સેવાસેતુ કાર્યક્રમમાં ઘર-આંગણે વ્યક્તિલક્ષી સહાય

ગોધરા તાલુકાના જીતપુરા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ઘર-આંગણે વ્યક્તિલક્ષી સહાય યોજનાના 33 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ

રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે સેવા સેતુના પાંચમાં તબક્કાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના જીતપુરા ગામે ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.  વહીવટીતંત્ર દ્વારા અપાતી 57 પ્રકારની સેવાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવાતા જીતપુરા ક્લસ્ટરના  ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો અને અરજદારોના  વ્યક્તિલક્ષી પ્રશ્નો અને અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 01
153

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 367
Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 01
Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 01

જીતપુરાના નિવાસી રાઠોડ પશીબેન નારણભાઈ, સોલંકી પાર્વતીબેન જગન્નાથસિંહ, રાઠોડ શકરીબેન ગુલાબસિંહે સેવાસેતુના આયોજન અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે  કાર્યક્રમના કારણે વિધવા સહાય માટે જરૂરી તેમનું પોસ્ટ એકાઉન્ટ પણ ઝડપથી ખુલી ગયું છે અને પાસબુક પણ સ્થળ પર જ આપી દેવામાં આવી છે. મધવાસના  છત્રસિંહ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તેમણે લર્નિંગ લાઈસન્સ કઢાવવું હતું, જે માટે જરૂરી કોમ્પ્યુટર એક્ઝામની એપોઈન્ટમેન્ટ 2 મહિના પહેલા મળવી શક્ય નહોતી. જીતપુરા ખાતે સેવાસેતુનું આયોજન થતા તેમણે ત્યાં જ પરીક્ષા આપી સરકારે તેમનો કિંમતી સમય બચાવ્યો હતો.

Also You like to read
1 of 179
Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 03
Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 03

કાર્યક્રમ સ્થળની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ  જણાવ્યું હતું કે સેવાસેતુના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્રે ઘરઆંગણે સરકારી સેવાઓ નાગરિકોને સ્થળ પર ઉપલબ્ધ કરાવી છે. કાર્યક્રમનો હેતુ સેવાઓની ઉપલબ્ધતા સરળ અને ઝડપી બનાવવાનો છે. સેવાસેતુ નાગરિકોની વ્યક્તિલક્ષી સમસ્યાનો સ્થળ પર જ નિકાલ લાવતો કાર્યક્રમ હોવાથી સમય અને સંસાધનોની મોટાપાયે બચત થાય છે.

જીતપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જીતપુરા કલસ્ટરના ભલાણિયા, તોરણા, લાડપુરા, ભાટપુરા, કરણપુરા, ભાણપુરા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડી આવક/જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા/કમી કરવા, ૭/૧૨ – ૮-અ ઉતારા, વિધવા સહાયના ખાતા, વયવંદના અને પ્રધાનમંત્રી આવાસયોજના, લર્નિંગ લાઈસન્સ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના, બેંક ધિરાણ યોજના સહિત વિવિધ વ્યક્તિલક્ષી  યોજનાઓના લાભો મેળવ્યા હતા.

Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 02
Seva Setu Karyakrama Ma Ghara Angane Vyakti Laksi Sahaya 02

આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિધવાસહાયના 33 લાભાર્થીઓને પાસબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી રાજેન્દ્ર ચૌહાણ, સામાજિક ન્યાય સમિતી ચેરમેન, ગોધરાના પ્રાંત અધિકારી વિશાલ સક્સેના, મામલતદાર બી.વી. પરમાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More