રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશ

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી અને સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર યોજાશે  માર્ચ પાસ્ટ

દેશભરમાં ૩૧મી ઓક્ટબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેરમાં પણ સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે વહેલી સવારે રન ફોર યુનિટીની સાથે રાષ્ટ્રીય એકતાના શપથ અને સાંજના સમયે સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ પાસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેને સફળ બનાવવા માટે કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે તેમજ પોલિસ, એનડીઆરએફ, એરફોર્સ, ભારતીય સેનાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 03
360

Get real time updates directly on you device, subscribe now.

રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો સંદેશ

Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 04

Related Posts
1 of 359
Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 01
Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 01
Also You like to read
1 of 171
  • રન ફોર યુનિટીના માધ્યમથી રાષ્ટ્રની એકતાનો આપશે સંદેશ
  • સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી અને સુરક્ષા દળો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર યોજાશે  માર્ચ પાસ્ટ
  • નાગરિકોને લેશે રાષ્ટ્રીય એકતાના શપથ
  • કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે કાર્યક્રમ સફળ બનાવવા શૈક્ષણિક- સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને અધિકારીશ્રીઓ સાથે યોજી બેઠક
Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 02
Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 02

આ બેઠકમા શ્રીમતિ અગ્રવાલે ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જન્મ જયંતિના અવસરે યોજાનાર રન ફોર યુનીટીના  કાર્યક્રમમાં મોટી સંખ્યમાં લોકો તે માટે પ્રયત્ન કરવા અને તે માટેનુ આયોજન કરવા સૂચના આપી હતી. શ્રીમતિ અગ્રવાલે દિવાળીના વેકેશનની કાર્યક્રમ પર અસર ના થાય તેની  તકેદારી રાખવા અધિકારીઓને જણાવતા કહ્યુ કે, રમત ગમત સાથે સંકળાયેલ પ્રસિદ્ધ હસ્તીઓને કાર્યક્રમમાં સામેલ કરવા, શહેરના ગરબા આયોજકો, ગણપતિ યુવક મંડળ, જીમ એસોસિએસન, મોર્નિંગ વોકર્સ એસોસિએસનનો સાથે સંકલન કરવું તેમજ આ ઉપરાંત કમાટીબાગ, લાલબાગ, અકોટા ગાર્ડન ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમની લાઉડ સ્પીકરના માધ્યમથી જાહેરાત કરવી અને નોટીસ બોર્ડ પર કાર્યક્રમની સૂચના આપતુ બોર્ડ લગાવવામા આવે જેથી લોકોને કાર્યક્રમની જાણકારી મળી રહે.  તેમજ તેમણે આ કાર્યક્રમમાં બેટી બચાવો-બેટી પઢાવો તેવા સામાજિક સંદેશ આપતા બેનર્સ સાથે જોડાવા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, અધિક નિવાસી કલેક્ટર ડી. આર. પટેલ ડીઆરડીએના નિયામક શ્રી ચૌધરી સહિતના અધિકારી અને સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 03
Run For Unity Na Madhyamathi Rastra Ekata Sandesa 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More