- Advertisement -

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી જામનગર જી.જી. હોસ્પિટલ

“રાષ્ટ્રીય બાળ દિવસ” ઉજવણી નિમિતે જી.જી. હોસ્પિટલના પ્રસુતી વિભાગમાં જન્મનાર ત્રણ દિકરીઓને વહાલી દિકરી યોજનાનુ પ્રમાણપત્ર અને બેબી કિટનુ વિતરણ

૧૪મી નવેમ્બરના રોજ ઉજવાતા “રાષ્ટ્રીય બાળ દિવસ” નિમિતે જામનગર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” હેઠળ અને “વહાલી દિકરી યોજના” અંતર્ગત તા.૧૪/૧૧/૨૦૧૯ના રોજ જી.જી.હોસ્પિટલના પ્રસુતી વિભાગમાં જન્મનાર ત્રણ દિકરીઓને વહાલી દિકરી યોજનાનુ પ્રમાણપત્ર અને બેબી કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 03

- Advertisement -

- Advertisement -

319

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી જામનગર જી.જી. હોસ્પિટલ

૧૪મી નવેમ્બરના રોજ ઉજવાતા “રાષ્ટ્રીય બાળ દિવસ” નિમિતે જામનગર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” હેઠળ અને “વહાલી દિકરી યોજના” અંતર્ગત તા.૧૪/૧૧/૨૦૧૯ના રોજ જી.જી.હોસ્પિટલના પ્રસુતી વિભાગમાં જન્મનાર ત્રણ દિકરીઓને વહાલી દિકરી યોજનાનુ પ્રમાણપત્ર અને બેબી કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 01
Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 01
Related Posts
1 of 398
  • “રાષ્ટ્રીય બાળ દિવસ” ઉજવણી નિમિતે જી.જી. હોસ્પિટલના પ્રસુતી વિભાગમાં જન્મનાર ત્રણ દિકરીઓને વહાલી દિકરી યોજનાનુ પ્રમાણપત્ર અને બેબી કિટનુ વિતરણ

આજે દેશમાં બાળકીઓના ઘટી રહેલ જન્મદર પ્રમાણને સંતુલીત કરવા અને બાળકીઓના જન્મને પ્રોત્સાહિત કરી સંતુલિત સમાજની રચના કરવા માટે ભારત સરકારની “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા અમલમાં  મુકવામાં આવેલ “વહાલી દિકરી યોજના” અંતર્ગત જામનગર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા તા.૧૪/૧૧/૨૦૧૯ના જી.જી. હોસ્પિટલ ખાતે જન્મનાર ત્રણ દિકરીઓને પ્રાંત અધિકારીશ્રી જામનગર(ગ્રામ્ય)ના હસ્તે વહાલી દિકરી યોજના સહાયનુ પ્રમાણપત્ર અને બેબી કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન જી.જી. હોસ્પિટલના પ્રસુતી વિભાગમાં કરવામાં આવેલ હતું.

Also You like to read
1 of 209
Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 02
Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 02

આ કાર્યક્રમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારીશ્રી જામનગર(ગ્રામ્ય) યોગેશ ચૌધરી, ગાયનેક વિભાગ-જી.જી. હોસ્પિટલના હેડ ડૉ.નલીની આનંદ તથા વિભાગના ડોકટર અને પ્રોફેસરો,  જિલ્લા મહિલા એન બાળ અધિકારીશ્રી સી.ડી.ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતિ હંસા ટાઢાણી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ અને અભયમ ૧૮૧- મહિલા હેલ્પ લાઇન, “સખી-વન સ્ટોપ સેન્ટર“, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, વગેરેનો સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાની માહિતી આપેલ હતી.

Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 03
Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 03

ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રી, જામનગર(ગ્રામ્ય) યોગેશ ચૌધરી દ્રારા પ્રસુતી વિભાગના તમામ વોર્ડની મુલાકાત કરવામાં આવેલ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફ અને અભયમ ૧૮૧- મહિલા હેલ્પ લાઇન, “સખી-વન સ્ટોપ સેન્ટર“, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર વગેરે સ્ટાફ દ્રારા વિવિધ યોજનાની માહિતીની પત્રિકા તમામ વોર્ડમાં દાખલ મહિલાઓને આપવામાં આવી હતી.

Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 04
Rashtriya Bal Divas Ujavani Jamnagar G.g. Hospital 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More