સતત કામગીરી મૂલ્યાંકન-ફોલોઅપ માટે સંયુકત બેઠક

સતત કામગીરી મૂલ્યાંકન-ફોલોઅપ માટે સંયુકત બેઠકો સમયાંતરે યોજે : - મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મેટ્રો રેઇલના ૪૦.૦૩ કિ.મી.ના આ પ્રથમ તબક્કામાં કુલ ૧ર૭૮૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે માહિતગાર કર્યા હતા.

Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 01
217

Get real time updates directly on you device, subscribe now.

સતત કામગીરી મૂલ્યાંકન-ફોલોઅપ માટે સંયુકત બેઠક

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મેટ્રો રેઇલના ૪૦.૦૩ કિ.મી.ના આ પ્રથમ તબક્કામાં કુલ ૧ર૭૮૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે માહિતગાર કર્યા હતા.

  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ તબક્કાની કામગીરીની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી
  • પ્રોજેકટ નિર્ધારીત સમયમાં પુર્ણ થાય તે માટે રાજ્ય સરકાર-અમદાવાદ મહાપાલિકા-મેટ્રો રેલ કોર્પોરેશન
  • સતત કામગીરી મૂલ્યાંકન-ફોલોઅપ માટે સંયુકત બેઠકો સમયાંતરે યોજે:- મુખ્યમંત્રીશ્રી
Related Posts
1 of 359
Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 01
Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 01

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રથમ તબક્કાના કુલ ૪૦.૦૩ કિ.મી.ના રૂટમાં ૬.પ કિ.મી. અંડરગ્રાઉન્ડ લાઇન સહિત ૩ર સ્ટેશન્સ અને ર ડેપો તૈયાર થવાના છે તેની પણ તલસ્પર્શી વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, અમદાવાદ મહાપાલિકાના કમિશનર શ્રી વિજય નહેરા અને મેટ્રો રેલ કોર્પોરેશનના તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Also You like to read
1 of 171
Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 02
Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 02

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેકટમાં હાલ ચાલી રહેલા વાયેડકટ, સેગ્મેન્ટ તથા ટ્રેકના નિર્માણ બાંધકામ તેમજ ક્રોસ સેકશન પોર્ટલ સ્ટેશન્સની વિગતો મેળવી હતી. તેમણે ઇર્સ્ટન કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક, અંડરગ્રાઉન્ડ કોરીડોરમાં એપેરલ પાર્કથી કાલુપુર અને શાહપુર તેમજ ઇસ્ટવેસ્ટ કોરીડોરમાં થલતેજ ગામથી સ્ટેડિયમ સહિતના વિવિધ કોરીડોરની હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મેટ્રો રેલ પ્રોજેકટ માટેની જમીન સંપાદન પ્રક્રિયા અને અસરગ્રસ્તોના પૂર્નવસન માટેની જમીન મેળવવા અંગે મેટ્રો રેલ કોર્પોરેશન અને અમદાવાદ મહાપાલિકાને સંકલન કરી સમયાંતરે સમીક્ષા બેઠક કરવા પણ સૂચન કર્યુ હતું. અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેલની કામગીરીને પરિણામે જે માર્ગોના મરામતની જરૂર જણાય ત્યાં પણ મહાપાલિકા સાથે પરામર્શ કરીને તે રિપેરીંગ કાર્ય મેટ્રો રેલ કોર્પોરેશને ત્વરાએ હાથ ધરવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 03
Satata Kamagiri Mulyankana Pholo Apa Mate Sanyukata Bethaka 03

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેકટ અંતર્ગત ૩૪.૭૮ કિ.મી.ના માર્ગો પૈકી ૮.૪૧ કિ.મી. માં મરામતની જરૂરિયાત ઊભી થયેલી છે તે સંપૂર્ણ દુરસ્ત કરી દેવામાં આવેલું છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મેટ્રોરેલ પ્રોજેકટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટેની કામગીરીનું ફોલોઅપ અને સમીક્ષા રાજ્ય સરકાર, અમદાવાદ મહાપાલિકા અને મેટ્રો રેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ સંયુકત બેઠકો યોજીને સતત કરતા રહે તેવી તાકિદ કરી હતી. (સી.એમ.-પીઆરઓ/અરૂણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More