રાજકોટમાં ખેલમહાકુંભમાં ૩૪ રમતોનો સમાવેશ

2,161

Get real time updates directly on you device, subscribe now.

રાજયના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ-૨૦૧૮ નું આયોજન ખેલમહાકુંભમાં ૩૪ રમતોનો સમાવેશ

Related Posts
1 of 300

રાજકોટ, તા. ૧૯ , સપ્ટેમ્બરઃ ગુજરાત રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ-૨૦૧૮ નું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદેશ રાજય સરકારે ગુજરાતના નાગરિકોની ખેલદિલીને આગળ વધારવા માટે ખેલ મહાકુંભને એક વાર્ષિક રમતોત્સવ તરીકે સંસ્થાકીય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. ખેલમહાકુંભમાં ખેલકુદના વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. સ્વાસ્થ્યને જાગૃત કરવામાં આવે છે.

khel mahakumbh

આ ખેલમહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળાકક્ષા/ગ્રામ્યકક્ષા/સી.આર.સી. કક્ષાએ થી તાલુકા કક્ષાએ અને ત્યાર પછી જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભમાં કુલ ૩૪ રમતોનો ૭ વયજુથમાં સમાવેશ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. વયજુથમાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અંડર-૧૭, ઓપન વયજુથ, અબવ-૪૦ અને અબવ-૬૦ નો સમાવેશ થાય છે.

Also You like to read
1 of 6

Khel Mahakumbh

રાજકોટ ગ્રામ્ય માટે ખેલ મહાકુંભ-૨૦૧૮ની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમાં સોફટ ટેનીસ, રૂબી અને સ્પોર્ટ કલીપનીંગ કોમ્પીટેશનનો સમાવેશ કરાયેલ છે.

આ ખેલમહાકુંભ-૨૦૧૮ની સ્પર્ધાઓનું સમયપત્રક આ મુજબ રહેશે. શાળા/ ગ્રામ્યકક્ષા સ્પર્ધાઓ, તા. ૧૯/ ૯/ ૨૦૧૮થી તા. ૨૧/ ૯/ ૨૦૧૮ તાલુકા કક્ષા સ્પર્ધાઓ તા.૨૨/ ૯/ ૨૦૧૮થી તા. ૨૬/ ૯/ ૨૦૧૮ જિલ્લા કક્ષા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધાઓ તા. ૨૦/ ૧૦/ ૨૦૧૮થી તા.૩/ ૧૧/ ૨૦૧૮ અને રાજયકક્ષા સ્પર્ધાઓ તા.૧/ ૧૨/ ૨૦૧૮થી તા.૩૧/ ૧૨/ ૨૦૧૮ સુધી યોજાશે.

Khel Mahakumbh for Divyang

રાજકોટ જિલ્લાના ખેલ મહાકુંભનું સંચાલન જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, રાજકોટ(ગ્રામ્ય), ૫/૫ બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ(૦૨૮૧- ૨૪૪૦૦૮૧) ઇમેઇલઃ- dsorajkotrural@gmail.com ને સોંપવામાં આવેલ છે. આ માટે ખેલાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એ તેમનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More