સેવા સેતુ કાર્યક્રમોનો લાભ મેળવતા પંચમહાલના નાગરિકો

પંચમહાલ જિલ્લાના નાગરિકો સેવા સેતુના કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં લાભ મેળવી રહ્યાં છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકારે જનહિતકારી, પારદર્શક વહીવટની પ્રતિતિ કરાવતો અને સંવેદના સભર સેવા સેતુ કાર્યક્રમ આપી પ્રજાને સરકારી સેવાઓ સરળતાથી ઘર-આંગણે ઉપલબ્ધ કરાવી છે. છેલ્લા ચાર તબક્કાઓમાં રાજ્યના કરોડો લોકોને વ્યક્તિલક્ષી સેવાઓ પ્રાપ્ત થઇ છે. હાલના પાચમાં તબક્કામાં પણ ૫૭ જેટલી સેવાઓ એક જ દિવસમાં એક જ સ્થળેથી નાગરિકોને મળી રહે છે. સવારે કરેલી અરજીનો સાંજે નિકાલ આપતા સેવા સેતુના આ કાર્યક્રમ થકી પ્રજાની મુશ્કેલીઓ દુર થઇ છે.  તેમ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તરખંડા અને જાંબુઘોડા તાલુકાના ઉચેટ ગામે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.

Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 01
272

Get real time updates directly on you device, subscribe now.

Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 04
Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 04
Related Posts
1 of 367
  • પંચમહાલ જિલ્લાના નાગરિકો સેવા સેતુના કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં લાભ મેળવી રહ્યાં છે
  • હાલોલ તાલુકાના તરખંડા અને જાંબુઘોડા તાલુકાના ઉચેટ ગામે સેવા સેતુ કાર્યક્રમો યોજાયા
  • સવારે કરેલી અરજીનો સાંજે હકારાત્મક નિકાલ આપતા સેવા સેતુના કાર્યક્રમે પ્રજાની મુશ્કેલીઓને દુર કરી છે – મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર
Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 03
Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 03
Also You like to read
1 of 179

તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સરકારની યોજનાઓના લાભ મેળવવામાં સુગમતા અને સગવડતા મળી છે. આ વખતે વિધવા સહાય યોજનામાં લાભાર્થીને મંજુરી હુકમ સાથે પોસ્ટ બેંકની પાસબુક પણ આપવામાં આવી રહી છે. જેથી લાભાર્થીને પાસબુક કઢાવવા સમય આપવાની જરૂર રહેતી નથી.

Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 02
Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 02

મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજુરી હુકમો, આયુષ્યમાન ભારત કાર્ડ, મા અમૃતમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તરખંડાના સેવાસેતુ કાર્યક્રમમાં ૪૬૫૦ અને ઉચેટના સેવાસેતુ કાર્યક્રમમાં ૩૧૬૦ જેટલી વ્યક્તિલક્ષી સેવાઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 01
Seva Setu Karyakram No Labha Melavata Panchmahal Na Nagriko 01

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, હાલોલના પ્રાંત અધિકારી અને વિવિધ વિભાગોના જિલ્લા-તાલુકાના અધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બંને ગામોએ ખુબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારી સેવાનો લાભ મેળવ્યો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More