- Advertisement -

સતત ચોથીવાર મુખ્યમંત્રીએ વડોદરા મેરેથોન ને પ્રસ્થાન કરાવ્યું

સ્વચ્છ ભારત પાણી બચાવો બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક સશક્તિકરણના ધ્યેયો સાથે જોડી દર વર્ષે મેરેથોન ના સફળ આયોજન માટે આપ્યા અભિનંદન

વડોદરા દર વર્ષે મેરેથોન યોજીને નવા વર્ષનો ઉત્સાહભર્યા પ્રારંભ કરે છે એને વધાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે વડોદરા મેરેથોન હવે સામાજિક જાગૃતિ અને પ્રતિબદ્ધતા માટેનું પ્રતિક બની ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરેથોન માટે પાઠવેલા શુભ કામના પત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આયોજકોએ મેરેથોનને સ્વચ્છ ભારત,પાણી બચાઓ,બેટી બચાવો,બેટી પઢાઓ જેવા અભિયાનો સાથે જોડી ને જે દાખલો બેસાડ્યો છે એ માટે અભિનંદનને પાત્ર છે.

Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 01

- Advertisement -

- Advertisement -

106

Get real time updates directly on you device, subscribe now.

સતત ચોથીવાર મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મેરેથોનને કરાવ્યુ પ્રસ્થાન

  • વડોદરા મેરેથોન હવે સામાજિક જાગૃતિ માટેની પ્રતિબદ્ધતા નું પ્રતિક બની છે: વડોદરા એ રાજ્યના અન્ય શહેરોને મેરેથોન યોજવાની પ્રેરણા આપી છે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
  • સ્વચ્છ ભારત પાણી બચાવો બેટી બચાવો બેટી પઢાઓ જેવા સામાજિક સશક્તિકરણના ધ્યેયો સાથે જોડી દર વર્ષે મેરેથોન ના સફળ આયોજન માટે આપ્યા અભિનંદન

વડોદરા દર વર્ષે મેરેથોન યોજીને નવા વર્ષનો ઉત્સાહભર્યા પ્રારંભ કરે છે એને વધાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે વડોદરા મેરેથોન હવે સામાજિક જાગૃતિ અને પ્રતિબદ્ધતા માટેનું પ્રતિક બની ગઈ છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેરેથોન માટે પાઠવેલા શુભ કામના પત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આયોજકોએ મેરેથોનને સ્વચ્છ ભારત,પાણી બચાઓ,બેટી બચાવો,બેટી પઢાઓ જેવા અભિયાનો સાથે જોડી ને જે દાખલો બેસાડ્યો છે એ માટે અભિનંદનને પાત્ર છે.

Related Posts
1 of 439
Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 02
Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 02

વડોદરા મેરેથોનમાં બાળકો,મહિલાઓ,યુવાનો,વડીલો, દિવ્યાંગો અને શ્રમિકો સહિત સમાજનો વિવિધ વર્ગ જોડાય છે એનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પ્રસંગ હવે વડોદરાની એકતાનું પ્રતિક બની ગયો છે અને પ્રગતિ માટે એકતાનો સંદેશ આપે છે.મેરેથોન વડોદરાવાસીઓની એકતાની સાથે પ્રગતિ માટેની ધગશ,પડકારો ઝીલી ને આગળ વધવાની ખેવનાના સચોટ દર્શન કરાવે છે.આ આયોજન વડોદરાના સાંસ્કૃતિક વારસાને વધુ ઉજ્જવળ બનાવે છે એવી લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 01
Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 01
Also You like to read
1 of 213

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વડોદરાના નવલખી મેદાન ખાતે થી વાર્ષિક પરંપરાને અનુસરીને નવમી એમ.જી.વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું ત્યારે વિશાળ જન સમુદાય એ પ્રચંડ હર્ષનાદો થી એમને વધાવી લીધા હતા.આ ખૂબ પ્રતિષ્ઠા પામેલી રમત ઘટનાના આયોજકોએ મેરેથોનને પ્રધાનમંત્રી શ્રી પ્રેરિત ફીટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનો સાથે જોડી દઇને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો મેસેજ આપ્યો હતો.એના થી એક ડગલું આગળ વધીને મેરેથોન યોજકોએ આ વર્ષે મુખ્યમંત્રીશ્રીના પાણીદાર ગુજરાતના અભિયાનને સશકત કરવા વિવિધ જળ સંચય પ્રકલ્પો હાથ પર લેવાનું એલાન કર્યું છે. આ દોડમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો અને વડીલજનોને જોડીને દિવ્યાંગ સશક્તિકરણ અને વડીલ વંદનાની વિભાવનાઓ પણ સાકાર કરવામાં આવે છે એ ઉલ્લેખનીય છે .

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન રાજેન્દ્ર ત્રિવેદી, રમત ગમત રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ,નર્મદા વિકાસ મંત્રીશ્રી યોગેશ પટેલ, ધારાસભ્યશ્રી, ઓ મહાનગર પાલિકાના પદાધિ કારીઓ પદાધિકારીઓ દોડ પ્રસ્થાનમાં મુખ્યમંત્રીશ્રીની સાથે જોડાયા હતા. શારીરિક અને સામાજિક તંદુરસ્તીનો સંદેશ આપતા આ આયોજનના મંચ પર ઉપસ્થિત વિવિધ ધર્મો અને સંપ્રદાયોના ધર્મગુરુઓ અને સંતોનું મુખ્યમંત્રીશ્રીએ હાર્દિક અભિવાદન કરવાની સાથે એમની ભાવ વંદના કરી હતી. તેમણે એક નક્કર પરંપરાના રૂપમાં પ્રતિવર્ષ  વ્યાયામ પ્રોત્સાહક અને તંદુરસ્તીની જાગૃતિ વધારતું અને વધાવતું આ આયોજન સફળતાપૂર્વક કરવા માટે એમ જી.વડોદરા મેરેથોન ના સુકાની તેજલ અમીન અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 03
Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 03

તંદુરસ્તીની જાગૃતિની બાબતમાં વડોદરા મેરેથોન એક બ્રાન્ડ બની ગઈ છે એવી લાગણી વ્યક્ત કરતા ખેલ રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિશ્વના ૧૧ દેશોના દોડવીરો આ દોડમાં જોડાયાં એ જ આ મેરેથોન ની વિશ્વ વ્યાપક બનેલી પ્રતિષ્ઠાનો પુરાવો આપે છે. તેમણે વિવિધ શ્રેણીઓની દોડને પ્રસ્થાન કરાવતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 04
Satta Chothi Var Mukhyamantrie Vadodara Marathon Ne Prasthan Karavyu 04

એમ.જી.વડોદરા મેરેથોન માટે આપણું વડોદરા, આપણી મેરેથોન નો ભાવ કેળવાયો એનો આનંદ વ્યક્ત કરતા આયોજન સમિતિના સુકાની તેજલ અમીને જણાવ્યું કે મેરેથોનમાં દોડવા માટે એક લાખ થી વધુ લોકોએ,મોટી સંખ્યામાં દીવ્યાંગો એ નોંધણી કરાવી એ દર્શાવે છે વડોદરા મેરેથોન ને વડોદરાવાસીઓએ ખૂબ પ્રોત્સાહન આપવાની સાથે પોતાના પ્રસંગ તરીકે અપનાવી લીધી છે. આ પ્રષંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓલિમ્પિક પેરા એથ્લીટ પદ્મશ્રી દીપા મલિકનુ સન્માન કરવામા આવ્યુ હતુ.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More