- Advertisement -

સાયલા ખાતે કારકિર્દી આયોજન સપ્‍તાહનો શુભારંભ

કારકિર્દી ઘડતર એ જીવન ઘડતરનો એક ભાગ છે - નાયબ કલેકટરશ્રી નસીમબેન મોદન

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર : – સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે જિલ્‍લા રોજગાર કચેરી, જિલ્‍લા માહિતી કચેરી  અને જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવેલ કારકિર્દી આયોજન સપ્તાહનો શુભારંભ કાર્યક્રમ નાયબ કલેકટરશ્રી નસીમબેન મોદનના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 01

- Advertisement -

- Advertisement -

312

Get real time updates directly on you device, subscribe now.

કારકિર્દી ઘડતર એ જીવન ઘડતરનો એક ભાગ છે – નાયબ કલેકટરશ્રી નસીમબેન મોદન

સાયલા ખાતે કારકિર્દી આયોજન સપ્‍તાહનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 01
Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 01
Related Posts
1 of 393

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર : – સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે જિલ્‍લા રોજગાર કચેરી, જિલ્‍લા માહિતી કચેરી  અને જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે હાથ ધરવામાં આવેલ કારકિર્દી આયોજન સપ્તાહનો શુભારંભ કાર્યક્રમ નાયબ કલેકટરશ્રી નસીમબેન મોદનના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

સાયલા સ્થિત શ્રી એમ.એલ. વોરા ગર્લ્‍સ હાઇસ્‍કુલ ખાતે યોજાયેલા આ કારકિર્દી આયોજન સપ્‍તાહ ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે નાયબ કલેકટરશ્રી નસીમબેન મોદને પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્‍યું હતું કે, કારકિર્દી ઘડતર એ જીવન ઘડતરનો એક ભાગ છે. આજના બદલાતા સમયને અનુરૂપ વિદ્યાર્થીઓએ પણ પોતાની કારકિર્દી ઘડતર માટે યોગ્ય માધ્યમને આપનાવવુ જોઈએ.

Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 02
Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 02
Also You like to read
1 of 205

નાયબ કલેકટરશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે કારકિર્દી ઘડતર માટેનો યોગ્‍ય સમય હોય છે. એકવાર આ સમય વીતી ગયા બાદ ફરી સમય આવતો નથી. તેથી વિદ્યાર્થીઓએ પોતાને મળેલા સમયનો સદ્દઉપયોગ કરી કારકિર્દી ઘડતર માટે તેમનામાં રહેલી સર્જનાત્‍મકતાને બહાર લાવી, ગમતા ક્ષેત્રમાં એકાગ્રતા કેળવી ઉજ્જવળ કારકિર્દીની દિશામાં આગળ વધવું જોઈએ.

આ પ્રસંગે જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી પી.કે. ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં રોજગાર વિભાગની વિવિધ કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્‍યું હતું કે, સમગ્ર જિલ્‍લામાં કારકિર્દી આયોજન સપ્‍તાહની ઉજવણીનો આજથી શુભારંભ થયો છે. આ સપ્‍તાહ દરમિયાન નિબંધ લેખન સ્‍પર્ધા, વક્તૃત્‍વ સ્‍પર્ધા, વાર્તાલેખન જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે. જેના થકી વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્‍ત શક્તિઓ બહાર આવે છે.

Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 03
Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 03

આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારીશ્રી વસીમ શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં સ્‍વાગત પ્રવચન કરતાં હાઈસ્કુલના આચાર્યશ્રી સી.કે. વ્‍યાસે જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ મહિલાલક્ષી કલ્‍યાણકારી યોજનાનો લાભ લઇ બહેનો આગળ આવે અને સ્‍વનિર્ભર બની કુટુંબ અને સમાજમાં માનભેર જીવન વિતાવી શકે તે માટે આવા સેમિનારો માર્ગદર્શક રૂપ બનતા હોય છે.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી હેતલભાઇ દવે, જિલ્લા માહિતી કચેરી અને રોજગાર કચેરીના કર્મચારીશ્રીઓ શાળાના શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહી હતી.

Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 04
Sayala Khate Karakirdi Ayojan Sap‍tahano Subharambha 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More