રક્ત એ જીવન રક્તદાન એ મહાદાન

અમદાવાદ રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રક્તદાન શિબિર આયોજક અભિવાદન સમારોહ

અમદાવાદ રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રક્તદાન શિબિર આયોજક અભિવાદન સમારોહમાં ઉદ્બોધન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, રક્તદાન કરનાર વ્યક્તિ બીજામાં પોતીકાપણું જુએ છે. રક્ત એ જીવન છે, રક્તદાન એ મહાદાન છે. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજના વિજ્ઞાને બધું જ બનાવ્યું છે પણ રક્ત નથી બનાવી શક્યું, ત્યારે રક્તદાન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. રક્તદાન બાદ શરીર ફરીથી શુદ્ધ રક્ત બનાવવામાં લાગી જાય છે એમ તેમણે ઉમેર્યું હતું.

Rakta E Jivan Raktadan E Mahadan 04
454

Get real time updates directly on you device, subscribe now.

  • અમદાવાદ રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રક્તદાન શિબિર આયોજક અભિવાદન સમારોહ
  • રક્તનો રંગ સમગ્ર માનવજાતને ધર્મભેદ, જાતિભેદ અને વર્ણભેદ ભૂલી એક થવાનો સંદેશો આપે છે ‌- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
Related Posts
1 of 358

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : –

  • રક્ત એ જીવન, રક્તદાન એ મહાદાન
  • બીજાના દુઃખ-દર્દને સમજી શકનાર રક્તદાતા સાચા અર્થમાં આદરણીય છે
Rakta E Jivan Raktadan E Mahadan 01
Rakta E Jivan Raktadan E Mahadan 01
Also You like to read
1 of 170

રાજપાલશ્રીએ કહ્યું કે, સંસાર પરિવર્તનશીલ છે, મૃત્યુ નિશ્ચિત છે પરંતુ રક્ત દ્વારા બીજાને નવજીવન આપનાર રક્તદાતા બીજાના દુઃખ-દર્દને સમજી શકનાર માનવી છે અને તે સાચા અર્થમાં આદરણીય છે. રાજ્યપાલશ્રીએ અમદાવાદ રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિ:શુલ્ક રક્ત પુરુ પાડવાની પ્રવૃત્તિને બિરદાવી હતી.

Rakta E Jivan Raktadan E Mahadan 02
Rakta E Jivan Raktadan E Mahadan 02

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, રક્તનો રંગ સમગ્ર માનવજાતને ધર્મભેદ, જાતિભેદ અને વર્ણભેદ ભૂલી એક થવાનો સંદેશો આપે છે. રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી કિરણ ચુડગરે રેડક્રોસ સોસાયટીના સહકાર અને માર્ગદર્શનથી અમદાવાદની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત રક્તદાન શિબિરની માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ રેડક્રોસ સોસાયટીની વિવિધ પ્રવૃતિઓની સઘળી જાણકારી આપી હતી.

Rakta E Jivan Raktadan E Mahadan 03
Rakta E Jivan Raktadan E Mahadan 03

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા અમદાવાદની વિવિધ સંસ્થાઓનું રક્તદાન શિબિર યોજવા બદલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે, રેડક્રોસ સોસાયટી અમદાવાદના પ્રમુખશ્રી કિરણ ચુડાગર, ઉપપ્રમુખશ્રી હર્ષ શાહ, રક્તદાન શિબિર આયોજક સંસ્થાના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Rakta E Jivan Raktadan E Mahadan 04
Rakta E Jivan Raktadan E Mahadan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More