- Advertisement -

સાહિત્યકાર મોહમ્મદ માંકડ સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત

ગુજરાતી સાહિત્યની સમૃધ્ધ ધરોહર ભાવિ પેઢી સુધી સંવર્ધિત કરવા વ્યાપક પ્રચાર-પ્રસારની હિમાયત કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી સાહિત્યની ધરોહરને ભાવિ પેઢી સુધી સંવર્ધિત કરવા તેમજ વધુ વ્યાપ અને પ્રસારની હિમાયત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસામાંથી ભવિષ્યની પેઢી પણ પ્રેરણા લઇ આપણા આ મહામૂલા વારસાને સમજે-સાચવે, આત્મસાત કરે તેની આવશ્યકતા છે. મુખ્યમંત્રીશ્રી મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ર૦૧૮ના વર્ષનો સાહિત્ય ગૌરવ પૂરસ્કાર અર્પણ કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 08

- Advertisement -

- Advertisement -

292

Get real time updates directly on you device, subscribe now.

સાહિત્યકાર મોહમ્મદ માંકડ સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી સાહિત્યની ધરોહરને ભાવિ પેઢી સુધી સંવર્ધિત કરવા તેમજ વધુ વ્યાપ અને પ્રસારની હિમાયત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસામાંથી ભવિષ્યની પેઢી પણ પ્રેરણા લઇ આપણા આ મહામૂલા વારસાને સમજે-સાચવે, આત્મસાત કરે તેની આવશ્યકતા છે. મુખ્યમંત્રીશ્રી મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ર૦૧૮ના વર્ષનો સાહિત્ય ગૌરવ પૂરસ્કાર અર્પણ કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 01
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 01
Related Posts
1 of 398
  • મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરતા મુખ્યમંત્રીશ્રી
  • ગુજરાતી સાહિત્યની સમૃધ્ધ ધરોહર ભાવિ પેઢી સુધી સંવર્ધિત કરવા વ્યાપક પ્રચાર-પ્રસારની હિમાયત કરતા શ્રી વિજયભાઇ રૂપાણી
  • ૭ દાયકાથી વધુ સમય સુધી સંસ્કારી-ચિંતનાત્મક સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્ય જગતની ઉત્તમોત્તમ સેવા મોહમ્મદ માંકડે કરી છે:-મુખ્યમંત્રીશ્રી
  • શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનાસ્પર્શી રૂજુતા મોહમ્મદ માંકડના નિવાસસ્થાને સામે ચાલીને જઇ પુરસ્કાર પ્રદાન કર્યો
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 02
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 02

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઊર્દૂ અને કચ્છી ભાષામાં મહત્વનું પ્રદાન કરનારા મૂર્ધન્ય સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તદ્દઅનુસાર ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે વર્ષ ર૦૧૮નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મૂર્ધન્ય અને જૈફ સાહિત્યકાર-લેખક શ્રી મોહમ્મદ માંકડને એનાયત કરવામાં આવ્યો છે.

Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 03
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 03

મુખ્યમંત્રીશ્રીએ આ સાહિત્ય ગૌરવ પુરસ્કારની નવતર ગરિમા પ્રસ્થાપિત કરતાં ૯૦ વર્ષીય વડીલ શ્રી મોહમ્મદ માંકડના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સામે ચાલીને જઇને આ પુરસ્કાર તેમને સન્માન સહ અર્પણ કર્યો હતો. આ નાનો છતાં ગૌરવશાળી સમારોહ શ્રી મોહમ્મદ માંકડના સુપુત્ર નિવૃત્ત સનદી અધિકારી શ્રી અનિષ માંકડના નિવાસસ્થાનના પ્રાંગણમાં યોજાયો હતો.

Also You like to read
1 of 209
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 04
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 04

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, મોહમ્મદ માંકડે ૭ દાયકાથી વધુ સમયથી સંસ્કારી અને ચિંતનાત્મક સાહિત્ય સર્જનથી ગુજરાતી સાહિત્ય-ભાષા જગતની ઉત્તમોત્તમ સેવા કરી છે. તેમણે અવિરત અને એકધારૂં યોગદાન આપીને પોતાની લેખની દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યને ઉજાળ્યું છે એમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.

Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 05
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 05

મુખ્યમંત્રીશ્રીએ શ્રી મોહમ્મદ માંકડના સુસ્વાસ્થ્ય અને દીર્ધાયુની કામના કરતા જણાવ્યું કે, તેઓ હજુ વધુ સુંદર-ઉત્કૃષ્ટ સાહિત્ય આપણને આપે તથા નવી પેઢીમાં સાહિત્ય-સંસ્કારના સિંચનમાં અવિરત પ્રદાન કરતા રહે. તેમણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સાહિત્ય, સંગીત અને અન્ય લલિત કળાઓના સંવર્ધન માટે એક ભવ્ય સાંસ્કૃતિક ભવનના નિર્માણની નેમ પણ દર્શાવી હતી.

Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 06
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 06

આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી પ્રો. વિષ્ણુભાઇ પંડયા, યુવક સેવા રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ શ્રી સી.વી. સોમ, લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્ય સર્જકો, લેખકો, અગ્રણીઓ આમંત્રિતો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. (પી.આર.ઓ./જિતેન્દ્રરામી)

Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 07
Sahityakara Mohammada Mankada Sahitya Gaurav Puraskarthi Sanmanita 07

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More