- Advertisement -

સરકારી મેડિકલ કોલેજની છાત્રા સેજલને M.B.B.S માં ૮ સુવર્ણચંદ્રક

નિયમિત વાંચન તેમજ પ્રાધ્યાપકોના દિશાસૂચનનો આ સફળતા પાછળ મહત્વનો ફાળો – સેજલ ચૌહાણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાઈ ગયો. આ સમારોહમાં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની છાત્રા સેજલ ચૌહાણે એમ.બી.બી.એસ. ના અંતિમ વર્ષમાં એક નહીં બે નહીં પરંતુ આઠ–આઠ ગોલ્ડ મેડલ મેળવી નવો કીર્તિમાન સર્જ્યો છે. સભાખંડમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી સહિત સૌ કોઈએ સેજલની આ અનેરી સિદ્ધિ અને પરિણામ લક્ષી મહેનતને બિરદાવી હતી.સેજલના પિતા વ્યવસાયે અખબારી એજન્ટ તરીકે મહુવા ખાતે કામ કરી રહ્યા છે ત્યારે સેજલની આ સિદ્ધિથી સમગ્ર પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે.

Sarkari Medical Kolej Ni Chatra Sejal Ne M.b.b.s Ma 8 Suvarna Chandrak

- Advertisement -

- Advertisement -

139

Get real time updates directly on you device, subscribe now.

સરકારી મેડિકલ કોલેજની છાત્રા સેજલને M.B.B.S માં ૮ સુવર્ણચંદ્રક

  • કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, સરકારી મેડિકલ કોલેજની છાત્રા સેજલને M.B.B.S માં ૮ સુવર્ણચંદ્રક
  • નિયમિત વાંચન તેમજ પ્રાધ્યાપકોના દિશાસૂચનનો આ સફળતા પાછળ મહત્વનો ફાળો – સેજલ ચૌહાણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાઈ ગયો. આ સમારોહમાં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની છાત્રા સેજલ ચૌહાણે એમ.બી.બી.એસ. ના અંતિમ વર્ષમાં એક નહીં બે નહીં પરંતુ આઠ–આઠ ગોલ્ડ મેડલ મેળવી નવો કીર્તિમાન સર્જ્યો છે. સભાખંડમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી સહિત સૌ કોઈએ સેજલની આ અનેરી સિદ્ધિ અને પરિણામ લક્ષી મહેનતને બિરદાવી હતી.સેજલના પિતા વ્યવસાયે અખબારી એજન્ટ તરીકે મહુવા ખાતે કામ કરી રહ્યા છે ત્યારે સેજલની આ સિદ્ધિથી સમગ્ર પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ છે.

Related Posts
1 of 443

આ પ્રસંગે સેજલ ચૌહાણ જણાવે છે કે મારી આ સફળતા પાછળ મેડિકલ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓની મહેનત અને ખંત તેમજ તેમના દ્વારા પુરૂ પડાયેલું દિશાલક્ષી માર્ગદર્શન પણ એટલા જ મહત્વના રહ્યા છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેમ જણાવી સેજલ કહે છે કે સામાન્ય દિવસોમાં દરરોજ ૭ કલાક તેમજ પરીક્ષાના સમયે ૨૧ કલાક  નિયમિત વાંચન કરવાની મારી ટેવ જ મને આ આઠ ગોલ્ડ મેડલ સુધી લઈ આવી. મને જે વિષયો જે મુદ્દાઓ મને અઘરા લાગ્યા તેને અલગ તારવ્યા અને તેને અલગ સમય આપી તેના પર વિષેશ ધ્યાન કેન્દ્રિત કર્યું જેના લીધે પરીક્ષામાં પણ મને ખૂબ સરળતા રહી.

Sarkari Medical Kolej Ni Chatra Sejal Ne M.b.b.s Ma 8 Suvarna Chandrak
Sarkari Medical Kolej Ni Chatra Sejal Ne M.b.b.s Ma 8 Suvarna Chandrak

સેજલ ચૌહાણની આ અથાગ મહેનત અને પરિશ્રમ રંગ લાવ્યા અને તેમને ડો. જ્યોતિબેન પંડ્યા સુવર્ણચંદ્રક, લાયન્સ ક્લબ ઓફ ભાવનગર ચંદ્રક, ડો. લાલશંકર ભટ્ટ સુવર્ણચંદ્રક, ડોક્ટર મીનાક્ષી ગરીવાલા ચંદ્રક, ભાવનગર મેડિકલ એસોસિયેશન સુવર્ણચંદ્રક, નિર્મલાબેન દોશી સુવર્ણચંદ્રક, ડો. એચ.એલ વૈદ્ય સુવર્ણચંદ્રક તેમજ ડો. તરૂલતાબહેન શાહ સુવર્ણચંદ્રકથી મહામહિમ રાજ્યપાલશ્રી હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. (આલેખન, વિરેન્દ્રસિંહ પરમાર, તસવીર, હિરેન ત્રિવેદી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More