સરકારી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

સરકારી સ્કૂલના શિક્ષકો અને આચાર્યના સાર્થક પ્રયાસથી વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન, રમત-ગમત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી

સ્કૂલના બાળકોને સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ મળી રહ્યું છે. દિલ્હી આઇ.આઇ.એમ દ્વારા કમ્પ્યુટરની ઓનલાઇન પરીક્ષામાં સ્કૂલના તમામ બાળકો ૮૦ ટકાથી વધુ માર્ક્સ લાવે છે. બાળકોને સંગીતના ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે તબલા, ઢોલ, વાજિંત્ર, હાર્મોનિયમ સાથે તાલબદ્ધ ગાવાનું શીખવાડવામાં આવે છે. ૨૯ બાળકો છેલ્લાં ત્રણ વર્ષથી ઇન્ટરનેશનલ લેવલ પર ફૂટબોલ રમી રહ્યા છે. સ્કેટિંગમાં બાળકોએ ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખ્યાતિ મેળવી છે. આવી અનેક સિદ્ધિઓ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની થલતેજ પ્રાથમિક શાળા નંબર-૧ અને રોપડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેળવી છે. આ તમામ સિદ્ધિઓ પાછળ સ્કૂલના શિક્ષક અને આચાર્યનો ખુબ મોટો ફાળો રહેલો છે.

Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 01
247

Get real time updates directly on you device, subscribe now.

સરકારી સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

Related Posts
1 of 302

સ્કૂલના બાળકોને સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ મળી રહ્યું છે. દિલ્હી આઇ.આઇ.એમ દ્વારા કમ્પ્યુટરની ઓનલાઇન પરીક્ષામાં સ્કૂલના તમામ બાળકો ૮૦ ટકાથી વધુ માર્ક્સ લાવે છે. બાળકોને સંગીતના ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે તબલા, ઢોલ, વાજિંત્ર, હાર્મોનિયમ સાથે તાલબદ્ધ ગાવાનું શીખવાડવામાં આવે છે. ૨૯ બાળકો છેલ્લાં ત્રણ વર્ષથી ઇન્ટરનેશનલ લેવલ પર ફૂટબોલ રમી રહ્યા છે. સ્કેટિંગમાં બાળકોએ ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખ્યાતિ મેળવી છે. આવી અનેક સિદ્ધિઓ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની થલતેજ પ્રાથમિક શાળા નંબર-૧ અને રોપડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મેળવી છે. આ તમામ સિદ્ધિઓ પાછળ સ્કૂલના શિક્ષક અને આચાર્યનો ખુબ મોટો ફાળો રહેલો છે.

  • સરકારી સ્કૂલના શિક્ષકો અને આચાર્યના સાર્થક પ્રયાસથી વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન, રમત-ગમત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી
  • આદર્શ શિક્ષકનું ઉદાહરણ પૂરૂ પાડતા સરકારી સ્કૂલના આચાર્ય અને શિક્ષક

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની થલતેજ પ્રાથમિક શાળા નંબર-૧ના શિક્ષકશ્રી મહેશભાઇ ઠક્કર જણાવે છે કે, સરકારી સ્કૂલમાં ગરીબ વર્ગના બાળકો ભણવા આવે છે. દરેક ગરીબ વર્ગના માતા-પિતા આશા રાખતા હોય છે કે તેમનો પુત્ર કે પુત્રી ભણીને મા-બાપનું નામ રોશન કરે. આવા સમયે સરકારી સ્કૂલના દરેક શિક્ષક અને આચાર્યની જવાબદારી વિશેષ થઇ જતી હોય છે. થલતેજ પ્રાથમિક શાળા નંબર-૧માં ભણવા આવતા વિદ્યાર્થીઓને શરુઆતમાં વિવિધ એક્ટિવિટી દ્વારા બાળકોમાં રહેલી આવડત અને બાળકોને શેમાં રસ છે તે જાણવાનો પ્રયાસ કરાય છે. બાળકોને સ્કૂલ ઉપરાંતના સમયમાં વધુ શિક્ષણ મળે તે માટે ‘બિફોર સ્કૂલ આફટર સ્કૂલ’ પ્રોજેક્ટ દ્વારા નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. સરકારી સ્કૂલમાં ભણતું બાળક અમારી પાસે આવીને કહે કે અમારી પાસે ટ્યૂશનના પૈસા નથી અને મારે વિશેષ ભણવાની જરૂર છે, તો એના માટે અમે ‘બિફોર સ્કૂલ આફટર સ્કૂલ’ દ્વારા એક વ્યવસ્થા કરી છે. બીફોર સ્કૂલ આફર સ્કૂલમાં માત્રને માત્ર ૫થી ૮માં ઘોરણમાં અભ્યાસ કરતા સરકારી સ્કૂલના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે.

Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 01
Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 01

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, એક સ્પોર્ટ્સ એકેડમી દ્વારા છેલ્લા ૪ વર્ષથી બાળકોને ફૂટબોલની તાલીમ આપવામાં આવે છે. હાલ અમારી સ્કૂલના ૨૯ બાળકો છેલ્લાં ત્રણ વર્ષથી ઇન્ટરનેશનલ લેવલ પર ફુટબોલ રમી રહ્યા છે. જેમાંથી ઘણા બાળકો દર વર્ષે સ્વિડન ફૂટબોલ ટૂર્નામેન્ટ રમવા જાય છે. જ્યારે ગુજરાતની અં-૧૪ ગર્લ્સની જે ટીમ બની તેમાં કુલ ૧૬ છોકરીઓમાંથી ૬ છોકરીઓ સરકારી સ્કૂલની હતી. આ ટીમમાંથી એક છોકરી ખુશ્બુ કાશીરામ નેશનલ લેવલ પર સિલેક્ટ થઇ જે અમારી સ્કૂલની છોકરી છે. જે અમારી માટે મોટી સિદ્ધી હતી. આ ઉપરાંત જુલાઇ મહિનામાં ૬ છોકરીઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સ્વિડન જઇને આવી છે.

Also You like to read
1 of 116

વિજ્ઞાન ક્ષેત્રમાં પણ બાળકોને પૂરતુ માર્ગદર્શન આપવામાં આવે છે. વિજ્ઞાન વિષયમાં અમે બાળકને પોતાના રસનો પ્રોજેક્ટ કરવા આપીએ છીએ. જેમાંથી અમે દર વર્ષે ૧૫થી ૧૭ બાળકો જે વિજ્ઞાન ક્ષેત્રમાં વધુ રસ ઘરાવે છે તેમનું સિલેક્શન કરીએ છીએ. આ બાળકોને છેલ્લાં ૧૧ વર્ષથી  વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં સ્પેશિયલ તાલીમ માટે મોકલીએ છીએ. આ તાલીમથી સરકારી સ્કૂલના બાળકો મેથ્સ-સાયન્સ પ્રદર્શનમાં ૩ વખત સ્ટેટ લેવલમાં વિજેતા બની ચૂક્યા છે. આ ઉપરાંત ડ્રોઇંગમાં પણ અમારી સ્કૂલના બાળકો અવ્વલ આવી રહ્યા છે.

Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 02
Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 02

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમારું કામ બાળકોની અંદર બીજ રોપવાનું છે. અમે બધી જ શક્યતાઓથી બાળકોમાં બીજ રોપીએ છીએ. જ્યારે આ બાળકને ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ મળે ત્યારે આ બીજના અંકુર ફૂટે છે અને આ બાળક પોતાના ભવિષ્યમાં આગળ વધે છે, આ ઉદ્દેશથી અમે કામ કરી રહ્યા છીએ.

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા રોપડામાં આચાર્યશ્રી નિશિથિભાઇ આચાર્યએ ભાર વગરના ભણતરના સુત્રને સાર્થક કર્યું છે. શાળામાં સ્માર્ટ કલાસ દ્વારા ડિજિટલ શિક્ષણ સાથે કમ્પ્યુટર શીખવાય છે. શાળાના ઈ-મેઈલ, ટિ્વટર ગૂગલ બ્લોગ, યૂ-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર શાળાની તમામ પ્રવૃતિઓ પ્રદર્શિત કરવામાં આવે છે.

Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 03
Sarakari Skula Ma Smarta Class Dvara Digital Siksan Apavama Avi Rahyu Che 03

આચાર્યશ્રી નિશિથિભાઇએ જણાવ્યું કે, શાળા દ્વારા શિક્ષણ, પર્યાવરણ બચાવો, ગ્રીન વિલેજ ગ્રીન સ્કૂલ, વાલી જાગૃતિને લગતા અને શિક્ષણને લાગતા 10 જેટલા વિવિધ ઈનોવેટિવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. દર શનિવારે શાળા સમય બાદ શાળાના બાળકોને સંગીત શીખવવામાં આવે છે. શાળાનાં બાળકો તબલા, ઢોલ, વાજિંત્ર, હાર્મોનિયમ સાથે તાલબદ્ધ ગાવાનું શીખી રહ્યા છે. રોપડા ગામની શાળાના ૧૪૦ જેટલા બાળકો સ્કેટિંગ કરી શકે છે તથા ૮૦ જેટલા બાળકોએ કરાટેની પાંચ જેટલી તાલીમ મેળવેલી છે. સ્કેટિંગમાં રોપડા શાળાએ ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર રાજ્યમાં ખ્યાતિ મેળવેલ છે. (અહેવાલ : ગોપાલ મહેતા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More