- Advertisement -

સરદાર ધામ ખાતે સરદાર સાહેબની ૫૦ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના પ્રતિક સરદાર સાહેબની  ૫૦ ફૂટ ઉંચી પ્રતિમાનું સરદાર ધામ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના સરદારધામ ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને દાતાઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતાના પ્રતિક સમાન સરદાર સાહેબની ૫૦ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે સરદારધામ ખાતે વિરાટ વ્યક્તિત્વની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં હું ધન્યતા અનુભવું છું. સમગ્ર વિશ્વમાં સરદાર સાહેબનું વિશિષ્ટ વ્યક્તિત્વ, અખંડ ભારતના શિલ્પિ તરીકે રાષ્ટ્રનું ગૌરવ છે. વૈષ્ણોદેવી સર્કલ સરદાર પટેલ રીંગ રોડ ઉપરથી પસાર થતાં તમામ લોકો વાહનો સરદાર સાહેબને વંદન કરીને તેમનામાંથી રાષ્ટ્ર એક્તા અને અખંડિતતાની પ્રેરણા મેળવી લોખંડી બનવાના આર્શીવાદ મેળવશે એમ તેમણે કહ્યું હતું.

Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 04

- Advertisement -

- Advertisement -

102

Get real time updates directly on you device, subscribe now.

રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના પ્રતિક સરદાર સાહેબની  ૫૦ ફૂટ ઉંચી પ્રતિમાનું સરદાર ધામ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુથારે  સરદાર ધામની પ્રતિમા બનાવી
  • મુખ્ય દાતાશ્રી રણછોડભાઇ પરિવાર અને પ્રતિમાના શિલ્પિ શ્રી રામ સુથાર સહિત અન્ય દાતાઓનું સન્માન
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 01
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 01
Related Posts
1 of 439

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના સરદારધામ ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને દાતાઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતાના પ્રતિક સમાન સરદાર સાહેબની ૫૦ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે સરદારધામ ખાતે વિરાટ વ્યક્તિત્વની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં હું ધન્યતા અનુભવું છું. સમગ્ર વિશ્વમાં સરદાર સાહેબનું વિશિષ્ટ વ્યક્તિત્વ, અખંડ ભારતના શિલ્પિ તરીકે રાષ્ટ્રનું ગૌરવ છે.

Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 02
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 02

વૈષ્ણોદેવી સર્કલ સરદાર પટેલ રીંગ રોડ ઉપરથી પસાર થતાં તમામ લોકો વાહનો સરદાર સાહેબને વંદન કરીને તેમનામાંથી રાષ્ટ્ર એક્તા અને અખંડિતતાની પ્રેરણા મેળવી લોખંડી બનવાના આર્શીવાદ મેળવશે એમ તેમણે કહ્યું હતું. સાડા ત્રણ કરોડના ખર્ચે ૫૦ ફૂટ ઉંચી અને ૧૭ હજાર કિલોગ્રામ વજનની પ્રતિમાના મુખ્ય દાતા શ્રી રણછોડભાઇ જોઇતારામ પટેલ (રણજીત બિલ્ડફોન વિભાગ) પરિવારે પોતાના ફંડમાંથી સરદાર સાહેબની પ્રતિમા માટે ૨.૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, તેમને મુખ્યમંત્રીશ્રીએ ધન્યવાદ પાઠવ્યા હતા.

Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 03
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 03

આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી સરદાર સાહેબની ગુજરાતની  બીજા નંબરની મોટી પ્રતિમા છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ દિવસ સોનેરી દિવસ છે. આપણે સૌ સરદાર સાહેબના સ્વપ્નો સાકાર કરીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્ર અને સમાજનું ગૌરવ છે. અમદાવાદ રીંગ રોડ પર મોકાના સ્થળે વૈષ્ણોદેવી અને હનુમાજી બિરાજમાન છે, ત્યાં સરદારધામ ખાતે સરદાર સાહેબને અમર કરતી ભવ્ય અને વિરાટ પ્રતિમા શ્રી રણછોડભાઇ પરિવારે અઢી કરોડનું માતબર દાન આપી નિર્માણ કરાયેલ પ્રતિમાનું આજે અનાવરણ થયું છે.

Also You like to read
1 of 208
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 04
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 04

આજે ઐતિહાસિક દિવસ છે. ભવ્ય પ્રતિમાનું દર્શન થાય તેવું કામ થયું છે. સુરેન્દ્રકાકાએ એસ.પી. રીંગ રોડ પર આ પ્રતિમાનું સ્વપ્ન જોયું હતું તે આજે સાકાર થયું છે. જે દેશ અને દુનિયામાં પટેલ સમાજને અગ્રસ્થાને લઇ જશે. સરદાર વલ્લભભાઇ પટેલે દુનિયામાં પાટીદાર સમાજને ગૌરવ અપાવ્યું છે તેને વધુમાં વધુ ઉજ્જવળ બનાવીએ. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ રીંગ રોડ પર સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ થવાથી સુરેન્દ્રકાકાનું સ્વપ્ન સાકાર થયું છે. રાષ્ટ્રવાદ અને નિર્ણયોના અડગ વ્યક્તિત્વ જેમણે ૫૬૨ રજવાડા એકત્ર કરી જેઓ ઇતિહાસમાં વિશ્વમાં પ્રસિદ્ધ થયા હતા તેમના આપણે વારસદારો છીએ તેવા અખંડ ભારતના શિલ્પિ સરદાર સાહેબને પુષ્પાજલિ આપીને કોટી કોટી વંદન કરીએ.

Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 05
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 05

આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી રજનીભાઇ પટેલ, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ગુજરાત રાજય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન આંકોલિયા, ખોડલધામના શ્રી પરેશભાઇ ગજેરા, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ, ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમાનાદાસ પટેલ સહિત સમાજના આગેવાનો અને સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (પી.આર.ઓ./જિતેન્દ્રરામી)

Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 06
Sardar Dham Khate Saradar Saheb Ni 50fut Unchi Pratima Nu Anavarana 06

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More