- Advertisement -

રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હરહંમેશાં તત્પર

કોમલ બારીયાના જન્મજાત કપાયેલ હોઠનું ઓપરેશન થતાં પરિવારમાં આભારની લાગણી

બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામયસ્વાસ્થ્યના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હરહંમેશાં તત્પર રહે છે. ત્યારે જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે એવા જ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલીયા ગામની બાળકી કોમલ બારીયાના જન્મજાતકપાયેલા હોઠ અંગે સારવાર મળતાં તેના પરિવારમાં ખુશી સાથે સરકારની આ યોજના અંગે આભારની લાગણી પ્રસરી છે.

Rajya Sarkara Arogya Parivar Kalyan Vibhag Hara Hamesha Tatpar 01

- Advertisement -

- Advertisement -

335

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 209
Related Posts
1 of 398

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના માખલીયા મોરંગીયા ફળિયાનારાકેશભાઇ બારીયા  જણાવે છે કે, તેઓ મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમની દિકરી કોમલના જન્મ સમયે ઘરમાં ઘણોજ આનંદ હતો. પરંતુ જ્યારે બાળકીના હોઠ કપાયેલ છે તે જાણી મારા પરીવારને ઘણું દુઃખ થયું. આ સમયે એમ થયું કે આ બાળકીની સારવાર કરવા મારા જેવા ગરીબને કયાંથી સહાય મળશે અને કોણ સહાય કરશે એજ વિચાર-ચિંતા સતત થયા કરતી હતી. તેવામાં આ બાળકી વિશે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમને જાણ થતા તેઓએ અમારા ઘરે મુલાકાત લીધી. તેઓ અમને બાળકીની સાથે કાશીબા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં કોમલનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં મારી બાળકીને ઓપરેશન કરવાથી  તેના કપાયેલા હોઠ સારા થઇ ગયા છે.

Rajya Sarkara Arogya Parivar Kalyan Vibhag Hara Hamesha Tatpar 02
Rajya Sarkara Arogya Parivar Kalyan Vibhag Hara Hamesha Tatpar 02

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ  દ્વારા ચાલતીઆ યોજનારાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને લીધે બાળકીને લાભ મળ્યો. કપાયેલા હોઠનું સફળ ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકારથી થતાં સરકારનો હું ઋણી છું . જો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ન હોત તો મારા જેવા ગરીબ પરીવારની આ બાળકીને  આજીવન આ ખામી સહન કરવી પડતી આ કાર્યક્રમથી મારી બાળકીની ખામી દૂર કરી આપી. જેથી મારી બાળકી સારુ જીવન જીવી શકશે. ફરીથી હું આ કાર્યક્રમને બિરદાવું છું. આવો લાભ મને મળ્યો તેવો લાભ સર્વેને મળશે તેવી આશા સાથે સરકારનો હું ખુબ ખુબ આભાર માનું છું.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More