકાળમાં અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને સદવાંચન થકી ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રવૃત્ત થવા તેમણે યુવા છાત્રોને હાકલ કરી હતી.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 06
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 06

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટમાં થઇ રહેલી રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસના પટાંગણમાં સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનાં શ્રીગણેશ થયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રથમ ડોમ પાસે રીબીન કાપી પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ અને ઇન્ડોર શૂટિંગ રેન્જનું ડિજિટલ તકતી અનાવરણ વડે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 07
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 07

મુખ્યમંત્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી પુસ્તક મેળાનો વિધિવત શુભારંભ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિનભાઈ પેથાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય શહેર શ્રેષ્ઠ મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કર્યું હતું. મેયર શ્રી બીનાબેન આચાર્યએ પુસ્તકમેળાના આયોજનની રૂપરેખા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં કાર્યરત વિવિધ લાઇબ્રેરીઓની આંકડાકીય વિગતો આપી હતી.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 08
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 08

ગુજરાત સરકારના વાંચે ગુજરાતઅભિયાન અંતર્ગત તા:૨૫ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તરવરાટ સાહિત્ય સંધ્યા, શબ્દસંવાદ, ઓથર્સ કોર્નર અને એન્ટરપ્રિન્યોર સાથે વાર્તાલાપ, સર્જન વર્કશોપ અને બાળકોને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ બુક ફેરમાંથી રાજકોટવાસીઓ વિખ્યાત પ્રકાશકોના અંદાજે ૨૫૦થી વધુ બુક સ્ટોલમાંથી વિવિધ વિષયોને લગતા પુસ્તકો મેળવી શકશે. આ બુક ફેરની લાઈવ અપડેટ www.saurashtrabookfair.in વેબસાઈટ ઉપરથી તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલપેજ પરથી મળી શકશે.

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 09
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 09

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અને અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી શ્રી નીતિનભાઈ ભારધ્વાજ, અંજલીબેન રૂપાણી, કમલેશભાઈ મીરાણી, કલેકટર રેમ્યા મોહન, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ તથા સેનેટ સભ્યો, વિવિધ ભવનોના વડાઓ, છાત્રો તથા મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન ડૉ. રામાનુજે કર્યુ હતું. (જિતેન્‍દ્રરામી)

Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 10
Rajkot Khate Mukhyamantri Vijayabhai Rupani Na Haste Pustakamelana Sriganesa 10

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By:gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More