- Advertisement -

સમાજ જીવનની છબી રજૂ કરતા ફોટોગ્રાફર્સ

ફોટોગ્રાફીની શોધે ઘટના અને પ્રસંગની સ્મૃતિઓને સચિત્ર જીવંત રાખવાની સુવિધા આપી છે પ્રેસ ફોટોગ્રાફર્સ સમાજ જીવનની છબી રજૂ કરે છે - નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ

વડોદરા તા. ૧૯ ઓગષ્ટ, ૨૦૧૯ (સોમવાર) વર્લ્ડ ફોટોગ્રાફી ડે-વિશ્વ છબીકલા દિવસની ઉજવણીના હેતુસર વડોદરાના નામાંકિત પ્રેસ ફોટોગ્રાફર્સ દ્વારા સતત સાતમા વર્ષે છબી પ્રદર્શન ક્લિક ૭ નું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે કીર્તિમંદિર પરિસરમાં આવેલી અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું અને વડોદરાના નગરજનો આ પ્રદર્શન અવશ્ય નિહાળે એવો અનુરોધ કરતા સાત વર્ષથી આ પ્રકારનું આયોજન નિયમિત કરવા માટે ફોટો જર્નલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરાને અભિનંદન આપ્યા હતા.

Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 01

- Advertisement -

- Advertisement -

550

Get real time updates directly on you device, subscribe now.

  • ફોટોગ્રાફીની શોધે ઘટના અને પ્રસંગની સ્મૃતિઓને સચિત્ર જીવંત રાખવાની સુવિધા આપી છે પ્રેસ ફોટોગ્રાફર્સ સમાજ જીવનની છબી રજૂ કરે છે – નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ
  • વિશ્વ છબીકલા દિવસની ઉજવણી પ્રસંગે ફોટો જર્નલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા આયોજિત છબી પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો.
Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 02
Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 02
Related Posts
1 of 481

પ્રેસ ફોટોગ્રાફીમાં બીજીવાર તક ભાગ્યે જ મળે છે અને સતર્કતા સાથે જે તે પળને  કૅમેરા માં ક્લિક કરી લેવી પડે છે એવી લાગણી વ્યક્ત કરતા તેમણે વડોદરાના પ્રેસ ફોટોગ્રાફર્સ ની સદા સતર્ક કામગીરી અને ચપળતાને બિરદાવી હતી.તેમણે જણાવ્યું કે છબીકલા ની શોધને લીધે આજે ઇતિહાસ બની ગયેલી ઘટનાઓને જીવંત દ્રશ્યો રૂપે સદીઓ સુધી સાચવવાની સુવિધા મળી છે.

Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 03
Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 03

પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહજી ગહલૌતે શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે પ્રેસ ફોટોગ્રાફી એ ખૂબ પડકારજનક, સતર્કતા અને સમયસૂચકતા માંગી લેનારી કામગીરી છે અને વડોદરાના ફોટો જર્નલિસ્ટ ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે. મેયર ડો.જીગીશાબહેન શેઠ, ધારાસભ્ય સીમાબહેન મોહિલે, શૈલેષભાઇ મહેતા, મનિશાબહેન વકીલ, નાયબ મેયર ડો.જીવરાજભાઈ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિત મહાનુભાવોએ શુભકામનાઓ પાઠવી હતી અને ખૂબ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું.

Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 04
Samaj Jivan Ni Chabi Raju Karata Photographers 04

શ્રી મોહનભાઇ નાયર, કરણ ગ્રોવર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સતિષભાઈ પટેલ, રમેશભાઈ રાજા સહિત નગરસેવકો, પદાધિકારીઓ, કલા જગતના અગ્રણીઓ અને શુભેચ્છકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંડળની પદાધિકારી અને જાણીતા ફોટો જર્નલીસ્ટશ્રી વલભ શાહે સહુ આવકાર્યા હતા તથા વડોદરાના રાજવી પરિવાર સહિત આ આયોજનને સફળ બનાવવામાં યોગદાન આપનાર સહુ શુભેછાકોનો આભાર માંન્યો હતો. આ પ્રદર્શનમાં વડોદરાના પ્રેસ ફોટોગ્રાફીને સમર્પિત ૯ ફોટો જર્નલીસ્ટસની શ્રેષ્ઠ આઠ મડીને કુલ ૭૨ પસંદીદા તસ્વીરો મુકવામાં આવી છે. લોકો તા.૨૧મી ઓગસ્ટ સુધી સવારના ૧૦:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી આ પ્રદર્શન નિહાળી શકાશે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More