સરકારની સંવેદના ભરી સહાયથી આર્થિક સમસ્યાને મ્હાત કરતા દિવ્યાંગ

સરકારની સંવેદના ભરી સહાયથી આર્થિક સમસ્યાને મ્હાત કરતા દિવ્યાંગ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની પૂર્વ તળેટીમાં હાલોલ તાલુકાનું નાનકડું અમરાપુરી ગામ વસેલું છે. મુખ્યત્વે ખેતીથી ગુજરાન કરતા ગ્રામજનોમાં દિવ્યાંગ પારૂલબેન રાજેશભાઈ બારિયા પરિવાર સાથે રહે છે. પારૂલબેન પગથી મજબૂર છે તો રાજેશભાઈ બોલી નથી શકતા. ખેતીની જમીન હોવા છતા દિવ્યાંગ દંપતી ખેતીથી આવકના બે છેડા સરખા નહોતા કરી શકતા. એટલે ઘરમાં જ નાનકડી દુકાન શરૂ કરી.

Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 03
248

Get real time updates directly on you device, subscribe now.

  • સરકારની સંવેદના ભરી સહાયથી
  • નાનકડા અમરાપુરી ગામના દિવ્યાંગ પારૂલબેને પરિવારની આર્થિક સમસ્યાને મ્હાત કરી
Related Posts
1 of 364
Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 01
Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 01

દુકાન તો શરૂ કરી પરંતુ દુકાન માટે જરૂરી માલ-સામાન લાવવા પણ પૈસા તો જોઈએ ને? સમસ્યા તો હતી જ. આર્થિક મદદ ક્યાંથી મેળવવી તે પણ સમસ્યા હતી. પરંતુ પારૂલબેનને સરકારી દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની માહિતી મળી. પારૂલબેન પતિને લઈ ગોધરા સમાજસુરક્ષાની કચેરીએ આવ્યા, જરૂરી દસ્તાવેજો આપ્યા અને સમાજ સુરક્ષા કચેરીએ તેમના દસ્તાવેજોના આધારે રૂ.50,000/-ની રોકડ સહાય મંજૂર કરી પારૂલબેનને તત્કાલીન કલેક્ટરના હસ્તે ચેક આપ્યો.

Also You like to read
1 of 175
Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 02
Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 02

આ આર્થિક સહાય વડે પારૂલબેને પોતાની નાનકડી દુકાનને માલ-સામાનથી ભરી દીધી. સાથે શાકભાજીનું પણ વેચાણ શરૂ કર્યું અને મહિને રૂપિયા 3,000/- જેટલી કમાણી શરૂ કરી. આમ પરિવારની આર્થિક પંગુતાને દૂર કરી પારૂલબેને આર્થિક મજબૂતાઈ આપી. આજે તેઓ સરકારની આ સંવેદનાભરી સહાયથી ખૂબ ખુશ છે.

Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 03
Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 03

પંચમહાલ સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમલીત આ  દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ વર્ષ 2019-20માં આજ સુધી કુલ 14 દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ તા.21/05/2016 પછી જે દિવ્યાંગોના લગ્ન થયા હોય તેમને મળે છે. લગ્ન કરેલ જોડામાં જો એક વ્યક્તિ 40 ટકાથી વધુ દિવ્યાંગ  તો રૂ.50,000/- અને બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો રૂ.એક લાખની સંવેદનાભરી સહાય સરકાર કરે છે. દિવ્યાંગ વ્યક્તિના લગ્ન જો તા.21/05/2016 પહેલા થયા હોય તો શું? તો તેમને પણ સરકાર દ્વારા રૂ.20 હજારની સહાય આપવામાં આવે છે.

Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 04
Sarakara Ni Sanvedana Bhari Sahayathi Arthika Samasya Ne Mhata Karata Divyanga 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More