- Advertisement -

રાઇફલ શૂટિંગ પ્રશિક્ષણનો પ્રારંભ ભટાર વિદ્યાભારતી વિદ્યાલયમાં

ભટારની વિદ્યાભારતી વિદ્યાલય દ્વારા આયોજીત ‘રાઈફલ શુટિંગ’ માટેના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતાં રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ

સહકાર અને રમતગમત રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સુરતના ભટાર સ્થિત વિદ્યાભારતી હિન્દી તથા અંગ્રેજી વિદ્યાલય દ્વારા ‘રાઈફલ શુટિંગ’ માટેના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતના વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ ઉપરાંત રમતગમત સહિતની ઈત્તર પ્રવૃતિઓમાં પણ રસ દાખવે તેમજ માનસિક અને શારિરિક વિકાસ અને એકાગ્રતા ખીલે તે હેતુથી વિદ્યાભારતી સ્કુલ દ્વારા સુરત જિલ્લાની સૌથી મોટો એવા ISSFના માપદંડ આધારિત એર રાઈફલ રેન્જ માટેના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૨૧ પોઈન્ટની આ રાઈફલ રેન્જમાં ૦.૧૭૭ કેલિબર એર રાઈફલની તાલીમ આપવામાં આવશે. જે સુરતની સૌથી પહેલી ફુલ ઈલેક્ટ્રોનિક લેબ છે. અહીં કુકિંગ સ્ટુડિયોનું પણ નિર્માણ કરાયું છે.

Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 02

- Advertisement -

- Advertisement -

94

Get real time updates directly on you device, subscribe now.

રાઇફલ શૂટિંગ પ્રશિક્ષણનો પ્રારંભ ભટાર વિદ્યાભારતી વિદ્યાલયમાં

  • ભટારની વિદ્યાભારતી વિદ્યાલય દ્વારા આયોજીત ‘રાઈફલ શુટિંગ’ માટેના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતાં રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ
  • દેશના રાઈફલ શુટિંગની ટ્રેનિંગ માટે જાણીતા શહેરોની સમકક્ષ તાલીમ હવે સુરતમાં જ ઉપલબ્ધ થશે: ઈશ્વરસિંહ પટેલ
  • રાઈફલ શુટિંગના ખેલાડીઓ આનંદોઃ સુરતના આંગણે રાઈફલ શુટિંગ માટેનો તાલીમ વર્ગ શરૂ

સહકાર અને રમતગમત રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સુરતના ભટાર સ્થિત વિદ્યાભારતી હિન્દી તથા અંગ્રેજી વિદ્યાલય દ્વારા ‘રાઈફલ શુટિંગ’ માટેના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો. સુરતના વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ ઉપરાંત રમતગમત સહિતની ઈત્તર પ્રવૃતિઓમાં પણ રસ દાખવે તેમજ માનસિક અને શારિરિક વિકાસ અને એકાગ્રતા ખીલે તે હેતુથી વિદ્યાભારતી સ્કુલ દ્વારા સુરત જિલ્લાની સૌથી મોટો એવા ISSFના માપદંડ આધારિત એર રાઈફલ રેન્જ માટેના પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૨૧ પોઈન્ટની આ રાઈફલ રેન્જમાં ૦.૧૭૭ કેલિબર એર રાઈફલની તાલીમ આપવામાં આવશે. જે સુરતની સૌથી પહેલી ફુલ ઈલેક્ટ્રોનિક લેબ છે. અહીં કુકિંગ સ્ટુડિયોનું પણ નિર્માણ કરાયું છે.

Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 01
Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 01

આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ગુજરાત પ્રત્યે લોકોની માનસિકતા છે કે ગુજરાતીઓ ક્યારેય રમત ગમત ક્ષેત્રે આગળ ન આવી શકે. વર્ષ ૨૦૧૦માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરી, જેના પરિણામે લાખો વિદ્યાર્થીઓ-રમતવીરોએ આ મ્હેણાંને સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભાંગ્યું છે. તેમણે કહ્યું કે, ખેલમહાકુંભ થકી વિદ્યાર્થીઓ ખેલકુદમાં રસ દાખવતા થયા, પરિણામે ૨૦૧૦થી અત્યાર સુધીમાં ખેલાડીઓની સંખ્યા લગભગ ૧૬.૫૦ લાખથી વધીને ૪૭ લાખની આસપાસ નોંધાઈ છે. ગુજરાતમાંથી ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં પસંદગી પામ્યા, જેમાં ૪ ખેલાડીઓ મેડલ જીતી ગુજરાતનું વિશ્વસ્તરે ગૌરવ વધાર્યું હોવાનું શ્રી પટેલે જણાવ્યું હતું.

Related Posts
1 of 443
Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 03
Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 03

રાઈફલ શુટિંગની ટ્રેનિંગ માટે જયપુર, દિલ્હી, પટીયાલા તેમજ ભોપાલ જેવા શહેરોમાં સ્થળોએ જવુ પડતુ હતુ, એ મુશ્કેલીનું સ્મરણ કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના રાઈફલ શુટિંગની ટ્રેનિંગ માટેના જાણીતા શહેરોની સમકક્ષ તાલીમ હવે સુરતમાં જ ઉપલબ્ધ થશે. હવે સુરતના ખેલાડીઓ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી સુરતનુ નામ રોશન કરે અને રાઈફલ શુટિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડી પોતાના સપના પૂરા કરે તેવી અપેક્ષા રાખી હતી.

Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 02
Rifle Shooting Prashikshan No Prarambha Bhatar Vidyabharati Vidyalaya Ma 02

આ વેળાએ ‘કૂકિંગ સ્ટુડિયો’ને સાંસદશ્રી સી.આર.પાટીલ અને ધારાસભ્ય શ્રીમતિ સંગીતાબેન પાટીલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સમારોહમાં સુરત જિલ્લા રાઈફલ એસોસિએશનના પ્રમુખ, ઉપ-પ્રમુખ તેમજ શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More