રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ : તમામ તાલુકામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ : રાહત કમિશનર શ્રી કે.ડી.કાપડિયા

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ થયો છે. જેમાં ૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ તેમજ  રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં ૯૫૧થી વધુ  મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૪.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૮૪ મીટર પર પહોંચી છે, તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ શ્રી કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.

Rajyama Atyar Sudhima 117 Taka Varasad 03
468

Get real time updates directly on you device, subscribe now.

Rajyama Atyar Sudhima 117 Taka Varasad 01
Rajyama Atyar Sudhima 117 Taka Varasad 01
Related Posts
1 of 358
  • રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ : તમામ તાલુકામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ : રાહત કમિશનર શ્રી કે.ડી.કાપડિયા
  • આગામી બે-ત્રણ દિવસમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના
  • રાજ્યમાં ૮૪.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર : રાજ્યના ૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ : સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૮૪ મીટર
  • ગાંધીનગર ખાતે વેધર વૉચની બેઠક યોજાઇ
Also You like to read
1 of 170
Rajyama Atyar Sudhima 117 Taka Varasad 02
Rajyama Atyar Sudhima 117 Taka Varasad 02

ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં ૧ જૂન થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાતમાં ૨૦ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં ૪૪ ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Rajyama Atyar Sudhima 117 Taka Varasad 03
Rajyama Atyar Sudhima 117 Taka Varasad 03

નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી  સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ  નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં ૧-૧, ભરૂચ અને ગાંધીનગરમાં ૨-૨ તેમજ વાઘોડિયામાં ૪ ટીમ એમ કુલ એનડીઆરએફીની૧૫ ટીમો તહેનાત કરવામાં આવી છે તેમ, રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું. આ બેઠકમાં આરોગ્ય પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઉર્જા સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી. (જનકદેસાઇ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More