- Advertisement -

શ્રવણમંદ દિવ્યાંગ બાળકો માટે જુનાગઢ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજાયો

દિવ્યાંગ ખેલ મહાકુંભ રમતો થકી દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય છે

રાજ્ય સરકારશ્રી દ્વારા દિવ્યાંગ બાળકોના જીવનમાં સર્વાંગી વિકાસ અને ઉત્થાન રૂપ બની રહે તેવી શૈક્ષણિક અને સામાજીક, રમત-ગમત લક્ષી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. દિવ્યાંગો પણ અન્ય લોકોની જેમ રમત ગમત જેવી અન્ય પ્રવૃતિમાં ભાગ લઈ શકે છે તે બાબતને સિધ્ધ કરવા માટે જુનાગઢ જિલ્લા રમત ગમત કચેરી અને રાષ્ટ્રીય અંધજન મંડળ જુનાગઢના સયુક્ત ઉપક્રમે સાંભળવાની ખામી ધરાવતા દિવ્યાંગ લોકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતુ. જૂનાગઢ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધામાં કુલ ૯૭ બાળકોએ ભાગ લીધો હતો.

Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 01

- Advertisement -

- Advertisement -

247

Get real time updates directly on you device, subscribe now.

શ્રવણમંદ દિવ્યાંગ બાળકો માટે જુનાગઢ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજાયો

રાજ્ય સરકારશ્રી દ્વારા દિવ્યાંગ બાળકોના જીવનમાં સર્વાંગી વિકાસ અને ઉત્થાન રૂપ બની રહે તેવી શૈક્ષણિક અને સામાજીક, રમત-ગમત લક્ષી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. દિવ્યાંગો પણ અન્ય લોકોની જેમ રમત ગમત જેવી અન્ય પ્રવૃતિમાં ભાગ લઈ શકે છે તે બાબતને સિધ્ધ કરવા માટે જુનાગઢ જિલ્લા રમત ગમત કચેરી અને રાષ્ટ્રીય અંધજન મંડળ જુનાગઢના સયુક્ત ઉપક્રમે સાંભળવાની ખામી ધરાવતા દિવ્યાંગ લોકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતુ. જૂનાગઢ શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધામાં કુલ ૯૭ બાળકોએ ભાગ લીધો હતો.

  • શ્રવણમંદ દિવ્યાંગ બાળકો માટે જુનાગઢ ખાતે સ્પેશ્યલ ખેલ યોજાયો મહાકુંભ
  • દિવ્યાંગ ખેલ મહાકુંભ રમતો થકી દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય છે
  • દિવ્યાંગોને સામાજિક હૂંફ અને વ્યક્તિગત કાળજી જરૂરી- મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ
Related Posts
1 of 398

શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓના રમતોત્સવનો પ્રારંભ કરાવતા જૂનાગઢ મ્યુનિ. મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે જણાવ્યુ હતુ કે અસાધારણ ખેલાડીઓને રમત-ગમત માટે તૈયાર કરવા અને તેમને સ્પર્ધા વિષે માહિતગાર કરવા, એ વાત કરવી સહેલી હોય પણ રમતનાં મેદાનમાં દિવ્યાંગ રાતવીરોને પ્રોત્સાહિત કરવા કપરા હોય એ સહજ છે, શારીરિક કે માનસિક ક્ષતિ ધરાવતા  ખેલાડીઓ તૈયાર કરવા માટે ધૈર્ય, વિશેષ કાળજી અને હૂંફની જરૂર પડતી હોય છે. દિવ્યાંગ ખેલાડીઓનું મનોબળ મક્કમ બનાવવું અને તેમનામાં રહેલી ક્ષમતાઓને બહાર લાવવીએ એક સાધનાથી જરા પણ ઓછું નથી. તેઓ સમાજના અલગ હિસ્સામાંથી અને વિભિન્ન માનસિકતા સાથે આવતા હોવાથી તેમનું યોગ્ય કાઉન્સેલીંગ કરવું એટલુ જ આવશ્યક હોય છે.

Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 02
Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 02
Also You like to read
1 of 210

કાર્યક્રમમાં સ્પર્ધકોને રોડ સ્પર્ધામાં પ્રસ્થાન કરાવતી વેળાએ જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યુ હતુ કે મુક-બધિર ખેલાડીઓ તૈયાર કરવા પ્રમાણમાં સહેલા હોવાનું અને તેઓ સામાન્ય ખેલાડીઓ કરતા ઝડપથી શીખી શકતા હોવાનું મુકબધીર લોકો અનુકરણ કરી ખેલ પણ ઝડપથી સમજી અને શીખી શકે છે.  તેઓ સાઈન લેન્ગવેજ, મૌખિક લેન્ગવેજ અને મિક્સ રીતે શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિ સહેલાઇથી સમજી શકે છે. તેઓનો આત્મવિશ્વાસ અકલ્પનીય હોય છે.

Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 01
Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 01

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં મહેન્દ્રભાઇ જે પરમારે જણાવ્યુ હતુ કે દિવ્યાંગ લોકો સમાજનો એક ભાગ છે તેવો અહેસાસ તેમને થવો જરૂરી છે માટે જ રાજ્ય સરકાર દ્વારા તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ સ્પે. દિવ્યાંગ ખેલમહાકુંભ આવનારા સમયમાં દિવ્યાંગોને આત્મવિશ્વાસ પ્રદાન કરશે અને સમાજમાં તેમની અસામાન્ય પ્રતિભા ચોક્કસ સન્માનીય બનશે મદદનીશ વન સંરક્ષકશ્રી બેચરભાઇ ખટાણાએ જણાવ્યુ હતુ કે કોઈપણ પરિસ્થિતિમાં ચોક્કસ ધ્યેય અને આત્મવિશ્વાસ સાથે રમતનાં મેળદાનમાં રમતવીર આગળ આવે તેને અચૂક સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે,  યોગ્ય તક અને વાતાવરણ મળે તો તેઓ સામાન્ય ખેલાડીઓ કરતા ઉત્કૃષ્ટ દેખાવ કરી શકવા સક્ષમ હોવાનું આજે ખેલાડીઓએ સિધ્ધ કર્યુ છે.

Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 03
Sravan Mad Divyang Balko Mate Junagadh Khate Spesyala Khela Mahakumbha Yojayo 03

આ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકા કમિશ્નરશ્રી, મેયરશ્રી અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામા પ્રથમ સ્થાન મેળવનાર દિવ્યાંગ બાળકને ૫૦૦૦ હજાર, દ્વિતીય સ્થાન મેળવનારને ૩૦૦૦ અને તૃતીય સ્થાન મેળવનારને ૨૦૦૦ રૂપિયા એમ કુલ ૧૨ બાળકોને પુરસ્કાર આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિલેશભાઇ શિંગળા અને સ્પેશ્યલ શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More