રાજપીપલામાં રન ફોર યુનિટી-એકતા દોડ યોજાશે

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે

તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉવજણીના ભાગરૂપે રાજપીપલામાં સવારે ૭:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ યોજાશે, જેને સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા સહિતના અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાશે.

Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 01
312

Get real time updates directly on you device, subscribe now.

રાજપીપલામાં રન ફોર યુનિટી-એકતા દોડ યોજાશે

તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉવજણીના ભાગરૂપે રાજપીપલામાં સવારે ૭:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ યોજાશે, જેને સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા સહિતના અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાશે.

  • તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે
  • જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલના અધ્યક્ષપદે “રન ફોર યુનિટી-એકતા દોડ” ના સુચારા આયોજન અંગે યોજાઇ બેઠક
Related Posts
1 of 359
Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 04
Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 04

જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ આજે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે આગામી તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનું સુચારૂ આયોજન ઘડી કાઢવા યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી ઉપર મુજબ સંબોધી રહયાં હતા. આ કાર્યક્રમમાં અંદાજે ૫૦૦ થી પણ વધુ લોકો જોડાય તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવા અમલીકરણ અધિકારીઓને શ્રી પટેલે અનુરોધ કર્યો હતો.

Also You like to read
1 of 171
Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 03
Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 03

રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા “રન ફોર યુનિટી-એકતા દોડ” ના આ કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ, વેપારી મહામંડળના સભ્યો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ વગેરે તેમાં જોડાશે. રાષ્ટ્રિય એકતા દિવસ તરીકેની ઉવજણીના ભાગરૂપે રાજપીપલામાં યોજાનારા આ “રન ફોર યુનિટી-એકતા દોડ” માં ભાગ લેનારા લોકો બેનર્સ-પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની એકતા દોડ રાજપીપલા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન થઇ સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચશે અને ત્યાં સમાપન થશે. આ પ્રસંગે રાષ્ટ્રિય એકતાના સામૂહિક શપથ પણ લેવડાવાશે.

Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 02
Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 02

આજે યોજાયેલી ઉકત બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક સૂશ્રી સી.એન.ચૌધરી, પ્રોટોકોલના નાયબ કલેકટરશ્રી બી.એ.અસારી, જિલ્લા શિક્ષણ તાલીભવનના પ્રાચાર્યશ્રી એમ.જી.શેખ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. નિપાબેન પટેલ, વેપારી મહામંડળના હોદે્દારશ્રીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અમિત પંડયા, જિલ્લા-યુવા અધિકારીશ્રી બી.એ.હાથલીયા સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 01
Rajpipla Ma Run For Unity Ekata Doda Yojase 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More