- Advertisement -

રાજકોટના યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજાના ત્રિદિવસીય રાજતિલક સમારંભની પુર્ણાહુતિ

રાજકોટના યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજાના ત્રિદિવસીય રાજતિલક સમારંભની પુર્ણાહુતિ : દેશના રાજવીઓ, સંતો, વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ

રાજકોટના રાજવી પરિવારના સભ્ય શ્રી માંધાતાસિંહજીનો ત્રિદિવસીય રાજતિલક સમારંભ આજે રાજકોટ ખાતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે યુવરાજ શ્રી માંધાતાસિંહજીને રાજ્ય સરકાર વતી શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે શ્રી માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક પ્રસંગ એ રાજકોટના રાજવી પરિવારના ભવ્ય ઇતિહાસની શિરમોર કલગી છે.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 25

- Advertisement -

- Advertisement -

20

Get real time updates directly on you device, subscribe now.

રાજકોટના યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજાના ત્રિદિવસીય રાજતિલક સમારંભની પુર્ણાહુતિ

રાજકોટના યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજાના ત્રિદિવસીય રાજતિલક સમારંભની પુર્ણાહુતિ : દેશના રાજવીઓ, સંતો, વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 01
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 01

રાજકોટના રાજવી પરિવારના સભ્ય શ્રી માંધાતાસિંહજીનો ત્રિદિવસીય રાજતિલક સમારંભ આજે રાજકોટ ખાતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે યુવરાજ શ્રી માંધાતાસિંહજીને રાજ્ય સરકાર વતી શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે શ્રી માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક પ્રસંગ એ રાજકોટના રાજવી પરિવારના ભવ્ય ઇતિહાસની શિરમોર કલગી છે.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 02
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 02

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી : –

  • લોકશાહી શાસન વ્યવસ્થાનું ઉતરદાયિત્વ નિભાવવા કટિબદ્ધતા વ્યકત કરતા યુવરાજ શ્રી માંધાતાસિંહજી
  • અતૂટ રાષ્ટ્રવાદ અને લોકશાહીમાં શ્રદ્ધા એ જ રાજ્ય વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે
  • પ્રજાકીય પડકારોનો સ્વીકાર કરવાની હામ ભીડવીએ રાજવી પરંપરા છે
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 03
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 03

આ ભવ્ય વારસાનો સક્ષમતાપૂર્વક વહન કરવા બદલ શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવરાજશ્રીને ધન્યવાદ આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાષ્ટ્રપિતા ગાંધીજી અને લોહપુરુષ સરદાર પટેલનું સ્મરણ કરતાં રાજકોટની રાજવી પરંપરાની યશગાથાનું ટૂકું આલેખન કર્યું હતું અને પ્રજાકીય પડકારોનો સ્વીકાર કરવાની હામભીડવી એ રાજકોટની રાજવી પરંપરા રહી છે, એવો સગૌરવ ઉલ્લેખ કર્યો હતો. ઐતિહાસિક પરંપરાનું માનબિંદુ પુનઃસ્થાપિત કરવા બદલ શ્રી માંધાતાસિંહજીની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 04
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 04

મુખ્યમંત્રીશ્રીએ દેશના ગૌરવશાળી અતીતમાં ડોકિયું કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદ અને લોકશાહી વ્યવસ્થામાં શ્રદ્ધા એ જ રાજ્યવ્યવસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ધર્મદંડને કેન્દ્રમાં રાખીને રાજદંડ નિભાવવાની પ્રથા સાંપ્રત સમયની માંગ છે, ત્યારે ભૂતકાળ અને વર્તમાનકાળનો યોગ્ય સમન્વય કરી પ્રજાને સર્વોપરીસ્થાને બેસાડવાનો જ સમગ્ર રાજ્ય વ્યવસ્થાનો આશય સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચ રાજવી પરંપરને આગળ ધપાવવા શ્રી માંધાતાસિંહજીને શુભકામના પાઠવી હતી.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 05
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 05
Related Posts
1 of 484

રાજકોટના સ્થાપક શ્રી વિભાજી ઠાકોરના ૧૭મા વંશજ અને ૪૧૦ વર્ષોના વારસાના વાહક તરીકે રાજ્યાભિષેક પામનાર રાજવી શ્રી માંધાતાસિંહજીએ સનાતન ધર્મનું પાલન કરવાના શપથ લીધા હતા. પૌરાણિક રાજાશાહીનો વારસો અને વર્તમાન લોકશાહીના સમન્વય સમી રાજયની હાલની શાસન વ્યવસ્થાનું યોગ્ય ઉતરદાયિત્વ સંભાળવા શ્રી માંધાતાસિંહજીએ કટિબદ્ધતા વ્યકત કરી હતી અને ૨૦૦ વર્ષ જૂના દરબારગઢને મ્યુઝીયમ બનાવી રાજકોટ શહેરની જનતાને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 06
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 06

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યાભિષેક ગ્રહણ કરનાર રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહ જાડેજાને રાજતિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. દ્વારકા શક્તિપીઠના આચાર્યશ્રી દંડીસ્વામી સહિતના દેશના ધાર્મિક વડાઓ, વિભિન્ન પ્રાન્તના રાજવીઓ તથા તેમના પ્રતિનિધિઓ, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ પટેલ, બાન લેબ્ઝના ચેરમેન શ્રી મૌલેશ ઉકાણી વગેરેએ નવનિયુકત ઠાકોર શ્રી માંધાતાસિંહજીને રાજ તિલક કરી પોંખ્યા હતા.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 07
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 07

યુવરાજ શ્રી માંધાતાસિંહજીએ રાજશાસ્ત્રી શ્રી કૌશિકભાઇ ત્રિવેદીને માનપત્ર એનાયત કર્યું હતું. વિશાળ શમિયાણામાં રાજતિલક પ્રસંગે રચાયેલા વિવિધ કાવ્યોનું પઠન કરાયું હતું. શ્રી માંધાતાસિંહજીએ ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. દંડસ્પર્શ વિધાન, વંશપરંપરાગત તલવારનું શાસ્ત્રોક્ત વિધિસર પૂજન, પોષાક દંડ વિધિ વગેરે વિધિઓ આ પ્રસંગે યોજાઇ હતી. રાષ્ટ્રગાનની સુરાવલિઓ વચ્ચે રાજકોટ રાજ્યના અને ભારત દેશના ધ્વજને ઉપસ્થિત સૌએ સલામી આપી હતી. મેયર શ્રી બીનાબેન આચાર્યએ સમગ્ર રાજકોટ શહેર વતી શ્રી માંધાતાસિંહજી જાડેજાને સન્માન અર્ધ્ય એનાયત કર્યુ હતું.

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 08
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 08

આ પ્રસંગે મંત્રીઓ સર્વ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખ ભંડેરી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરીયા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વેશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, અંજલિબેન રૂપાણી, કલેક્ટર શ્રી રેમ્યા મોહન પોલિસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, દેશના રાજવી પરિવારના સભ્યો, રાજકોટ રાજઘરાનાના સદસ્યો, વિદેશી નાગરિકો તથા વિશાળ સંખ્યા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. (જિતેન્દ્રરામી)

Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 09
Rajkot Na Yuvaraj Shri Mandhatasinh Jadeja Na Tridivasiy Rajatilak Samarambha Ni Purnahuti 09

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More