- Advertisement -

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે

ભારત સરકારના સફાઇ કર્મચારીઓ માટેના રાષ્ટ્રીય અયોગ (નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીઝ) ના ચેરમેન શ્રી મનહર ઝાલાએ હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લાના સફાઇ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેમને યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આયોગના ચેરમેન શ્રીએ રાષ્ટ્રીય સફાઇ કર્મચારીઝ આયોગની કામગીરીની વિગતો આપતાં જણાવ્યું હતું કે સફાઇ કર્મચારી આયોગ એક વૈધાનિક સંસ્થા છે. જે સફાઇ કર્મચારીઓની સમસ્યા, સફાઇ કર્મીઓના કામની જગાએ સુવિધા, સફાઇ કર્મીઓના બાળકોની શિક્ષણની સમસ્યાઓ જાણી તેને સમાધાન કરાવવાનું કાર્ય કરે છે.

Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 03

- Advertisement -

- Advertisement -

241

Get real time updates directly on you device, subscribe now.

Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 01
Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 01
Related Posts
1 of 398
  • રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે
  • હિંમતનગરના ૠષિનગરના વાલ્મીકીભાઇઓ સાથે ચર્ચા કરી
  • સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા તાકીદ
  • સ્વાસ્થ્યના સૈનિકોને યોગ્ય ન્યાય મળવો જોઇએ- ચેરમેન શ્રી મનહર ઝાલા
Also You like to read
1 of 209
Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 02
Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 02

સફાઇ કર્મીઓના હક્કો અને અધિકારીઓ માટે આયોગ હંમેશા પ્રયત્નશીલ છે. ચેરમેન શ્રીએ સફાઇકર્મીઓને અપાતી સવલતો વધારવાની સાથે તેમને રાહત દરે ભોજન મળે તેવી વ્યવસ્થા સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ઉભી કરવા માટે અનુરોધ કર્યો હતો. સરહદના સીમાડાઓનું રક્ષણ આપણા સૈનિકો કરી રહ્યા છે, જ્યારે લાખો નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ સફાઇ કર્મીઓ કરી રહ્યા છે એવી લાગણી વ્યક્ત કરતા સફાઇ કર્મીઓને સ્વાસ્થ્ય રક્ષક અથવા સ્વાસ્થ્યના સૈનિકોને યોગ્ય ન્યાય આપવા માટે અપીલ કરી હતી. ઉપરાંત તેઓએ હિંમતનગરના ૠષિનગરના વાલ્મીકીભાઇઓ સાથે ચર્ચા કરી તેમનાપ્રશ્નોનો  યોગ્ય નિરાકરણની ખાત્રી આપી હતી. જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે એ સાબરકાંઠા જિલ્લામાં સફાઇ કર્મીઓને પરિસ્થિતિ અંગે રૂપરેખા આપી તેમના આરોગ્યના દરકાર અંગે ચોકક્સ કામ કરવાની બાંહેધરી આપી હતી.

Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 03
Rashtriya Safai Karamchari Ayoga Sabarkantha Jilla Ni Mulakate 03

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં જિલ્લાના સફાઇ કર્મચારીઓને આવરી લેવા જણાવી કહ્યુ હતું કે, સફાઇ કર્મીઓના પ્રતિનિધિઓએ સફાઇ કર્મીઓની ભરતી કરવી, નિવૃતિ બાદ રહેમરાહે નોકરી આપવી, સફાઇ કામદારોના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા, સફાઇ કર્મીઓ માટે આવાસ નિર્માણ, સફાઇ કામગીરી માટે જરૂરી સાધન સામગ્રી પુરી પાડવા, તાલીમ આપી અન્ય વ્યવસાય તરફ પ્રેરિત કરવા જેવી રજૂઆતો કરી હતી. ચેરમેન શ્રી મનહર ઝાલાએ સફાઇ કામદારોની રજૂઆતો અંગે ઝડપભેર ઉકેલ લાવવા તંત્રના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસવડા શ્રી ચૈતન્ય માંડલીક, અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ, ચીફ ઓફિસર શ્રી અલ્પેશ પટેલ સહિત સફાઇ કર્મીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More