- Advertisement -

સેવાનિવૃત શિક્ષક તુલસીભાઈ પરમારે જગાવ્યો શિક્ષણનો અહાલેક

ગરીબ પરિવારોના ૨૮ જેટલા બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો અને તેમની તમામ શૈક્ષણિક જવાબદારી સ્વિકારી સામાજીક કર્તવ્યના મૂલ્યો સાર્થક કર્યા

“જે ક્ષેત્ર પાસેથી મને ઘણું બધુ મળ્યું એવા શિક્ષણ ક્ષેત્રના ઋણને અદા કરવાનો સમય આવી ગયો છે.” આ શબ્દો છે નિવૃત શિક્ષક તુલસીભાઈ પરમારના. પાટણની ખોડિયારપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી તાજેતરમાં જ નિવૃત થયેલા તુલસીભાઈએ ઓછી આવક ધરાવતા પરિવારોના ૨૮ જેટલા બાળકોનો શાળાપ્રવેશ કરાવી તેમના ધોરણ 0૮ સુધીના શિક્ષણ અને સ્થાયીકરણની જવાબદારી સ્વિકારી છે.

Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 04

- Advertisement -

- Advertisement -

349

Get real time updates directly on you device, subscribe now.

રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ યોજી ધોરણ 0૧માં પ્રવેશપાત્ર બાળકોને નામાંકિત કરી આ વિદ્યાર્થીઓનું ધોરણ 0૮ સુધી સ્થાયીકરણ થાય અને ડ્રોપ આઉટ રેશીયોમાં ઘટાડો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. સરકારશ્રીના સર્વ શિક્ષા અભિયાનમાં યોગદાન આપવાના ઉમદા હેતુથી તુલસીભાઈએ શિક્ષણની પુરક સામગ્રીના અભાવે શાળામાં પ્રવેશ ન લેતાં તથા અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરવાની જવાબદારી ઉપાડી છે.

“શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાત્રીસભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ ધોરણ 0૧માં પ્રવેશપાત્ર બાળકોનો સરકારી શાળામાં પ્રવેશ થાય તે માટે ગ્રામજનો અને વાલીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારે શાળાપ્રવેશ બાદ શૈક્ષણિક સામગ્રી ખરીદવા પૈસાના અભાવે અમુક પરિવારો બાળકોને શાળાએ મોકલતા નથી તેવી જાણ થતાં મેં આ ગરીબ પરિવારના બાળકોની મદદ કરવાનું નક્કી કર્યું.” તુલસીભાઈ જણાવે છે.

Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 01
Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 01

તુલસીભાઈએ ખોડિયારપુરા પ્રાથમિક શાળામાં આસપાસના વિસ્તારના ૨૮ જેટલા બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો. સાથે સાથે તેમને ગણવેશ, સ્કુલબૅગ, નોટબુક્સ, સ્ટેશનરી સહિતની શૈક્ષણિક સામગ્રી પણ પૂરી પાડી. અને આ મદદ માત્ર એક સત્ર પુરતી જ નહીં, તેમણે શાળાપ્રવેશ કરાવેલા તમામ બાળકો ધોરણ 0૮ પાસ કરે ત્યાં સુધી દર વર્ષનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડવાનું વચન પણ આપ્યું.

Related Posts
1 of 484

શૈક્ષણિક સામગ્રી માટે મદદ મેળવનાર આ ગરીબ બાળકોને માત્ર વર્ગશિક્ષણ માટે જ નહીં પણ તેઓના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રકારની મદદ કરવા તુલસીભાઈ સંકલ્પબદ્ધ છે. તુલસીભાઈ કહે છે કે, “જ્યારે શાળાના તમામ બાળકો પ્રવાસ માટે જતા હોય અને નબળી આર્થિક સ્થિતીના કારણે પ્રવાસની ફી ભરવા અસમર્થ ગરીબ પરિવારના બાળકોને લાચારી ન અનુભવાય તે માટે તેમના પ્રવાસ-પર્યટનની ફી પણ હું ચુકવીશ.”

Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 02
Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 02

માત્ર આર્થિક સહાય કરવાથી જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. બાળકની જરૂરિયાતોની ખાતરી તેમજ તેમના શિક્ષણને લગતી મુશ્કેલીઓના નિવારણ અંગે ચર્ચા કરી કોઈ બિનજરૂરી કારણોસર બાળક અધવચ્ચેથી શાળામાંથી ડ્રોપ આઉટ ન થાય તે સુનિશ્ચિત કરવા તુલસીભાઈ દર અઠવાડિયે આ ૨૮ બાળકો પૈકી એક બાળકના વાલીનો રૂબરૂ સંપર્ક પણ કરી રહ્યા છે. ઓગષ્ટ ૨૦૧૯માં શિક્ષક તરીકે સેવાનિવૃત થયેલા તુલસીભાઈ જણાવે છે કે, મારી ગેરહાજરીમાં મારા વારસોએ પણ આ જવાબદારીનો સહર્ષ સ્વિકાર કર્યો છે જેનો મને ગર્વ છે.

પોતાના સંતાનને ઉચ્ચ શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું દરેક માતા-પિતાનું સપનું હોય છે. સમાજના ઉન્નત વર્ગ તથા મધ્યમ વર્ગના પરિવારો પોતાના સંતાનને શિક્ષણ મળી રહે તે બાબતને પ્રાથમિકતા આપે છે. પરંતુ ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારો માટે બે ટંકના ભોજન માટે રાત-દિવસ મજૂરી કરવી પડતી હોય છે આવા સમયે તેમના બાળકોને શિક્ષણની બાબત ગૌણ બની જાય છે.

Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 03
Seva Nivrutta Shikshika Tulasibhai Parmar Jagavyo Siksanana Ahaleka 03

શાળા જીવનથી જ જો ગરીબ પરિવારના બાળકોને યોગ્ય વાતાવરણ પુરૂં પાડવામાં આવે તો આ રાંક ના રતન સમાજમાં મોટુ યોગદાન આપવા સમર્થ છે. શિક્ષણના મહાયજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપવા આહ્વાન કરતાં તુલસીભાઈ કહે છે કે, “સમાજના શિક્ષિત અને સંપન્ન લોકોએ ગરીબ પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડી તેમને સમાજના મુખ્યપ્રવાહમાં જોડવામાં મદદ કરવી જોઈએ. સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને અનુસરીને જ સૌ ભણે સૌ આગળ વધેના ધ્યેયને પરિપૂર્ણ કરી આદર્શ સમાજનું નિર્માણ શક્ય બનશે.”

ઉત્કૃષ્ટ અને શિક્ષિત સમાજના નિર્માણનું ભગીરથ કાર્ય જેમના શિરે છે તેવો શિક્ષક સમુદાય બાળકોના શિક્ષણ અને ઘડતર સહિતની અનેક જવાબદારીઓ નિર્વહન કરે છે ત્યારે તુલસીભાઈ જેવા શિક્ષકે દાન નહીં પણ મદદ સ્વરૂપે સામાજીક કર્તવ્યના મૂલ્યોને સાર્થક કર્યા છે. (આલેખનઃ કૌશિક ગજ્જર, માહિતી મદદનીશ, પાટણ, માહિતી બ્યુરો, પાટણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More