રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે દાહોદ નગરમાં યોજાઇ ભવ્ય પોલીસ પરેડ

મંત્રીશ્રી બચુભાઇ ખાબડની આગેવાનીમાં નગરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ

સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આખા દેશમાં ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે દાહોદ શહેરમાં પણ નગરજનોની રાષ્ટ્રીય એકતા અને અખંડતાની પ્રતિબધ્દ્રતા માટે રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડની આગેવાનીમાં ભવ્ય પોલીસ પરેડ યોજાઇ હતી.

Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 03
168

Get real time updates directly on you device, subscribe now.

સરદાર પટેલના જન્મદિન નિમિત્તે

રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે દાહોદ નગરમાં યોજાઇ ભવ્ય પોલીસ પરેડ

મંત્રીશ્રી બચુભાઇ ખાબડની આગેવાનીમાં નગરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ

Related Posts
1 of 367
Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 01
Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 01

સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આખા દેશમાં ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે દાહોદ શહેરમાં પણ નગરજનોની રાષ્ટ્રીય એકતા અને અખંડતાની પ્રતિબધ્દ્રતા માટે રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડની આગેવાનીમાં ભવ્ય પોલીસ પરેડ યોજાઇ હતી.

Also You like to read
1 of 178
Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 02
Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 02

દાહોદના પોલીસ પરેડ મેદાનથી પરેડની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી. આ પરેડમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાથે જિલ્લાના પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, પ્રાંત અધિકારી શ્રી તેજશ પરમાર પણ જોડાયા હતા. રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે નીકળેલી પરેડમાં સશસ્ત્ર પોલીસ જવાનો, ધોડેસવાર પોલીસ જવાનો, બાઇક રાઇડર્સ પોલીસ, ટ્રાફીક જવાનોએ પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવતા વાધયંત્રો સાથે તાલબધ્ધરીતે શહેરના વિવિધ રાજમાર્ગો પર પરિભ્રમણ કર્યુ હતું. પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના જોમભર્યા ગીતો પર શિસ્તબધ્ધ રીતે થઇ રહેલી પરેડને નગરજનોએ ઉત્સાહપૂર્વક નિહાળી હતી.

Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 03
Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 03

રાષ્ટ્રીય એકતા દિવસના આ પાવન પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનોએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ પણ લીધા હતા. પોલીસ પરેડમાં પ્રવાસન વિભાગના ડિરેક્ટર શ્રી સુધીર લાલપુરવાળા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવે, દેવગઢ બારીયા પ્રાંત અધિકારી શ્રી એ.આઇ.સુથાર પણ જોડાયા હતા. (મહેન્દ્ર)

Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 04
Rastriya Ekata Na Sandesa Sathe Dahoda Nagara Ma Yojai Bhavya Police Pareda 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More