- Advertisement -

ભુજમાં સ્મૃતિવન લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ

ભુજીયાની તળેટીમાં હવે ફેઝ-ર અંતર્ગત સંપોષિત વિકાસ તર્જ પર કામગીરી કરાશે

ભુજ, ૨૦૦૧ માં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપમાં માર્યા ગયેલા દિવંગતોની સ્મૃતિમાં તેમજ કચ્છી પ્રજાજનોના ખમીર અને નવસર્જનની જીજીવિષાના પ્રતિક સમાન ભુજિયા ડુંગરની તળેટીમાં નિર્માણાધીન  ‘સ્મૃતિવન’ પ્રોજેક્ટ ભૂકંપની વિનાશલીલા સામે કચ્છી પ્રજાના અદમ્ય પ્રતિકારના સામર્થ્યનો ઐતિહારિક અને સંવેદનાત્મક સંભારણું બની રહેવાનું છે, ત્યારે સમગ્ર સ્મૃતિવન પ્રોજેક્ટની અદ્વિતીયતામાં વૃદ્ધિ થાય તે રીતે સમગ્ર પોજેક્ટની કામગીરીને કુલ બે ફેઝમાં વિભાજિત કરવામાં આવી છે.

Smrutivan Landscape Development In Bhuj 03

- Advertisement -

- Advertisement -

304

Get real time updates directly on you device, subscribe now.

  • ભુજીયાની તળેટીમાં હવે ફેઝ-ર અંતર્ગત સંપોષિત વિકાસ તર્જ પર કામગીરી કરાશે
  • જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘સ્મૃતિવન લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ’ કાર્ય અંતર્ગત લેન્ડસ્કેપ
  • ડીઝાઇનીંગ માટે ૩ ઝોન સ્થાનિક બિન સરકારી સંગઠ્ઠનોને એક વનવિભાગને ફાળવ્યાં

કલેકટર કચેરીની ડીઝાસ્ટર શાખાએ આપેલી વિગતો અનુસાર ફેઝ-૧ ની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે ફેઝ-૨ ના પ્રારંભ સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક બિનસરકારી સંસ્થાઓની સહભાગિતાથી  ‘સ્મૃતિવન લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ’ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ‘સ્મૃતિવન’ના  કુલ ૧૦૦ એકરના વિસ્તારને પાંચ ઝોનમાં વિભાજિત કરીને હાલમાં તે પૈકી  ત્રણ ઝોન સ્થાનિક બિનસરકારી સંગઠનોને અને એક ઝોન વનવિભાગને એમ કુલ ચાર ઝોનને લેન્ડસ્કેપ ડીઝાઇનીંગ માટે ફાળવવામાં આવ્યાં છે.

Smrutivan Landscape Development In Bhuj 01
Smrutivan Landscape Development In Bhuj 01
Related Posts
1 of 451

ડીઝાસ્ટર શાખાના જણાવ્યા અનુસાર વેલસ્પન ગ્રુપ ઓફ કંપની, ગોવર્ધન પર્વત, બી.કે.ટી. કંપની, આશાપુરા ગ્રુપ, અદાણી ગ્રુપ અને વનવિભાગ દ્વારા તેમને ફાળવવામાં આવેલા ઝોનમાં સ્થાનિક આબોહવા, જમીન, પર્યાવરણ અને જીવસૃષ્ટિને અનુકૂળ આવે તે પ્રકારનાં છોડવાઓનાં વાવેતર અને ઉછેર કરીને સંપોષિત વિકાસની તર્જ પર લેન્ડસ્કેપ એરીયાનો વિકાસ કરવામાં આવનાર છે.

Smrutivan Landscape Development In Bhuj 02
Smrutivan Landscape Development In Bhuj 02

તાજેતરમાં જ સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી પ.પૂ. ત્રિકમદાસજી મહારાજના પાવન હસ્તે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનભાઇ ગઢવી તેમજ જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનની પ્રેરક ઉપસ્થિતિમાં છોડવા રોપણની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યાં હતા.

Smrutivan Landscape Development In Bhuj 03
Smrutivan Landscape Development In Bhuj 03

સાથો-સાથ બી.કે.ટી. કંપની દ્વારા ૨૧૫૦ અને ગોવર્ધન પર્વતની ટીમ દ્વારા ૨૧૦૦ જેટલાં છોડવાઓના વાવેતરની કામગીરીનો પ્રારંભ કરીને હજી પણ વધારે છોડવાઓનાં રોપણની કામગીરી ચાલુમાં છે. આ ઉપરાંત અન્ય સહભાગી  સંસ્થાઓ દ્વારા પણ પૂરાં ઉત્સાહ સાથે જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને ઉત્કૃષ્ટ કામગીરી કરાઇ રહી છે.પ્રત્યેક સહભાગી સંસ્થાઓ દ્વારા ૬૩૦૦ જેટલાં છોડવાઓ રોપવામાં આવશે છે, તે અંગેની વિગતો પણ ડિઝાસ્ટર શાખા દ્વારા અપાઇ હતી.

Smrutivan Landscape Development In Bhuj 04
Smrutivan Landscape Development In Bhuj 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More