- Advertisement -

સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે કેન્દ્રિય વિદ્યાલયનું ભૂમિપૂજન કરતાં શિક્ષણ મંત્રી

રૂ.૨૨ કરોડના ખર્ચે આઠ એકર વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત કેન્દ્રીય વિદ્યાલયનું નવીન સંકુલ આકાર પામશે

સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે નિર્માણ પામનાર કેન્દ્રિય વિદ્યાલયનુંમાનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્ હસ્તે ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રૂ.22 કરોડના ખર્ચે આવનાર અઢાર મહિનામાં કેન્દ્રિય વિદ્યાલયના નવીન મકાનનું બાંધકામ પૂર્ણ કરવામાં આવશે.

Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 04

- Advertisement -

- Advertisement -

82

Get real time updates directly on you device, subscribe now.

સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે કેન્દ્રિય વિદ્યાલયનું ભૂમિપૂજન કરતાં શિક્ષણ મંત્રી

  • સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે કેન્દ્રિય વિદ્યાલયનું ભૂમિપૂજન કરતાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
  • રૂ.૨૨ કરોડના ખર્ચે આઠ એકર વિસ્તારમાં આધુનિક સુવિધાયુક્ત કેન્દ્રીય વિદ્યાલયનું નવીન સંકુલ આકાર પામશે
  • સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે નિર્માણ પામનાર કેન્દ્રિય વિદ્યાલયનુંમાનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્ હસ્તે ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રૂ.22 કરોડના ખર્ચે આવનાર અઢાર મહિનામાં કેન્દ્રિય વિદ્યાલયના નવીન મકાનનું બાંધકામ પૂર્ણ કરવામાં આવશે.

Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 01
Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 01

કેન્દ્રિય વિદ્યાલયના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા માનનીય સંસદ સભ્ય શ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાને ઉચ્ચ કક્ષાના શિક્ષણ સંસ્થાનની ભેટ મળી છે. ગુજરાતના વિદ્યાર્થી પણ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓની જેમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં ભાગીદાર બને તે માટે શુભેચ્છા પાઠવું છું.

Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 02
Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 02
Related Posts
1 of 443

રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭માં દેશભરમાં કુલ ૩૨ કેન્દ્રિય વિદ્યાલય મંજૂર કરવામાં આવ્યા હતા. પછાત ગણાતા પાટણ જિલ્લામાં તે પૈકી મંજૂર થયેલું કેન્દ્રિય વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું છે. હાલ કે.કે.ગર્લ્સ હાઈસ્કુલમાં ચાલતા કેન્દ્રિય વિદ્યાલયને હવે આધુનિક સુવિધાયુક્ત આગવું અને નવીન સંકુલ મળશે.

Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 03
Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 03

સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામ ખાતે તાલુકા સેવા સદન પાસે રૂ.૨૨ કરોડના ખર્ચે આઠ એકર વિસ્તારમાં આકાર પામનાર કેન્દ્રિય વિદ્યાલય બે માળનું અને બે વિભાગમાં વહેંચાયેલું હશે. શૈક્ષણિક વર્ગખંડો ઉપરાંત રમતનું મેદાન, મલ્ટીપરપઝ હૉલ, કમ્પાઉન્ડ વૉલ સહિતની સુવિધાઓ હશે.

Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 04
Sarasvati Taluka Na Coramarapura Khate Kendriya Vidyalaya Nu Bhumi Pujan Karata Siksana Mantri 04

ચોરમારપુરા ખાતે કેન્દ્રિય વિદ્યાલયના નવીન પ્રકલ્પના ભૂમિપૂજન પ્રસંગે સંગઠનના પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ,પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. (માહિતી બ્‍યુરો, પાટણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More