- Advertisement -

સમાજવાડી ભવન થકી પારીવારીક ઐક્ય અને સમરસતા કેળવાય છે

વિસાવદરનાં હનુમાનપરામાં લેઉવા પટેલ સમાજ ભવનનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા

વિસાવદર નજીકનાં હનુમાનપરા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજનાં યુવાનો દ્વારા તાજેતરમાં  રામજીમંદિરનું નિર્માણકાર્ય સંપન્ન કર્યા બાદ ૧૮૦ જેટલા પરિવારનાં યુવાનો દ્વારા વ્યક્તિગત પ્રતિમાસ રૂા. ૨૦૦નાં અંગત ફાળાની રકમ એકત્ર કરવાની શરૂઆત કરીને સમાજવાડી ભવનનું નિર્માણ કરવાની હામ ભીડી હતી.

Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 02

- Advertisement -

- Advertisement -

218

Get real time updates directly on you device, subscribe now.

સમાજવાડી ભવન થકી પારીવારીક ઐક્ય અને સમરસતા કેળવાય છે

વિસાવદર નજીકનાં હનુમાનપરા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજનાં યુવાનો દ્વારા તાજેતરમાં  રામજીમંદિરનું નિર્માણકાર્ય સંપન્ન કર્યા બાદ ૧૮૦ જેટલા પરિવારનાં યુવાનો દ્વારા વ્યક્તિગત પ્રતિમાસ રૂા. ૨૦૦નાં અંગત ફાળાની રકમ એકત્ર કરવાની શરૂઆત કરીને સમાજવાડી ભવનનું નિર્માણ કરવાની હામ ભીડી હતી. હનુમાનપરાનાં મારુતી નગર સમીપ નારણભાઇ દુધાતનાં સુપુત્રો રતીભાઇ અને રવજીભાઇ દુધાતે  પોતાની ખેતીની જમીનનું સમાજભવનનાં નિર્માણ માટે ભુમિદાન કર્યુ હતુ. આ જમીન ઉપર દાતાઓનાં સહયોગથી નિર્માણ પામનાર સમાજભવનનું રાજ્યનાં અન્ન, નાગરીક પુરવઠો અને ગ્રહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ, લેખનસામગ્રીનું કાર્યાલય વિભાગનાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાનાં હસ્તે ભુમિપૂજન કરી ખાતમુહર્ત  કરવામાં આવ્યુ હતુ.

  • વિસાવદરનાં હનુમાનપરામાં લેઉવા પટેલ સમાજ ભવનનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા
  • સમાજવાડી ભવન થકી પારીવારીક ઐક્ય અને સમરસતા કેળવાય છે- મંત્રીશ્રી જયેશભાઇ
Related Posts
1 of 398

વિસાવદર ખોડલધામ સમિતી દ્વારા કાગવડ ખોડલધામનાં ચેરમેનશ્રી નરેશભાઇ પટેલનું ૧૮૩મું રક્તતુલાથી સન્માન કરાયુ તેનાં પ્રતીભાવમાં નરેશભાઇએ લેઉવા પટેલ સમાજનાં યુવાનો એકત્ર બની સમાજ સંગઠન અને સમાજહીત માટે પાયાની જરૂરીયાતો પુર્ણ કરવા જે રીતે કામ કરે છે તેને બીરદાવી સકળ સષ્ટીનું માં ખોડલ કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી જણાવ્યુ કે જે સમાજ સમયની સાથે કદમ મિલાવે છે તે હંમેશાં સફળ થતો હોય છે.

Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 01
Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 01

સમાજવાડી ખાતમુહુર્ત પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતુ કે સમાજવાડી મનુષ્યના જીવનમાં સારા વિચારોનું ઉદ્ભવસ્થાન છે અને તેના થકી જ સારા સમાજનું ઘડતર તેમજ સારા સંસ્કારોનું સિંચન થતું હોવાની લાગણી વિસાવદર તાલુકાનાં હનુમાનપરાનાં મારૂતીનગર ખાતે નિર્માણાધિન લેઉવા પટેલ સમાજ ભવનનાં ખાતમુહુર્ત પ્રસંગે રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ વ્યકત કરી હતી. નુતન સમાજવાડીના નિર્માણમાં સહકારીતા અને સંગઠીતતાના સમન્યવય થકી અને ટીમવર્કથી કરાતા કાર્યોને હંમેશાં જવલંત સફળતા મળે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હનુમાનપરાનાં યુવાનોએ સ્વબળે આગળ વધી સામાજીક ઐક્ય અને સમરસતા કેળવાય તે દિશામાં કાર્ય કરી રજુ કર્યુ છે. સૈા યુવાનોને સમાજહીતનાં કાર્યો કરવા બદલ મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

Also You like to read
1 of 209
Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 02
Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 02

