- Advertisement -

સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ

આજરોજ જામનગર ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આણંદાબાવા સેવા સંસ્થાના પરિસરમાં  વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત દિવ્યાંગો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ, માં અમૃતમ કાર્ડ કેમ્પ, યુ.ડી.આઇ.ડી કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી, યુ.ડી.આઇ.ડી કાર્ડ વિતરણ, દિવ્યાંગોનું સન્માન તથા સાધન સહાય વિતરણનાં કાર્યક્રમો યોજાયા હતા.

Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 01

- Advertisement -

- Advertisement -

256

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 398

કાર્યક્રમનો શુભારંભ શ્રી રામ મૂકબધિર શાળા, અંધજન તાલીમ મંડળ જામનગર અને આસ્થા કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કર્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે, પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકીએ દિવ્યાંગ બાળકોની અનન્ય પ્રતિભાઓને પ્રભુના ખાસ સિતારાઓ કહી નવાજ્યા હતા.

Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 02
Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 02
Also You like to read
1 of 209

આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેનએ પણ કહ્યુ હતું કે,  દિવ્યાંગ બાળકો એ અશક્ત નહીં પરંતુ સામાન્યજન કરતાં પણ વધુ સશક્ત છે તેમને માત્ર યોગ્ય માર્ગદર્શનની જ આવશ્યકતા છે. જેથી સમાજના સામાન્યજનો એ કે દિવ્યાંગો એ પણ કયારેય પોતાને અશક્ત માનવા નહીં. સાથેજ ઉમેર્યુ હતું કે, સરકારશ્રી અને સમાજ સુરક્ષા વિભાગ દિવ્યાંગોને માર્ગદર્શન આપવા અને તેમની પ્રતિભા ખીલવવામાં સતત સહકાર આપશે. અહીં દિવ્યાંગોને ટ્રાયસિકલ, એમ.આર.કીટ, હાર્મોનિયમ જેવા સાધન સહાયનું વિતરણ કરાયું હતુ.

Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 03
Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 03

આ ઉજવણીમાં શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, આણદાબાવા સેવા સંસ્થાનના ટ્રસ્ટીશ્રી જયંતીભાઇ અડાલજા, ઉદયભાઇ ત્રિવેદી, કિશોરભાઇ સંઘાણી, અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ્રમુખશ્રી પ્રકાશભાઇ મંકોડી, પ્રખ્યાત ફિઝીયોથેરાપીસ્ટ શ્રી ભાવીનભાઇ શાહ, આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રક્ટરશ્રી હરેશભાઇ હિંડોચા, રેલ્વે ઓફિસરશ્રી રાકેશભાઇ જોષી તથા બહોળી સંખ્યામાં દિવ્યાંગ બાળકો તેમના માતા-પિતા અને દિવ્યાંગ સંસ્થાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 04
Samaja Suraksa Vibhaga Dvara Visva Divyanga Divasani Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More