- Advertisement -

ઉનાળામાં કુલ રાખશે આવા ગેજેટ

- Advertisement -

- Advertisement -

154

Get real time updates directly on you device, subscribe now.

ઉનાળામાં કુલ રાખશે આવા ગેજેટ

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, અને દર વખતેની સરખામણીએ આ વખતે ગરમી પણ વધારે પડી રહી છે આવી ભીષણ ગરમીથી છુટકારો મેળવવા માટે ટેકનોલોજી પણ તમને સહાયક બની શકે છે. કુલર અને A.C. જેવા ઉપકરણો ઉપરાંત અમુક એવા ગેજેટ્સ છે જે તમને ગરમીમાંથી રાહત પહોંચાડશે આ ગેજેટ્સની ખાસ વાત એ પણ છે કે તમે તેમાંથી વધુ પડતા ગેજેટ્સને તમારી સાથે લઈને કયાંય પણ જઈ શકો છો. આ બધા ખૂબ જ અલગ અને શાનદાર ગેજેટ છે. તે તમને ગેમ રમતા સમયે પણ ઠંડી ઠંડી હવા આપી શકે છે, તો આવો જાણીએ આવા રોચક ગેજેટ્સ વિશે.

Mini Refrigerator

મીની પીસી યુએસબી રેફ્રિજરેટરથી લો ઠંડા પાણીનો આનંદ : ગરમીમાં ઠંડુ પાણી પીવું કોને પસંદ નહીં હોય પરંતુ જો તમને પાણી લાવવા ગેમ્સ કે મૂવી છોડીને ફ્રીજ સુધી જવાનું મન નથી થતું તો આ ગેજેટ્સ તમારા માટે ખૂબ જ કામનું છે. આ જેનેરિક મીની પીસી યુએસબી રેફ્રિજરેટર એક ચાલતું ફરતું ફ્રીજ છે. તેને તમે તમારા લેપટોપ કે કોમ્પ્યુટરના યુએસબી પોર્ટના માધ્યમથી કનેક્ટ કરી શકો છો. તેમાં તમે બે લિટરથી વધારે પાણી અને કોલ્ડડ્રીંક્સને સરળતાથી રાખી શકો છો. આ ફ્રીઝને મોલમાં કે ઓનલાઈન ખરીદી શકો છો.

Portable Cooler

પોર્ટેબલ હ્યુમીડી ફાયર છે કમાલનું કૂલર : આ માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તે ખૂબ જ કામનું પણ છે. આ નાનકડૂ છે અને ટ્રાવેલ કરતાં સમયે તમે તેને સરળતાથી સાથે લઇ શકો છો. તેમાં 60 મિલી સુધી પાણી આવે છે. આ કૂલરની જેમ જ તમને ભેજવાળી હવા આવશે. આ દેખાવમાં ખૂબ જ સુંદર છે, આ ફ્રીઝને મોલમાં કે ઓનલાઈન ખરીદી શકો છો.

Related Posts
1 of 481

Kep With Fan

સોલર પોવર્ડ ફેન કેપ : તડકામાં ગમે ત્યાં જાવ અથવા ફરવા જાવ તમારી સાથે આ ગેજેટને જરૂર સાથે લઈ જાઓ. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમને તાપથી બચાવવાની સાથોસાથ તમારા ચહેરા અને માથામાં ઠંડી-ઠંડી હવા પણ આપશે. તેના માટે તમારે કોઈ અલગથી બેટરી કે ચાર્જરની જરૂર નહીં પડે આ ફેન કેપ સોલાર એનર્જીથી ચાલે છે. આઉટડોર ગેમ રમતા સમયે તે તમને ખૂબ જ ઉપયોગી થશે તેની કિંમત લગભગ 300થી 400 રૂપિયાની વચ્ચે છે. આ પણ તમને ઓનલાઈન મળી શકે છે.

Mobile USB Fan

મોબાઇલમાં લગાડો USB ફેન : જો તમે તમારા ફોનની સાથે ગેમ રમતા રમતા ગરમીમાં ક્યાંય યાત્રા કરી રહ્યા છો તો તમારી પાસે કુલરનો કોઈ વિકલ્પ નથી ન A.C. કે ન પંખાનો. એવામાં તમે શું કરશો આવી સ્થિતિથીને ટેકલ કરવા માટે બસ તમારી પાસે એક જ ઉપાય છે. યુએસબી ફેન જે તમારી સાથે રાખવું પડશે કારણકે તેને ચલાવવા માટે માત્ર સ્માર્ટફોનની જરૂરિયાત રહે છે આ ફેન થી તમને કોઈ જોખમ પણ નથી કારણ કે આ ફેનની બ્લેડ ખૂબ જ સેફ હોય છે. તે માઈક્રો યુએસબી પોર્ટને સપોર્ટ કરે છે. તમે જેવા જ યુએસબી પોર્ટ ને તમારા મોબાઈલથી એટેચ કરશો તે ખૂબ જ હવા ફેંકવા લાગશે. તે બજારમાં સફેદ, લીલા, લાલ, ગુલાબી અને વાદળી વગેરે રંગોમાં જોવા મળે છે, તેની કિંમત દોઢસો રૂપિયાથી લઈને ૩૫૦ રૂપિયા સુધીમાં મળે છે. તેને તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ દ્વારા પણ ખરીદી શકો છો.

Clock Fan

કલોક ફેન હવાની સાથે જણાવશે સમય : આ ખરેખર ખુબ જ સુંદર ગેજેટ્સ છે. તેમાં એકની સાથે ડબલ ફાયદો છે. કારણકે તે ફેનની સાથે-સાથે કલોકનું પણ કાર્ય કરે છે. ઘણીવાર એવું થતું હોય છે કે, જ્યારે તમે તેને લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં એટલા ખોવાઈ જાઓ છો કે તમને સમયનું કોઈ ધ્યાન રહેતું નથી. આ કલોક ફેનમાં એલઇડી લાઇટની સાથે સાથ ઘડિયાળ પણ ચાલતી રહે છે, તેના ફ્લેક્સિબલ મેટલ નેકથી તમે જ્યાં ઇચ્છો ત્યાં હવા મેળવી શકો છો. તેની કિંમત લગભગ 550 થી ૬૦૦ રૂપિયા જેટલી છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More