- Advertisement -

સમુદ્રી તરણ સ્પર્ધામાં સુરતની મોનિકાએ બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા

વેરાવળની સમુદ્રી તરણ સ્પર્ધામાં સુરતની મોનિકા નાગપુરે બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા બની

સુરત, ગુરુવાર: વેરાવળ ખાતે અરબી સમુદ્રમાં યોજાયેલી ૩૧મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં બહેનોમાં સુરતના મોનિકા નાગપુરે ૪ કલાક ૩૯ મિનીટ અને ૦૨ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રમાંથી કુલ 6, ગુજરાતમાંથી કુલ 12 અને પશ્રિમ બંગાળમાંથી ૧ એમ મળી કુલ ૧૯ સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.

Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 04

- Advertisement -

- Advertisement -

34

Get real time updates directly on you device, subscribe now.

સમુદ્રી તરણ સ્પર્ધામાં સુરતની મોનિકાએ બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા

સુરત, ગુરુવાર: વેરાવળ ખાતે અરબી સમુદ્રમાં યોજાયેલી ૩૧મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં બહેનોમાં સુરતના મોનિકા નાગપુરે ૪ કલાક ૩૯ મિનીટ અને ૦૨ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રમાંથી કુલ 6, ગુજરાતમાંથી કુલ 12 અને પશ્રિમ બંગાળમાંથી ૧ એમ મળી કુલ ૧૯ સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.

Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 01
Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 01
  • વેરાવળની સમુદ્રી તરણ સ્પર્ધામાં સુરતની મોનિકા નાગપુરે બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા બની
  • ૧૬ દરિયાઇ નોટિકલ માઇલનું અંતર ૪ કલાક ૩૯ મિનીટમાં પૂર્ણ કર્યું
  • મોનિકા એમ. નાગપુરે સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને વિજેતા
Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 02
Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 02
Related Posts
1 of 483

સ્વીમિંગ ક્ષેત્રે સુરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. શહેરની મોનિકા એમ. નાગપુરે સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને વિજેતા થઇ છે. મોનિકાએ આદ્રીથી વેરાવળ બંદર સુધી ૧૬ દરિયાઇ નોટીકલ માઇલનું અંતર ૪ કલાક ૩૯ મિનીટમાં પૂર્ણ કર્યું હતું. મોનિકાએ જણાવ્યું હતું કે, આજે સમુદ્ર શાંત હોવાથી સરળતાથી સ્વીમીંગ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મોનિકાનો જુસ્સો જોઇ વેરાવળનાં સાગરપુત્રોએ તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લઇ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 03
Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 03

આદ્રીથી વેરાવળ બંદર ૧૬ દરિયાઇ નોટીકલ માઇલ સુધીની આ સ્પર્ધામાં મોનિકા નાગપૂરે સિવાય ભાઇઓમાં સુરતનો ઉન્મીત સુરતી ૭  કલાક ૧૦ મિનીટ અને ૫૩ સેકન્ડનો સમય લઈ બીજુ સ્થાન તેમજ બહેનોમાં સુરતના દર્શના સેલર ૫ કલાક ૨૪ મિનીટ અને ૪૯ સેકન્ડના સમય સાથે બીજુ સ્થાન તથા સુરતના મેહાલી ભાજીવાલા ૫ કલાક ૩૧ મિનીટ અને ૧૯ સેકન્ડનાં સમય સાથે તૃતિય સ્થાન મેળવી વિજેતા થયા હતા. આમ બહેનોમાં ત્રણેય સ્થાન સુરતે પ્રાપ્ત કરી ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું હતુ.

Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 04
Samudri Taran Spardhama Surat Ni Monika E Baheno Ni Category Ma Prathama Krame Vijeta 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More