આ પ્રસંગે સત્તાધાર ધામનાં મહંતશ્રી વિજયબાપુએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ કે સામાજીક ઉત્કર્ષનાં કાર્યો થકી સમાજની પાયાની જરૂરીયાતો સહકારીતાથી સંપન્ન થાય છે. વિજયબાપુએ લેઉવા પટેલ સમાજના યુવાનો વધુને વધુ શિક્ષિત થઇ સમાજ ઉપયોગી કાર્યોમાં મદદરૂપ થાય અને સમાજ શ્રેષ્ઠતાનાં શિખરો સર કરે તેવા આશિષ આપ્યા હતા. આ તકે જિલ્લા ભારતીય જનતા પક્ષનાં પ્રમુખશ્રી કીરીટભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે હનુમાનપરમાં સધળી સવલતોથી સજ્જ એવી સમાજવાડીના નિર્માણથી સમાજને તેમજ ગ્રામજનોને વધુ સારી સુવિધા મળશે. કીરીટભાઇએ સંઘબળે સિધ્ધી હાંસલ થાય તેની સાર્થકતા સદ્રષ્ટાંત વિધાનોટાંકી યુવાનોને વ્યસન અને બહેનોને બિનજરૂરી ફેશનથી દુર રહેવા આહવાન કર્યુ હતુ. જૂનાગઢ અને માંડાવડ ખાતે પટેલ સમાજનાં શિક્ષણ ફલકને સંભાળી વિદ્યાર્થઓમાં વિદ્યાપૂંજનાં સિ;ચન કરતાં કેળવણીકાર જે.કે.ઠેશીયાએ જણાવ્યુ કે જ્ઞાતિની સમાજવાડીથી જ સારા મજબૂત સમાજનું નિર્માણ થાય છે, જેના થકી જ સમાજના ઉત્કર્ષ કાર્યો સફળ થતાં હોય છે.

Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 03
Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 03

વિસાવદરનાં ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીબડીયાએ યુવાનોને રોજગારી મળી રહે તે દિશામાં ઉપસ્થિત સમાજશ્રેષ્ઠીઓને ચિંતન કરવા આહવાન કર્યુ હતુ. હનુમાનપરા વિસ્તારમાં નવનિર્માણ થનાર લેઉવા પટેલ સમાજમાં આર્થિક યોગદાન આપનાર દેશનાં વિવિધ પ્રાંતમાં રોજગારી અને ધંધા વ્યવસાયથી સ્થાઇ થયેલા દિલેર દાતાઓને બિરદાવી સમાજના કાર્યોમાં સહયોગી બન્યા તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્યોગપતિ શ્રીજનકભાઇ ધાનાણી, પ્રફુલભાઇ હરખાણી, રવજીભાઇ પાનસુરીયાએ સમાજમાં શિક્ષણ, સંગઠનનો વ્યાપ વધારવા અને મહિલાઓને સામાજિક પ્રવૃત્તિઓમાં વધુ સ્થાન આપવાની હિમાયત કરી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, અને સમાજશ્રેષ્ઠીઓએ વિસાવદરનાં સરદાર ચોકમાં વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ગ્રામજનોએ બેન્ડની સુરાવલી સાથે જાગૃતિ રેલી સ્વરૂપે સમાજવાડી સ્થળે આવી ભુમિપુજન કરી ખાતમૂહૂર્ત કર્યુ હતુ. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય બાદ હનુમાન પરાની બાળાઓએ આવકાર ગીતથી અતિથીઓને આવકાર્યા હતા.

Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 04
Samajwadi Bhavana Thaki Parivarik Aikya Ane Samarasata Kevay Che 04

કાર્યક્રમનાં અતિથીવિશેષ પદે નેસડીધામથી લવજીબાપુ, બગસરા આપાગીગાધામથી જેરામબાપુ, મન્ચછારામ બાપુ, અગ્રણીશ્રી રતીભાઇ સાવલીયા, પુર્વ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, અગ્રણી ઉદ્યોગપતિશ્રી ભુપેન્દ્રભાઇ રીબડીયા, કે.કે કથીરીયા, રવજીભાઇ કથીરીયા, ખોડલધામ કાગવડનાં ટ્રસ્ટીશ્રી ગોપાલભાઇ રૂપાપરા, કન્વીનરશ્રી પરેશભાઇ ડોબરીયા, સમાધાન પંચનાં અમુભાઇ પાનસુરીયા અને નયનાબેન વઘાસિયા, અગ્રણી બિલ્ડરશ્રી રિમ્પલ વઘાસિયા, બાબુભાઇ સાવલીયા, નટુભાઇ પોંકીયા, ઘનશ્યામભાઇ ડોબરીયા, ઘનશ્યામભાઇ સાવલીયા, રમણિકભાઇ દુધાત્રા, વલ્લભભાઇ દુધાત, ધીરુભાઇ રીબડીયા સહિત સમાજઉત્કર્ષ માટે આર્થિક સહયોગી દાતા, સમાજશ્રેષ્ઠીઓ, રાજદ્રારી અતિથીઓ, ગામના ગૈારવ રૂપ તેજસ્વી તારલાઓ, સરદાર પટેલ સેવા સમાજનાં ટ્રસ્ટીગણ, વિસાવદરનાં ડોક્ટર સેલનાં સભ્યો, વેટરનરી ડોક્ટરોની ટીમ, નાથાણી વોલેન્ટરી બલ્ડ બેંકની ટીમ, વિસાવદર તાલુકાનાં લેઉવા પટેલ સમાજ પરિવારનાં સભ્યો, વડીલો બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More