- Advertisement -

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે, તદુંરસ્ત  સ્વાસ્થ માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 08

- Advertisement -

- Advertisement -

222

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે, તદુંરસ્ત  સ્વાસ્થ માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 01
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 01
Related Posts
1 of 398
  • જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
  • ગાંધીનગર જિલ્લામાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇસંડ ગામથી થયો
  • શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જિલ્લાના ૩ લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરાશે
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 02
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 02

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શીતળા અને પોલિયો મુક્ત આપણો દેશ બન્યો છે, તેમ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી વર્ષ- ૨૦૨૫ સુઘીમાં જન અભિયાન કરીને ટી.બી. નામના રોગને દેશમાંથી જાકારો આપવાની નેમ કરી છે.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 03
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 03

તેને સાર્થક કરવા માટે રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. ટી.બીની અતિ ગંભીર બિમારી ઘરાવતા વ્યક્તિની સારંવાર માટે સરકાર રૂપિયા ૧૫ લાખ સુઘીનો ખર્ચે કરવા કટિબદ્ધ છે. પહેલું સુખ તે જાતે નર્યા તે લોક કહેવતને યાદ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ થકી જ આપ પોતાના જીવનમાં દરેક પળનો આનંદ લઇ શકો છો.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 04
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 04

દેશ સહિત રાજયના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. સમગ્ર ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 05
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 05

આ કાર્યક્રમ થકી રાજયના આંગણવાડી થી લઇને ધોરણ – ૧૨ સુઘી ભણતાં અને શાળાએ ન જતાં ૧૮ વર્ષ સુઘીના બાળકો મળી અંદાજે કુલ ૧ કરોડ ૫૯ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસ ૪ લાખથી પણ વધુ આરોગ્ય વિભાગના કર્મયોગીઓ દ્વારા કરાવામાં આવશે.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 06
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 06
Also You like to read
1 of 210

તે ઉપરાંત રાજય સરકાર દ્વારા આપવામાં આવતી આઠ પ્રકારની વિવિધ રશિઓ અને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના અગ્ર સચિવ શ્રી જયંતિ રવિએ આ કાર્યક્રમ પાછળ રહેલા રાજય સરકારના ઉમદા અભિગમની વાત કરી હતી. તેમજ કલોલના ઘારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોરે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 07
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 07

મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, આ વર્ષ જિલ્લામાં ૧૧૬૩ આંગણવાડીઓના ૮૮,૧૨૨ બાળકો, ૮૧૨ પ્રાથમિક શાળાના ૧,૭૫,૨૪૯ વિઘાર્થીઓ, ૨૫૦ માઘ્યમિક શાળાના ૫૮,૫૭૧ વિઘાર્થીઓ, ૩૪ અન્ય સંસ્થાઓના ૪,૮૪૦ બાળકો મળી કુલ ૩,૨૭,૩૫૮ વિઘાર્થીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવનાર છે.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 08
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 08

આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે કલોલ તાલુકાના ઇસંડ ગામ અને ગાંઘીનગર તાલુકાના પોર ગામના રૂપિયા ૩૪ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત  આઘુનિક સુવિઘાથી સજ્જ કરવામાં આવેલા સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 09
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 09

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલેએ ઇસંડ ગામની શાળાની મુલાકાત લઇ શાળા આરોગ્ય કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. ગતૂ વર્ષ આ કાર્યક્રમ થકી ચશ્મા મેળવનાર બાળકની સાથે વાતચીત કરી તેના મુખે કાર્યક્રમનો અભિપ્રાય મેળવ્યો હતો.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 10
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 10

તેમજ શાળાના ધોરણ-૨ ના કલાસની નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઓંચિતી મુલાકાત લઇને બાળકોના જ્ઞાનની ચકાસણી કરવા માટે તેમને સમજ પડે તેવા સરળ પ્રશ્નો પુછ્યા હતા. શાળા આરોગ્ય તપાસણી થકી પોતાના બાળકોની સારવાર કરાવનાર વાલીઓએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમ બાદ આયુર્વેદ કેમ્પ યોજાયો હતો.

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 11
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 11

કાર્યક્રમના અંતે જિલ્લા અરોગ્ય અધિકારી શ્રી એમ.એચ.સોલંકીએ આભારવિઘી કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રેખાબેન પટેલ, ઇસંડ ગામના સરપંચ શ્રીમતી આશાબેન નાડિયા, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નૈલેશભાઇ શાહ, પૂર્વ ઘારાસભ્ય શ્રી ડૉ. અતુલભાઇ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, આયુર્વેદ વિભાગના નિયામક શ્રીમતી ડૉ. ભાવનાબેન પટેલસહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (પરિમલપટેલ/જિતન્દ્રરામી)

Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 12
Rashtriya Bal Swasthya Karyakrama Thaki Balakona Arogyani Cakasani Karase 12

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More