સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી

કાશ્મિરમાંથી કલમ ૩૭૦ દૂર થતા સરદાર સાહેબનું એક અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું

લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતી ૩૧ ઓકટોબરની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપૂત સરદાર સાહેબની આ  વર્ષની જન્મ જયંતી દેશ માટે વિશેષ છે કારણ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની કુશાગ્ર દ્રષ્ટીથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાંથી ૩૭૦ની કલમ રદ કરતાં ભારત સાચા અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે. સરદાર સાહેબનું  એક અને અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું છે.

Sardar Patel Janma Jayanti Ni Rashtriya Ekta Divasa Tarike Ujavani 01
190

Get real time updates directly on you device, subscribe now.

સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી

લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતી ૩૧ ઓકટોબરની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપૂત સરદાર સાહેબની આ  વર્ષની જન્મ જયંતી દેશ માટે વિશેષ છે કારણ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની કુશાગ્ર દ્રષ્ટીથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાંથી ૩૭૦ની કલમ રદ કરતાં ભારત સાચા અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે. સરદાર સાહેબનું  એક અને અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું છે.

  • કાશ્મિરમાંથી કલમ ૩૭૦ દૂર થતા સરદાર સાહેબનું એક અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું
  • સમગ્ર રાજ્યમાં એકતા માટેની દોડ -રન ફોર યુનિટી યોજાશે
  • નાગરિકોને રાષ્ટ્રીય એકતા ના શપથ લેવડાવાશે
Related Posts
1 of 359
Sardar Patel Janma Jayanti Ni Rashtriya Ekta Divasa Tarike Ujavani 01
Sardar Patel Janma Jayanti Ni Rashtriya Ekta Divasa Tarike Ujavani 01
Also You like to read
1 of 171

રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીને ગુજરાતમાં પણ રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટી’, ‘રાષ્ટ્રીય એકતા શપથતથા રાષ્ટ્રીય એકતા પરેડસાથે અમદાવાદ સહિત જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સવારે ૭.૦૦ કલાકે જિલ્લા મથકોએ રન ફોર યુનિટીઅને સાંજે ૫.૦૦ કલાકે રાષ્ટ્રીય એકતા પરેડયોજાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદના પોલીસ સ્ટેડિયમથી રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવશે, અને સાંજે ૫.૦૦ કલાકે સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા જોડાશે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતેથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકોએ રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ ‘રન ફોર યુનિટીનો આરંભ કરાવશે અને ઉપસ્થિત લોકોને, ‘રાષ્ટ્રીય એકતા શપથલેવડાવશે તથા રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે.

તદનુસાર વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વડોદરાથી, કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ જામનગરથી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેડાથી, મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ ગાંધીનગરથી, વનમંત્રી શ્રી ગણપતભાઇ વસાવા સુરતથી, અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રાજકોટથી, શ્રમ-રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર પાટણથી, સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર તાપીથી, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા મોરબીથી, પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા જૂનાગઢથી, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ દાહોદથી, કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર પંચમહાલથી, સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી, પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર કચ્છથી, મહિલા બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ભાવનગરથી, વન રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકર વલસાડથી, શહેરી આવાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ આણંદથી, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીથી, નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી. પટેલ નવસારીથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે.

Sardar Patel Janma Jayanti Ni Rashtriya Ekta Divasa Tarike Ujavani 02
Sardar Patel Janma Jayanti Ni Rashtriya Ekta Divasa Tarike Ujavani 02

આ ઉપરાંત શ્રીમતી ભાવનાબેન દવે સાબરકાંઠાથી, શ્રી ડી.ડી.પટેલ મહિસાગરથી, શ્રી આઇ.કે.જાડેજા સુરેન્દ્રનગરથી, શ્રી બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠાથી, શ્રી મુળુભાઇ બેરા દેવભૂમિદ્વારકાથી, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા પોરબંદરથી, શ્રી રાજેશભાઇ પાઠક અરવલ્લીથી, શ્રી હંસરાજભાઇ ગજેરા ગીર સોમનાથથી અને શ્રી દલસુખભાઇ પ્રજાપતિ છોટાઉદેપુરથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નો પ્રારંભ કરાવશે. (દેવાંગમેવાડા/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More