- Advertisement -

સાર્વજનિક માધ્‍યમિક અને ઉ.માધ્‍ય. શાળા પારનેરાનો સુવર્ણ જયંતિ મહોત્‍સવ યોજાયો

શાળા એ ગામનું ઘરેણું છે, જેની કાળજી રાખવી એ ગ્રામજનોની જવાબદારી બને છે - આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

શાળા એ ગામનું ઘરેણું છે, જેની કાળજી રાખવી એ ગ્રામજનોની જવાબદારી બને છે તેમ શ્રી વલસાડ વિભાગ લોકસેવા સંઘ સંચાલિત સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા પારનેરાના સુવર્ણ જયંતિ મહોત્‍સવ અવસરે વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવી શાળાની પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે શાળાના નવનિમિતિ વિજ્ઞાનખંડનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે ઉદ્‌ઘાટન કરાયું હતું.

Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 01

- Advertisement -

- Advertisement -

267

Get real time updates directly on you device, subscribe now.

સાર્વજનિક માધ્‍યમિક અને ઉ.માધ્‍ય. શાળા પારનેરાનો સુવર્ણ જયંતિ મહોત્‍સવ યોજાયો

શાળા એ ગામનું ઘરેણું છે, જેની કાળજી રાખવી એ ગ્રામજનોની જવાબદારી બને છે તેમ શ્રી વલસાડ વિભાગ લોકસેવા સંઘ સંચાલિત સાર્વજનિક માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા પારનેરાના સુવર્ણ જયંતિ મહોત્‍સવ અવસરે વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવી શાળાની પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે શાળાના નવનિમિતિ વિજ્ઞાનખંડનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે ઉદ્‌ઘાટન કરાયું હતું.

  • સાર્વજનિક માધ્‍યમિક અને ઉ.માધ્‍ય. શાળા પારનેરાનો સુવર્ણ જયંતિ મહોત્‍સવ યોજાયો
  • શાળા એ ગામનું ઘરેણું છે, જેની કાળજી રાખવી એ ગ્રામજનોની જવાબદારી બને છે – આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર
Related Posts
1 of 398

આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે શાળામાં બોર્ડના સારા પરિણામ માટે અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, શાળાના વિકાસ માટે યોગદાન આપવું એ આપણી સૌની ફરજ છે. શાળામાં શિક્ષણ આપવું અને સંતોષકારક પરિણામ મેળવવું એ શાળા ટ્રસ્‍ટીઓની માંગ રહે છે છે. દરેક બાળકોને શિક્ષણ મળે તેવો રાજ્‍ય સરકારનો અભિગમ છે, જેથી રાજ્‍ય સરકારે શિક્ષણ માટે મહત્તમ બજેટની ફાળવણી કરી છે. શાળામાં ભણતા બાળકો શિસ્‍તબધ્‍ધ રીતે આગળ વધે અને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવે તે માટે શાળાના શિક્ષકો કાળજી રાખે તે આવશ્‍યક છે. શાળામાં ભૌતિક સુવિધાઓ માટે સી.એસ.આર. હેઠળ અનુદાન મેળવવા માટે ઔદ્યોગિક એકમોનો સંપર્ક સાધવા જણાવ્‍યું હતું. આદિજાતિના બાળકો માટે મેડીકલની અનામત તમામ બેઠકો હવે ભરાઇ જાય છે, જે દર્શાવે છે કે, ગ્રામ્‍ય વિસ્‍તારોના બાળકો પણ સારું શિક્ષણ મેળવી રહયા છે.

Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 01
Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 01

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં સહયોગી શાળા પરિવાર અને દાતાઓને અભિનંદન પાઠવ્‍યા હતા. શાળાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્‍યા હતા. શિક્ષણમાં દરેક સમસ્‍યાનો હલ છે, શિક્ષણ થકી જ દેશની પ્રગતિ થઇ શકે છે. પવિત્ર ધામ એવા પારનેરા ડુંગરના વિકાસ માટે રાજ્‍ય સરકારે દોઢ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Also You like to read
1 of 209
Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 02
Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 02

ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે સુવર્ણજયંતિ મહોત્‍સવની ઉજવણી અવસરે શાળા પરિવારને અભિનંદન આપી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હૃદયથી શુભેચ્‍છા પાઠવી હતી. તેમણે રાષ્‍ટ્રના ઘડતર માટે શિક્ષણ મહત્ત્વનું હોવાનું જણાવી ઉચ્‍ચ શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 03
Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 03

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં જણાવ્‍યું હતું કે, આ શાળાના શિક્ષકો શિક્ષણના શિલ્‍પી બનીને શ્રેષ્‍ઠ શિક્ષણ અને સંસ્‍કારોનું સિંચન કરી વિદ્યાર્થીઓનું સાચું ઘડતર કરી રહયા છે, જે અભિનંદનીય છે. આ શાળા શિક્ષણની નવી કેડી કંડારશે તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

શાળાના આચાર્ય કિરીટભાઇ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી શાળાની શરૂઆતથી લઇ પ૦ વર્ષના સફરની રૂપરેખા આપી હતી. શાળા બાળકોએ મરાઠીનૃત્‍ય, રાજસ્‍થાની નૃત્‍ય, ડાંગીનૃત્‍ય, શૌર્યગીત, માઇમ, નાટક, દેશભક્‍તિગીત, ગરબો, ડાન્‍સ, એકપાત્રિય અભિનય, રાસ જેવા અનેકવિધ રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમોને ઉપસ્‍થિતોએ મનભરીને માણ્‍યા હતા.

Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 04
Sarvajanika Madh‍yamika Ane U.madh‍ya Shala Paranerano Suvarna Jayanti Mahot‍sava Yojayo 04

આ અવસરે જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્‍યક્ષ હેતલબેન પટેલ, પારનેરા સરપંચ રીટાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય દર્શનાબેન, કામદાર નેતા આર.સી.પટેલ, સુગર ફેક્‍ટરીના ચેરમેન અરવિંદભાઇ પટેલ, દાતા રજનીકાંત વૈષ્‍ણવ, અગ્રણી બિપીનભાઇ પટેલ, મહેશભાઇ ભટ્ટ, લોકસેવક સંઘના પ્રમુખ બુધાભાઇ પટેલ, મંત્રી મોહનલાલ, પારનેરા  પ્રગતિ મંડળ ટ્રસ્‍ટના પ્રમુખ રાજેશભાઇ પટેલ, શાળા પરિવાર, ગ્રામજનો હાજર રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More