અમરેલી ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ

અમરેલી ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં હાજરી આપતા પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ભારત દેશની એકતા, અખંડિતતાના મહાન શિલ્પી અને ગુજરાતના સપૂત અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની અમરેલી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત એકતા દોડ યોજાઈ હતી. રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને પૂર્વ મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી ફરકાવીને એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Run For Unity Program At Amreli 01
205

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 359

આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ પોલીસના જવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યા માં ઉપસ્થિત જાહેર જનતાએ પોલીસ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી એકતા દોડ રાજકમલ ચોક થઈને ટાવર ચોક થઈને પરત ફરી હતી.

Also You like to read
1 of 171
Run For Unity Program At Amreli 02
Run For Unity Program At Amreli 02

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલને વૈશ્વિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતા અને અખંડિતતાનો વિશ્વને સંદેશ આપે છે ત્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

Run For Unity Program At Amreli 03
Run For Unity Program At Amreli 03

આ પ્રસંગે જિલ્લાના વહીવટી વડાશ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાય, હિરેન હિરપરા, કૌશિક વેકરીયા સહિતના સર્વે આગેવાનશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી ડી. એન. સતાણી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાણા તથા તમામ પદાધિકારીઓ – અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (સુમિત ગોહીલ)

Run For Unity Program At Amreli 04
Run For Unity Program At Amreli 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More