- Advertisement -

રોજગારીની દિશા આપતી જુનાગઢ જિલ્લા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા

જુનાગઢ જીલ્લામાં ગ્રામીણ હુન્નરશીલ રોજગારવાંચ્છુઓને રોજગારીની દિશા આપતી. જિલ્લા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા

જૂનાગઢ તા.૧૨, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા સંચાલીત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિયમન કરાતુ ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા(આરસેટી) રોજગાર વાંચ્છુ માટે નવી દિશાનાં દ્વાર ખોલી રહ્યુ છે. બિલખા રોડ પર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નજીક આવેલી એસ.બી.આઇ. આરસેટી ભવનમાં રોજગારથી વંચીત, કૈાશલ્ય ધારકોને પુરતુ મહેનતાણુ પ્રાપ્ય ના હોય, કળા અને કૈાશલ્યમાં વધુ પારંગતતાની આવશ્યકતા હોય તેવા જીજ્ઞાસુ રોજગાર વાંચ્છુઓને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવે છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં શિક્ષીત રોજગાર વાંચ્છુઓ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિવિધ પ્રકારે લોન સહાય દ્વારા યુવાનોને પગભર થવા કામ કરે છે.

Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 02

- Advertisement -

- Advertisement -

564

Get real time updates directly on you device, subscribe now.

Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 01
Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 01

ગ્રામિણ કુશળ કારીગરોને તેમની કલાની નિપુણતામાં વધારો થાય, કલા કૈાશલ્યથી ઉત્પાદિત ચીજોનું માર્કટીંગ કેમ કરવુ, સાંપ્રત બજા વ્યવસ્થા અને માલની માંગ વગેરે બાબતોને આવરી લઇને જૂનાગઢ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીનાં સંયુક્ત ઉપક્રમે બિલખા રોડ પર આવેલ ગ્રામિણ સ્વરોજગાર સંસ્થા (આરસેટી) દ્વારા રોજગાર વાંચ્છુ યુવક યુવતીઓને વિવિધ પ્રકારની અપાતી તાલીમ પૈકી  ૧૫ દિવસની પેપર દુનાપાત્ર બનાવવા અને ઈમીટેશન જ્વેલરી બનાવવાની તાલીમ આપવાનો કાર્યારંભ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૈાધરીએ કરાવતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં સખી મંડળોની રચના કરીને ગ્રામીણ મહિલાઓ ઘર આંગણે રોજગારી મેળવે તેની શરૂઆત કરી તેના ફળદાયી પરિણામો પ્રાપ્ત થયાં છે. રાજય સરકારશ્રી ધ્વારા સખી મંડળ યોજના અમલમાં મુકાયેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારની ગરીબ બહેનોને સંગઠિત કરી તેઓને આર્થિક સામાજીક, કૌટુંબિક શૈક્ષણિક, તથા રાજકીય રીતે પગભર કરી સ્ત્રી સશકિતકરણનો અભિગમ દાખવ્યો છે.

Related Posts
1 of 483
Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 02
Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 02

જિલ્લા ગ્રામવિકાસ એજન્સીનાં નિયામકશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરેસેટી ગ્રામિણ રોજગાર વાંચ્છુઓને પ્રોત્સાહક બની રહ્યુ છે. બેંક અને ડીઆરડીએ સંયુક્ત ઉપક્રમે સ્વરોજગાર વિકાસ સંસ્થા અનેક યુવા સાહસિકોને વિવિધ તાલીમ આપીને સ્વરોજગારી આપીને પગભર થવા તાલીમ બધ્ધ કરવામાં આવે છે, તેમ જણાવી ગ્રામોત્કર્ષની થતી પ્રવૃતિની જાણકારી આપી તાલીમ પ્રાપ્ત કલાકસબીઓને શુભકામના પાઠવી હતી. લીડબેંકનાં જનરલ મેનેજર શ્રી વાઘવાણીએ જણાવ્યું હતું કે, આરસેટી સંસ્થા સ્વરોજગારના સર્જનનું કામ કરે છે.

Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 03
Rojagari Ni Disa Apati Junagadh Jilla Gramina Svarojagar Talim Sanstha 03

મહિલા અને યુવાનોને વિવિધ વ્યવસાયોની તાલીમ સહિત રહેવા-જમવાની નિશુલ્ક વ્યવસ્થા દ્વારા સ્વરોજગાર ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું કામ ગ્રામીણ યુવાનોના વિકાસ માટે સંસ્થા કાર્યો કરે છે. ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનાં નિયામક ચંદ્રપાલે વિવિધ તાલીમ હાંસલ બહેનોની સફળતા અંગે પ્રતિભાવો સહ તાલીમ કેન્દ્રની વ્યવસ્થાઓ અને તાલીમ અંગે માળખાગત સવલતોની જાણકરી આપી હતી.કાર્યક્રમનું સંચાલન એફ.એલ.સી.સીનાં મેનેજર શ્રી કાથરોટીયા અને આભાર દર્શન મિશનમંગલમ યોજના અમલીકરણ અધિકારી છાંયાબેન ટાંકે કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા આરસેટીનાં સંયોજકશ્રી દર્શનભાઇ સુત્રેજા અને અજીતભાઇએ જહેમત ઉઠાવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More