- Advertisement -

રક્તપિત્તના રોગની સમજ અને જાગૃતિ કેળવવા સ્પર્શ જનજાગૃતિ અભિયાન

લોકોમાં રક્તપિત્તના રોગની સમજ અને જાગૃતિ કેળવવા સ્પર્શ જનજાગૃતિ અભિયાન

Leprosy

- Advertisement -

- Advertisement -

123

Get real time updates directly on you device, subscribe now.

રક્તપિત્તના રોગની સમજ અને જાગૃતિ કેળવવા સ્પર્શ જનજાગૃતિ અભિયાન..

આરોગ્ય તંત્રે ૨૦૧૯ના વર્ષમાં રક્તપિત્તના ૨૩૮ નવા દર્દીઓ શોધી સારવાર શરૂ કરાવી…

સરકારી દવાખાનાઓમાં રક્તપિત્તની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે..

વડોદરા તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૦ (સોમવાર) રક્તપિત્ત એ માત્ર રોગ નથી પરંતુ એ સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા છે જેનું નિવારણ સમાજના સહયોગ થી જ શક્ય છે. એ વાતને હાર્દમાં રાખીને ગાંધી નિર્વાણ દિન તા.૩૦મી જાન્યુઆરી થી ૧૫ દિવસનું સ્પર્શ જન જાગૃતિ અભિયાન ચલાવવાનું આયોજન આરોગ્ય તંત્રના સહયોગથી રક્તપિત્ત નિયંત્રણ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. જેનો આશય લોકોમાં રક્તપિત્તના રોગની સમજ કેળવવાની સાથે એના રોગીઓ પ્રત્યે સૂગની લાગણીનું નિવારણ કરવાનો છે.

Imge by: https://www.contagionlive.com/

આ અંગે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. રાજન ફીનાવકરે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯-૨૦માં ડિસેમ્બર સુધીમાં રક્તપિત્તના ૨૩૮ નવા દર્દીઓને શોધીને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. જ્યારે સન ૨૦૧૮-૧૯માં વડોદરા જિલ્લામાં મળી આવેલા ૩૧૪ નવા દર્દીઓને સારવારનો લાભ આપવામાં આવી રહ્યો છે. એ વાત નોંધવી ઘટે કે સરકારી દવાખાનાઓમાં રક્તપિત્તની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.

Related Posts
1 of 483

શરીર પર કોઈ પણ ડાઘ જણાય તો એ રક્તપિત્ત હોય શકે છે એટલે નજીકના સરકારી દવાખાનામાં નિદાન કરાવવું હિતાવહ છે. આ રોગ માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી નામના જીવાણુઓથી થાય છે અને હવાના માધ્યમથી ફેલાતો ચેપી રોગ છે. આ રોગની સમજ અને જાગૃત્તિના અભાવે અને શરૂઆતમાં આ પ્રકારના ડાઘને લીધે રોજિંદા કામમાં નડતર ન આવતી હોવાથી બેદરકારી દાખવવામાં આવે છે જે લાંબે ગાળે અંગ વિકૃત્તિ અને અપંગતામાં પરિણામે છે, એટલે શરીર પર કોઈ ડાઘ જણાય તો ચકાસણી કરાવવાની તકેદારી લેવી જોઈએ.

image by : https://www.novartis.com/

ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધી અને વડોદરામાં જેમનું બચપણ વિત્યું એવા ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવેજી રક્તપિત્તના દર્દીઓને સામાજિક સધિયારો અને સારવારના હિમાયતી હતા. એટલે દર વર્ષે ગાંધી નિર્વાણ દિવસથી સામાજિક જાગૃત્તિ પખવાડિક ઉજવવામાં આવે છે. અત્રે એ વાતની નોંધ લેવી જોઈએ કે ધર્મ કથાઓમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલાં અનસોયા ગામે મહા સતી અનસુયાજી એ નર્મદાની માટીથી રક્તપિતગ્રસ્ત ઋષિની સેવા કરી હતી એવો ઉલ્લેખ છે.

વડોદરા સહિત રાજ્યના દક્ષિણ વિભાગના જિલ્લાઓમાં રક્તપિત્તનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. એટલે આ જિલ્લાઓમાં તા.૩૦મી જાન્યુઆરીના રોજ રક્તપિત્ત નિવારણ દિવસ રેલી અને વિવિધ જનજાગૃત્તિ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે અને તે પછી નવા દર્દીઓની શોધ તેમજ રક્તપિત્તના લક્ષણો અને સારવાર સુવિધાની જાણકારી સ્પર્શ અભિયાન દ્વારા લોકોને આપવામાં આવે છે. ડો. ફિનાવકરે જણાવ્યું કે, આ કામમાં સ્વૈચ્છિક સેવા સંસ્થાઓનો સારો સહયોગ મળે છે. તેમણે લોકોને આ ઉજવણીમાં સહયોગ આપી રક્તપિત્ત મુક્ત સમાજની રચનામાં યોગદાની બનવા અનુરોધ કર્યો છે. (મિશ્રા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More