રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની નોંધણીમાં ગુજરાત બીજા ક્રમે

ગુજરાત બીજા ક્રમે : રેરા ચેરમેનશ્રી ડો. અમરજિતસિંહ

અમદાવાદના આઇ.સી.એ.આઇ. ભવન ખાતે ગુજરેરા હેઠળ સી.એ.ની તકો,  ભૂમિકાઓ અને જવાબદારીઓ વિષય પર સેમિનાર યોજાયો | ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટી ચેરમેન શ્રી અમરજિતસિંહએ જણાવ્યું કે, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની નોંધણીમાં દેશભરમાં મહારાષ્ટ્ર પહેલા અને ગુજરાત બીજા ક્રમે છે, જે ગુજરાત માટે એક ગર્વ લેવા જેવી વાત છે.

Real Estate Project Nondhani Gujarat Bija Krame 01
380

Get real time updates directly on you device, subscribe now.

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની નોંધણીમાં દેશભરમાં ગુજરાત બીજા ક્રમે : રેરા ચેરમેનશ્રી ડો. અમરજિતસિંહ

અમદાવાદના આઇ.સી.એ.આઇ. ભવન ખાતે ગુજરેરા હેઠળ સી.એ.ની તકો,  ભૂમિકાઓ અને જવાબદારીઓ વિષય પર સેમિનાર યોજાયો | ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટી ચેરમેન શ્રી અમરજિતસિંહએ જણાવ્યું કે, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની નોંધણીમાં દેશભરમાં મહારાષ્ટ્ર પહેલા અને ગુજરાત બીજા ક્રમે છે, જે ગુજરાત માટે એક ગર્વ લેવા જેવી વાત છે.

Real Estate Project Nondhani Gujarat Bija Krame 04
Real Estate Project Nondhani Gujarat Bija Krame 04
Related Posts
1 of 364

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની અમદાવાદ શાખા ખાતે આજે ગુજરેરા હેઠળ સી.એ.ની તકો,  તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રેરા ઓથોરિટીના ચેરમેન શ્રી અમરજિતસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી અમરજિતસિંહના હસ્તે રેરાના વિષય પરની બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

Also You like to read
1 of 177
Real Estate Project Nondhani Gujarat Bija Krame 03
Real Estate Project Nondhani Gujarat Bija Krame 03

શ્રી અમરજિતસિંહે જણાવ્યું કે, આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં તકો રહેલી છે. ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિમાન્ડ છે, ત્યારે દરેક સી.એ.પોતાની ભૂમિકાઓ અને જવાબદારી પ્રમાણિક અને નિષ્ઠતાથી નિભાવવી જોઇએ. રેરાના નિયમો વિશે વાત કરતાં ચેરમેનશ્રીએ ઉમેર્યું કે, રેરા પ્રમાણે દરેક રાજ્યે પોતાની એપલેટ ટ્રીબ્યુનલ બનાવી છે, જે ગ્રાહક અને બિલ્ડર વચ્ચે થતા વિવાદનો ઝડપથી ઉકેલ લાવશે. રેરાનો હેતુ દેશભરમાં ડેવેલોપર્સ તેમજ રિયલ એસ્ટેટ એજન્ટોને આવરી લેવાનો છે

Real Estate Project Nondhani Gujarat Bija Krame 02
Real Estate Project Nondhani Gujarat Bija Krame 02

વધુમાં તેમણે જણાવ્યું કે, રેરા રજિસ્ટ્રેશન માટે રજૂ થયેલી તમામ બાંધકામ સ્કીમ્સમાં બિલ્ડર્સ અને પ્રમોટર્સે વેચાણ માટેના એપાર્ટમેન્ટની સંખ્યા, એપાર્ટમેન્ટ્સના પ્રકારો તેમજ દરેક યુનિટના કાર્પેટ એરિયા પ્લાનમાં ફરજિયાત દર્શાવવા પડશે. આ પ્રસંગે રેરાના નિયમો અને તેની લગતી વિગતોની પણ વિગતવાર માહિતી રેરા ચેરમેનશ્રી અમરજિતસિંહે ઉપસ્થિત લોકોને આપી હતી. આ પ્રસંગે આઇ.સી.એ.આઇ.ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બરશ્રી સી.એ. અનિકેત તલાટી, રિઝનલ કાઉન્સિલ મેમ્બરશ્રી સી.એ વિકાસ જૈન સહિત આઇ.સી.એ.આઇ.ની વિવિધ બ્રાન્ચના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Real Estate Project Nondhani Gujarat Bija Krame 01
Real Estate Project Nondhani Gujarat Bija Krame 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More