- Advertisement -

શારીરિક ક્ષતિ પ્રગતિ માટે અવરોધ નથી પરંતુ નબળી માનસિકતા અવરોધ બને છે

દિવ્યાંગો માટે જ નહિ પરંતુ અનેક માટે પ્રેરણા પૂરી પાડનારા સ્વનિર્ભર દિવ્યાંગ વડોદરાના ભારતીબેન શાહ

તાજેતરમાં વડોદરા ખાતે નર્મદા રાજયવિકાસ મંત્રી અને સાસંદ શ્રીમતી રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરાના ભારતીબેન શાહ એવા સ્વનિર્ભર દિવ્યાંગ છે, જે માત્ર દિવ્યાંગો માટે જ નહિ પરંતુ અનેક માટે પ્રેરણા પૂરી પાડનારા છે.

Sharirik Ksati Pragati Mate Avarodh Nathi Parantu Nabali Manasikata Avarodh Bane Che

- Advertisement -

- Advertisement -

93

Get real time updates directly on you device, subscribe now.

શારીરિક ક્ષતિ પ્રગતિ માટે અવરોધ નથી પરંતુ નબળી માનસિકતા અવરોધ બને છે

  • શારીરિક ક્ષતિ પ્રગતિ માટે અવરોધ નથી પરંતુ નબળી માનસિકતા અવરોધ બને છે
  • દિવ્યાંગો માટે જ નહિ પરંતુ અનેક માટે પ્રેરણા પૂરી પાડનારા સ્વનિર્ભર દિવ્યાંગ વડોદરાના ભારતીબેન શાહ

તાજેતરમાં વડોદરા ખાતે નર્મદા રાજયવિકાસ મંત્રી અને સાસંદ શ્રીમતી રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભાવોના હસ્તે દિવ્યાંગોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરાના ભારતીબેન શાહ એવા સ્વનિર્ભર દિવ્યાંગ છે, જે માત્ર દિવ્યાંગો માટે જ નહિ પરંતુ અનેક માટે પ્રેરણા પૂરી પાડનારા છે.

ભારતીબેને જણાવ્યું કે તેઓ રસોઇ કલાસ ચલાવવાની સાથોસાથ સામાજિક કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત ઘરેબેઠાં તેઓ સેફ સંજીવ કપૂરની કુકરી રેન્જની વસ્તુઓનું વેચાણ પણ કરે છે. આ ઉપરાંત તેઓ ખાખરા, અથાણા, પાપડ અને અડદિયા સહિતની ચીજવસ્તુઓ બનાવી અને વેચાણ કરીને મહિને રૂ.૫૦ હજાર કમાણી કરે છે. વધુમાં જરૂરિયાતમંદ બહેનોને ગૃહઉદ્યોગમાં જોડાઇને તેમને મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ તમામ ચીજવસ્તુઓના વેચાણની ચેઇન પણ ગોઠવવાનું કાર્ય કરી જરૂરિયતામંદોને આવક ઉભી થાય તે આવશ્યક છે.  સ્વનિર્ભર દિવ્યાંગ કેટેગરીમાં એવોર્ડ મળવાની લાગણી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સ્વરોજગાર મારફતે આવક મળી રહે છે મને આ એવોર્ડ મળ્યાની ખુશી છે. કેન્દ્ર અને રાજય સરકારે દિવ્યાંગોને સન્માનિત કરી તેમની ક્ષમતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

Related Posts
1 of 443
Sharirik Ksati Pragati Mate Avarodh Nathi Parantu Nabali Manasikata Avarodh Bane Che
Sharirik Ksati Pragati Mate Avarodh Nathi Parantu Nabali Manasikata Avarodh Bane Che

શારીરિક ક્ષતિ પ્રગતિ માટે અવરોધ નથી પરંતુ નબળી માનસિકતા અવરોધ બને છે. શારીરિક ક્ષતિઓને અવસરમાં ફેરવવાની તક મળે છે તેથી તે સ્વીકારીને ધાર્યુ પરિણામ લાવી શકાય છે. બંને પગમાં તકલીફ હોવા છતાં અને વ્હીલચેર પર બેસી અસાધારણ રીતે સામાન્ય કામગીરીને અસાધારણ રીતે પૂર્ણ કરતા શ્રીમતી ભારતીબેન શાહ આત્મવિશ્વાસ સભર છે. ધો.૧૦ સુધી અભ્યાસ કરેલા ભારતીબેન કહ્યું કે મારા પિતાનું અવસાન થયું ત્યારે મારી વય ઘણી નાની હતી અને મેં ૧૫ વર્ષની વયે તો અથાણા, પાપડ, ખાખરા સહિતની વાનગીઓ બનાવવામાં કુશળતા હાંસલ કરી લીધી હતી. ઓછો અભ્યાસ હોય તો જ પ્રગતિ થાય તેવું નથી આવડત હોય તો વધવું હોય તેટલું વધી શકાય છે.

ઇશ્વરે આપેલી ક્ષમતાઓ થકી પ્રવૃત્તિમય રહેવાનું અને મદદરૂપ થવાનું મને પસંદ છે. મારી આવકથી હું ગુપ્ત દાન કરું છું. અભ્યાસ માટે અને ઘરમાં રોજબરોજની ચીજવસ્તુઓની જરૂર હોય તેવા પરિવારોને મદદ કરવામાં મને મારા જીવનની સાર્થકતા અનુભવાઇ છે. મને તો એવું થાય છે કે બીજાને મદદ કરવા ઇશ્વરે આપણને મોકલ્યા છે. માનવમાં આંતરિક શક્તિઓ ઘણી હોય છે તે બહાર લાવવામાં માર્ગદર્શન આપી કે મદદરૂપ થવાથી માનવજાતનું કલ્યાણ છે.

તેમણે તેમની અનુભૂતિ વ્યક્ત કરતા ઉમેર્યુ કે, મારા પતિ રાજેન્દ્ર શાહ એલઆઇસીમાં  અધિકારી છે. તેમણે બીકોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસની સાથે તેમણે ફેલોશીપ પણ મેળવી છે. મારા પતિ તેમની શારીરિક ક્ષતિઓને ક્ષમતાઓમાં ફેરવી વોઇઝ ઓફ મુકેશ તરીકે કાર્યક્રમો આપે છે. મને સતત સહકાર, પ્રોત્સાહન અને હૂંફ પૂરી પાડી તે મારો આત્મવિશ્વાસ અને કામ કરવાનો હોંસલો પૂરો પાડે છે. તે પણ અન્યોને મદદરૂપ થઇ રોજગાર પૂરું પાડવામાં સહકારભર્યુ વલણ દાખવે છે, તેથી કામો સરળતાથી થઇ શકે છે. અમારું ઘર-પરિવાર આર્થિક રીતે સક્ષમ છીએ આવક કરતા વધુ મહત્વ પ્રવૃત્તિનું છે. અમારે ૧૮ વર્ષની એક દીકરી છે જે હાલ ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. (દિવ્યા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More