સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે

દાહોદ જિલ્લાના અંતેલાથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સેવા સેતુના પાંચમાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૦મી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. વ્યક્તિલક્ષી રજૂઆતો અને વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તેવા રાજ્યના પારદર્શી સેવા સેતુના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ ૩૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહે છે.

Vijay Rupani 02
183

Get real time updates directly on you device, subscribe now.

સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે

Related Posts
1 of 323

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૦મી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામેથી સેવા સેતુના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. વ્યક્તિલક્ષી રજૂઆતો અને વિવિધ યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તેવા રાજ્યના પારદર્શી સેવા સેતુના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ ૩૩ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહે છે.

  • દાહોદ જિલ્લાના અંતેલાથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સેવા સેતુના પાંચમાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૭ પ્રકારની સેવાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળશે
  • દાહોદ જિલ્લામાં સેવા સેતુના છેલ્લા ચાર તબક્કામાં ત્રણ લાખથી વધુ નાગરિકોને મળ્યો લાભ
Vijay Rupani 01
Vijay Rupani 01
Also You like to read
1 of 135

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત આયોજન અને સંવેદનશીલતાની ફળશ્રુતિરૂપે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને નાગરિકોને વિવિધ યોજનાની ડોર સ્ટેપ ડિલિવરીનો ઉદ્દેશ આમાં રહેલો છે. મુખ્યમંત્રીશ્રીના સૂચિત કાર્યક્રમ મુજબ તેઓ સવારના નવ વાગ્યે કાર્યક્રમના નજીકના સ્થળે રાખવામાં આવેલા પશુઆરોગ્ય કેમ્પની મુલાકાત લેવાના છે. જ્યા તેઓ ગૌ માતાનું પૂજન પણ કરશે. એ બાદ મુખ્ય સભા સ્થળ કન્યા સાક્ષરતા  નિવાસી શાળા ખાતે પધારશે.

સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ જેવી જરૂરી સેવાથી માંડી રાજ્ય સરકારના ૩૩ વિભાગોની ૫૭ સેવા અને યોજનાઓને એમાં આવરી લેવામાં આવી છે. તેની સફળતાનું પ્રમાણ ૯૯ ટકાથી વધુ છે. એટલે કે સેવા સેતુ કાર્યક્રમમાં મળતી અરજી પૈકી ૯૯ ટકા અરજદારોને સેવા તથા યોજનાકીય લાભો પ્રદાન કરવામાં આવે છે.

Vijay Rupani 02
Vijay Rupani 02

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતેલા ગામે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમના અનુસંધાને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વિવિધ વિભાગના સ્ટોલ ઉપરાંત પૂછપરછ માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અંતેલા ખાતેના સેવાસેતુ કાર્યક્રમમાં રૂવાબારી, ભુલર, ડાંગરિયા, હિન્દોલિયા, ઉઘાવળા, મોટીઝરી, નાની ખજૂરી, નાનીઝરી, ચેનપુર, ફૂલપુરા, દેગાવાડા, ડુખળી, કોળીનાપુવાળા, પંચેલા, પીપલોદ, ઉચવાળ, ઝાબિયા, ઝાબ, દેવગઢ બારિયા, ડભવા, કેલિયા ગામના નાગરિકો માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬થી યોજાયેલા ચાર તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૩૬૭૪૩૯ અરજીઓ મળી હતી. જે પૈકી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૬૬૬૦૭ અરજીઓનો સકારાત્મક નિકાલ કરીને અરજદારોને લાભ આપવામાં આવ્યો છે. સેવા સેતુ કાર્યક્રમ રાજ્ય સરકારની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધ દર્શાવે છે. (દર્શન)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More