- Advertisement -

રક્ષાબંધનની ઉજવણી BSFના જવાનો સાથે

મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ રક્ષાબંધન પર્વની ઉજવણી BSFના જવાનો સાથે કરી

બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ તથા યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે ભારત પાકિસ્તાન આંતરરાષ્‍ટ્રીય સરહદ પર સીમાની સુરક્ષા કરતા જવાનોને રક્ષાસૂત્ર બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં મંત્રીશ્રીએ  ભક્તિભાવપૂર્વક નડેશ્વરી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.

Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 02

- Advertisement -

- Advertisement -

635

Get real time updates directly on you device, subscribe now.

Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 01
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 01
  • બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે
  • મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ રક્ષાબંધન પર્વની ઉજવણી BSFના જવાનો સાથે કરી
  • મંત્રીશ્રીએ સ્વતંત્રતા પર્વ ઉપર પરિવારનો અભાવ દૂર કરવા અને રક્ષાબંધનના પવિત્ર દિવસે જવાનોને રક્ષાસૂત્ર બાંધી શુભેચ્છાઓ પાઠવી
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 02
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 02

આ પ્રસંગે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, બીએસએફ જવાનોના અજોડ સાહસશૌર્ય અને વીરતાના લીધે સીમાઓ સુરક્ષિત છે અને દેશવાસીઓ શાંતિથી સુઈ શકે છે. તેમણે કહ્યું કે, દેશની રક્ષા કરતા જવાનોની બહાદુરી, પરાક્રમ અને સાહસને સલામ કરું છું. આજે સીમાઓનું રક્ષણ કરતાં જવાનોને રાખડી બાંધવાનું સૌભાગ્ય મને પ્રાપ્‍ત થયું છે જે મારા માટે આનંદનો દિવસ છે, તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ રદ કરી અખંડ ભારતના નિર્માણનું પૂજય સરદાર પટેલ સાહેબનું સપનું સાકાર કર્યુ છે જે બદલ દેશવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે.  

Related Posts
1 of 451
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 03
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 03

આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આઝાદીના ૭૨ વર્ષ પછી ગુજરાતના બે મહાન સપુતો આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ રદ કરી અખંડ અને શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કર્યુ છે જે બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે આપણા દેશની સુરક્ષા માટે સરહદ પર બીએસએફના જવાનો રાતદિવસ ખડેપગે કોઇપણ પરિસ્થિતિમાં દેશની સીમાઓનું બહાદુરી પૂર્વક રક્ષણ કરે છે. સરહદ પર જવાનોને પીવાનું શુધ્ધ પાણી મળે તે માટે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત કુલર તેમજ પાકા રસ્તાની સુવિધાઓ રાજ્ય સરકારે પુરી પાડી છે તેમ તેમણે જણાવ્યું હતું.

Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 04
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 04

પ્રારંભમાં સ્વાગત પ્રવચન બી.એસ.એફ.ના ઓફિસરશ્રી શ્રી આલોક ભૂષણે કર્યુ હતું. આ પ્રસંગે કલેકટરશ્રી સંદીપ સાગલે, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી રમીલાબેન દેસાઇ અને શ્રી રમીલાબેન બારા, સૂઇગામ તા. પંચાયત પ્રમુખશ્રી રમીલાબેન ચૌધરી, બી.એસ.એફ.ના કમાન્ડન્ડશ્રી દિપકકુમાર, સરપંચ શ્રી વિહાજી રાજપૂત, અગ્રણીઓ સર્વશ્રી અમૃતભાઇ દવે, શ્રી ઉમેદદાન ગઢવી, શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, શ્રી પ્રવિણભાઇ માળી, સૂઇગામ પ્રાંત અધિકારીશ્રી આર. બી. અસારી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં  હતાં.

Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 05
Rakshabandhan Ni Ujavani Bsf Na Javano Sathe 05

દેશની રક્ષા કરતા જવાનોને પરિવારનો અભાવ ન સાલે એટલે પરિવારનો ભાવ ઉભો કરી રક્ષાસુત્ર બાંધ્યું. જવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મંત્રીશ્રીએ પ્રેર્યા આનંદ ઉત્સાહસભર વાતાવરણમાં અદભુત ઉજવણી કરી. અમદાવાદ, મહેસાણા, પાટણની મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી.

Raksha Bandhan 2019
Image By : Raksha Bandhan 2019

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More