સરદાર સરોવર ડેમ અને કરજણ ડેમમાં પાણીની સતત આવક

રાજપીપલા, મંગળવાર : આજે તા. ૧૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ને મંગળવારના રોજ નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમ તથા કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહેલી હોવાથી સરદાર સરોવર ડેમથી અસરગ્રસ્ત નાંદોદ તાલુકાના ઓરી, નવાપરા, સિસોદ્રા, માંગરોલ, રામપુરા, રૂંઢ, શહેરાવ,પોઇચા, અને વરાછા, તેમજ  તિલકવાડા તાલુકાના રેંગણ, વાસણ, વિરપુર, વાડીયા તેમજ ગરૂડેશ્વર તાલુકાના ગંભીરપુરા, સુરજવડ, વાંસલા, અકતેશ્વર,સાંજરોલી, ગરૂડેશ્વર અને ગોરા ગામો જ્યારે કરજણ ડેમથી અસરગ્રસ્ત નાંદોદ તાલુકાના રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર, અને ધમણાચા ગામના લોકોને તેમજ નદી કાંઠા વિસ્તારના ગામના લોકોને જિલ્લા પૂર નિંયત્રણકક્ષ તરફથી સાવચેત રહેવા, નદી કિનારે ન જવા અને જરૂર પડ્યે સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે અને નર્મદા જિલ્લાના ઉક્ત અસરગ્રસ્ત વિસ્તારના ગામોના તલાટીશ્રીઓને સાવચેતીનાં તમામ પગલાંઓ લેવાની સૂચના આપવામાં આવી છે.

Sardar Sarovar Dam And Karjan Dam 01 (1)
384

Get real time updates directly on you device, subscribe now.

Sardar Sarovar Dam And Karjan Dam 02
Sardar Sarovar Dam And Karjan Dam 02
Also You like to read
1 of 170
Related Posts
1 of 358
  • સરદાર સરોવર ડેમ અને કરજણ ડેમમાં પાણીની સતત આવકને લીધે અસરગ્રસત વિસ્તારના ગામોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે સલામત સ્થળે ખસી જવાની  જિલ્લા વહિવટીતંત્રની ચેતવણી
  • નિચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારના ગામોમાં સાવચેતીનાં તમામ પગલાં લેવા સાથે સંબધિત અમલીકરણ અધિકારીઓને ટીમો એલર્ટ રાખવા જિલ્લા કલેક્ટરશ્રી પટેલની સૂચના
Sardar Sarovar Dam And Karjan Dam 01 (1)
Sardar Sarovar Dam And Karjan Dam 01 (1)

જિલ્લા પૂર નિંયત્રણકક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા. ૧૦ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સાંજે ૪=૦૦ વાગ્યાબાદ સરદાર સરોવર ડેમમાંથી ૮ લાખ ક્યુસેક કરતાં વધુ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે તેમજ સાંજના સમયે ૧૦ લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણી છોડવાની સંભાવના રહેલી હોઇ, જિલ્લાના સબંધિત વિભાગના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને તેમની ટીમો એલર્ટ રાખવા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ તરફથી સૂચના આપવામાં  આવી છે. તદ્દઉપરાંત નિચાણવાળા વિસ્તારના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવાની પણ સૂચના અપાઇ છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More