રન ફોર યુનિટીમાં સહભાગી થતા જૂનાગઢનાં નગરજનો

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીમાં સહભાગી થતા જૂનાગઢનાં નગરજનો

પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ તા.૩૧, રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે ૩૧ મી ઓક્ટોબરે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે જૂનાગઢનાં આઝાદ ચોક સ્થિત સરકારી કન્યાશાળા ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ રાજ્યનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 01
200

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 367

ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલનાં પટાંગણ ખાતે જૂનાગઢ મહાનગરનાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહીલ, નાયબ મેયરશ્રી હિમાંશુભાઇ પંડ્યા, પુર્વ મેયરશ્રી આદ્યશક્તિબેન મજમુદાર, અગ્રણીશ્રી શશીકાન્તભાઇ ભીમાણી, નગર સેવકશ્રી હરેશભાઇ પરસાણા, સુશ્રી નિરૂબેન કાંલીયા, સિનીયર રમતવીરો સર્વશ્રી રેવતુભા જાડેજા, હિરાલક્ષ્મીબેન વાસન, જિલ્લા કલેકટરશ્રી ડો. સૈારભ પારઘી, જિલ્લા પોલીસવડા શ્રી સૈારભસિંઘ, જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી, પ્રાંત અધિકારીશ્રી, સહિતની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય એકતા દિન નિમિતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાનાં શપથ લીધા હતા.

Also You like to read
1 of 179
Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 02
Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 02

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબરે સવારે સરકારી કન્યા વિદ્યાલયનાં પરિસર ખાતેથી રન ફોર યુનિટી એકતા રેલીને મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા અને મહાનુભાવોએ લીલીઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ જવાનો અને મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો રન ફોર યુનિટીમાં સહભાગી થઇ સરદાર ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપી રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સૈા કોઇ સંકલ્પબધ્ધ થયા હતા.

Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 03
Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 03

રન ફોર યુનિટીમાં સહભાગી થનાર મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ સરદાર પટેલને શબ્દાજંલી અર્પતાજણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં સરદાર સાહેબને વૈશ્વિક શ્રધ્ધાંજલી અપાઇ રહી છે. સરદાર સાહેબની વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને અખંડિતતાનો વિશ્વને સંદેશ આપે છે.સરદાર પટેલનો જૂનાગઢ સાથેની આઝાદી સંગ્રામનો બહાઉદ્દિન કોલેજનું પરિસર સાક્ષીરૂપ હોય શ્રી વલ્લભભાઇ પટેલનો જૂનાગઢને સહયોગ અને નાતો રહ્યો હોય જૂનાગઢવાસી સરદાર સાહેબનાં ઋણી હોય ત્યારે આજે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને જન્મજયંતી પ્રસંગે શ્રધ્ધાંજલી અર્પીએ, જૂનાગઢ જિલ્લાના રન ફોર યુનિટીના કાર્યક્રમમાં સહભાગી મેયરશ્રી ધીરૂભાઇ ગોહીલે ધન્યતા અનુભવતા કહયું કે શ્રી વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના નવ નિર્માણનો સંકલ્પ લઇ શ્રધ્ધાના કેન્દ્ર સમા સોમનાથ મંદિરની અને સાંસ્કૃતિક વિરાસતની અખંડિતતા જાળવી રાખવાનું મહત્વનું કાર્ય પુર્ણ કર્યું હતું. આ પ્રસંગે રમત ગમત અધિકારી કચેરી, વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા. એકતા રેલી -રન ફોર યુનિટીના કાર્યક્રમનું સંચાલન શ્રી હારૂનભાઇ વિહળે સંભાળ્યુ હતુ.

Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 04
Run For Unity Ma Sahabhagi Thata Junagadha Na Nagarajano 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More