- Advertisement -

સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ટીકરના રણ વિસ્તારમાં બાળકોને ટ્રેનીંગ

ટીકરના રણ વિસ્તારમાં અગરીયાના બાળકોને શિક્ષણની જ્ઞાન ગંગા ઘર આંગણે અંતરીયાળ રણ વિસ્તારમાં શાળાના બાળકો માટે સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ટીકરના રણ વિસ્તારમાં બાળકોને તૈયાર કરાયેલ બસમાં ક્લાસ રૂમની સુવિધા ૩૦ જેટલા બાળકોને સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત સમાવેશ કરાયો

School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 02

- Advertisement -

- Advertisement -

138

Get real time updates directly on you device, subscribe now.

સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ટીકરના
રણ વિસ્તારમાં બાળકોને ટ્રેનીંગ

ટીકરના રણ વિસ્તારમાં અગરીયાના બાળકોને શિક્ષણની જ્ઞાન ગંગા ઘર આંગણે અંતરીયાળ રણ વિસ્તારમાં શાળાના બાળકો માટે સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ટીકરના રણ વિસ્તારમાં બાળકોને તૈયાર કરાયેલ બસમાં ક્લાસ રૂમની સુવિધા ૩૦ જેટલા બાળકોને સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત સમાવેશ કરાયો.

School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 01
School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 01

મોરબી, રાજ્ય સરકાર દ્વારા સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ટીકર રણ વિસ્તારમાં અગરીયાઓના બાળકોને અંતરીયાળ એવા મીઠાના રણ વિસ્તારમાં પણ શિક્ષણ મળી રહે તે માટે વિશેષ બસ ઉપલબ્ધ કરાવી શિક્ષણની જ્યોત સતત પ્રજવલ્લીત રાખવામાં આવી છે.

મોરબી જિલ્લામાં પણ મીઠાના રણ વિસ્તારમાં મીઠુ પકવવા જતાં અગરીયાઓના બાળકોનું શિક્ષણ ન બગડે અને કામના સ્થળ પર જ શિક્ષણની સુવિધા આપવા વિશેષ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બસ દ્વારા ટીકર ગામથી ૭ કિલોમીટર દૂર અંતરીયાળ મીઠાના અગરીયા વિસ્તારમાં રહેતા બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી  સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

Related Posts
1 of 443
School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 02
School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 02

આ પ્રોજેક્ટ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા વધુ માહિતી આપતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા શિક્ષણ વિભાગના બાળ મિત્ર દ્વારા અહીંના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ વિશેષ બસ દ્વારા શિક્ષણ રૂપી જ્ઞાન ગંગા અગરીયાઓના ઘર આંગણે ઉપલબ્ધ કરાવાઇ રહી છે. આ વર્ગોનું સંચાલન અને દેખરેખની કામગીરી સીઆરસી કો-ઓર્ડિનેટર ટીકર દ્વારા કરવામાં આવી  રહ્યું છે.

સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ અંતર્ગત ફાળવવામાં આવેલ આ બસમાં સુવિધાઓ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ એ જણાવ્યું હતું કે આ બસમાં એલ.ઇ.ડી. ટીવી, ડીશ ચેનલ, પંખા, ગ્રીન બોર્ડ, સોફ્ટ બોર્ડ, પીવાના પાણીની સુવિધા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 03
School On Wheel Project Tikakaran Ran Vistar Ma Balako Ne Training 03

સાથે રમીએ, સાથે ભણીએ, સહુ સાથે આગળ વધીએના સુત્રને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે ત્યારે સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ રણ વિસ્તારમાં અંતરીયાળ છેવાળાના માનવીને પણ સરકારની સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. (ખાસ અહેવાલ : ઘનશ્યામ પેડવા, સહાયક માહિતી નિયામક, મોરબી, ફોટો : પ્રવિણ શનાળીયા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More