- Advertisement -

સિધ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો સમાપન દિવસ

લોકગાયીકા કીંજલ દવે અને ફિલ્મ અભિનેતા અને લોકગાયક જીજ્ઞેશ બારોટે શ્રોતાઓના મન મોહી લીધાં

પાટણ જિલ્લાના માતૃતર્પણ તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવના સમાપન દિવસે સુપ્રસિધ્ધ ગુજરાતનું ગૈારવ અને સુપસિધ્ધ લોકગાયીકા કીંજલ દવેએ શ્રોતાઓને આફ્રિન કરી દીધા હતા અને સુપસિધ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને લોકગાયક જીજ્ઞેશ બારોટ(કવિરાજ)એ શ્રોતાઓને આનંદ વિભોર ખુશ-ખુશાલ કરી દીધા હતા. જિલ્લા વહીવટી તંત્રના પાટણના સાર્થક પ્રયાસોથી માતૃવંદના મહોત્સવને યાદગાર બનાવ્યો હતો તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલાકારોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Siddhapura Khate Matru Vandana Karyakram No Samapana Divasa 02

- Advertisement -

- Advertisement -

209

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 398
Siddhapura Khate Matru Vandana Karyakram No Samapana Divasa 01
Siddhapura Khate Matru Vandana Karyakram No Samapana Divasa 01
Also You like to read
1 of 209

આ પ્રસંગે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, સિધ્ધપુર તીર્થક્ષેત્ર માતૃતર્પણ તીર્થના વિકાસ માટે રાજય સરકારે પુરતા પ્રયાસો કર્યા છે. આ ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા રાજય સરકાર દર વર્ષે માતૃવંદના કાર્યક્રમ યોજે છે.દર વર્ષ  માતૃતર્પણમાટે સમગ્ર ભારતમાંથી શ્રધ્ધાળુઓ બિંદુ સરોવર ખાતે આવી માતૃશ્રાધ્ધ વિધી સંપન કરે છે. સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર માતૃતર્પણ તીર્થ સિધ્ધપુરનું બિંદુ સરોવર છે.

આ માતૃવંદના કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું  કે, સિધ્ધ્પુરને જનની જન્મ ભૂમિનું સ્થાન આપવામાં આવેલ છે. માતાનું સ્થાન સ્વર્ગ કરતાં ઉંચું ગણવામાં આવ્યું છે. ઇશ્વરે આ જોઇ માતાનું સર્જન કયું હશે. માતા અનેક નામોથી જાણીતી છે. તેના મા બહેન,પત્નિ જેવા સ્વરૂપોમાં દર્શન થાય છે. સિધ્ધપુર સામરર્થવાન અને કપિલ મુનિશ્રી જેવા રૂષિઓની આ ખમીરવંતી પ્રજાનું ક્ષેત્ર છે. સરસ્વતી નદી લુપ્ત થયેલ નથી જે પ્રજાના રકત અને સંસ્કારોમાં વહી રહી છે. સિધ્ધપુર પ્રવાસન સ્થળ તરીકે પણ ખ્યાતનામ થયેલ છે.

Siddhapura Khate Matru Vandana Karyakram No Samapana Divasa 02
Siddhapura Khate Matru Vandana Karyakram No Samapana Divasa 02

સ્વાગત પ્રવચન અને સંકલન રમત-ગમત અધિકારી શ્રી વિરેન્દ્ર પટેલ કર્યું હતું. આભારવિધિ પ્રાંત ઓફિસર શ્રી જયેશ તુવરએ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન જજશ્રી બી.એસ ઉપાધ્યાય, ત્રીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન જજશ્રી એ.કે શાહ,  જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા સંગઠનના મોહનભાઇ પટેલ સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંડયા, ઉપપ્રમુખ શ્રી શંભુભાઇ દેસાઇ, મનીષભાઇ પંડયા, નિવાસી અધિક કલેકટર શ્રી બી.જી.પ્રજાપતિ, કલાકારો, અધિકારીઓ, કર્મચારીઓ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (માહિતીબ્યુરો,પાટણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More