સરદાર પટેલના જન્મદિન રન ફોર યુનિટી કાર્યક્રમ

અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના જન્મદિન રાષ્ટ્રીય એકતા દિવસે દાહોદ નગરમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ

અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિન રાષ્ટ્રીય એકતા દિવસ પર દાહોદ નગરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. રાજયકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડના નેતૃત્વમાં યોજાયેલી એકતા દોડમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનાજ મહાજન સ્કુલ – ત્રિવેણી મેદાનથી આ દોડની શરૂઆત મહાનુભાવો દ્વારા કરાવવામાં આવી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં થઇ પડાવ સર્કલ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલી આપ્યા બાદ એકતા દોડનું સમાપન કરવામાં આવ્યું હતું.

Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 03
214

Get real time updates directly on you device, subscribe now.

  • અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના જન્મદિન રાષ્ટ્રીય એકતા દિવસે દાહોદ નગરમાં યોજાયો રન ફોર યુનિટી કાર્યક્રમ
  • નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા એકતા દોડમાં
  • યુવાનો સરદાર પટેલને પોતાના આદર્શ બનાવે – મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
Related Posts
1 of 364
Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 02
Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 02

રાષ્ટ્રીય એકતા દિવસે સરદાર પટેલનું પુણ્યસ્મરણ કરતાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે આજના યુવાનો માટે સરદાર વલ્લભભાઇ પટેલ સૌથી મોટી પ્રેરણા સમાન છે. આઝાદીની લડતમાં તેમનું યોગદાન વિરલ છે, આઝાદી બાદ પણ અખંડ ભારતનું નિર્માણ કરવામાં તેમની ભૂમિકા અજોડ હતી.

Also You like to read
1 of 175
Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 03
Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 03

આ પ્રસંગે મંત્રીશ્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત નગરજનોને સરદાર વલ્લભભાઇ પટેલના દેશને સમર્પિત જીવન અને બલિદાન વિશે જણાવ્યું હતું અને યુવાનોને સરદાર પટેલ જેવું મક્કમ મનોબળ કેળવવા તથા તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેસ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા તેમને યોગ્ય શ્રધ્ધાંજલી આપી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાષ્ટ્રીય એકતા દિવસના આ પાવન પ્રસંગે નગરજનોએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવાના શપથ પણ લીધા હતા.

Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 04
Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 04

રન ફોર યુનિટી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે.દવે, દાહોદના પ્રાંત અધિકારી શ્રી તેજશ પરમાર, દેવગઢબારીયાના પ્રાંત અધિકારી શ્રી એ.આઇ. સુથાર, દાહોદ નગરપાલિકા ચીફ ઓફીસર એ.એચ. સિન્હા, નગર પાલિકાના કર્મચારીશ્રીઓ, રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી અને સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, રમતવીરો તથા નગરજનો જોડાયા હતા.

Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 01
Sardar Patel Na Janma Dina Run For Unity Karyakram 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More